Jan 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-066


જેમ,બેપગાંમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે,ચોપગાંમાં ગાય શ્રેષ્ઠ છે,ને વડીલોમાં ગુરુ શ્રેષ્ઠ છે,તેમ સ્પર્શમાં પુત્ર-સ્પર્શ શ્રેષ્ઠ છે.

તો આ સુંદરમૂર્તિ પુત્રને ભેટીને તમે સ્પર્શ સુખ પામો.હે રાજન,ત્રણ વર્ષ પુરાં થયે,મેં તમારા આ કુમારનો જન્મ આપ્યો  છે,તેના જન્મ સમયે અંતરિક્ષ વાણીએ કહ્યું હતું કે-આ સો યજ્ઞો કરશે.

Jan 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-065


 રાજાની આવી વાત સાંભળતા જ શકુંતલા,લજ્જાથી ભોંઠી પડી ગઈ,દુઃખથી તે પથ્થરની જેમ ઉભી રહી,

તીરછી નજરે તે રાજાને જોઈ રહી,ક્રોધથી ઉકળેલી હોવા છતાં,તેણે ક્રોધને છુપાવી રાખ્યો.

થોડીવાર વિચાર કરીને,દુઃખ અને કોપથી યુક્ત એવી તેણે,રાજાને કહ્યું કે-'હે મહારાજ,જાણતા હોવા છતાં,તમે એક સાધારણ મનુષ્યની જેમ 'હું જાણતો નથી' એવું કેમ બોલો છો? સાચું-જૂઠું તો તમારું હૃદય જાણે છે,માટે આત્માને સાક્ષી રાખીને તમે કલ્યાણકારી વચન બોલો.તમે એમ સમજો છો કે 'હું એકલો છું,ને મને જોનાર કોઈ નથી'

પણ,પરમાત્મા,આ સર્વ જોઈ રહ્યા છે ને તેમની સમક્ષ તમે જુઠ્ઠું બોલીને પાપ કરી રહ્યા છો.(24-28)

Jan 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-064

 

અધ્યાય-૭૪-દુષ્યંત-શકુંતલા સંવાદ-ભરતનો રાજ્યાભિષેક 

II वैशंपायन उवाच II परिज्ञाय तु दुष्यन्ते प्रतियाते शकुन्तलां I गर्भ सुपाव वामोरुः कुमारमतितौजसम् II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,પ્રતિજ્ઞા કરીને દુષ્યંત ગયો,ત્યાર પછી,શકુંતલા,દુષ્યંતના પાછા આવવાની 

રાહ જોતી જ રહી.ને ત્રણ વર્ષે,અગ્નિના જેવી કાંતિવાળા કુમાર (પુત્ર-ભરત)નો જન્મ આપ્યો.

કણ્વ ઋષિએ,તે વૃદ્ધિ પામતા બુદ્ધિમાન બાળકના વિધિપૂર્વક જાતકર્મ આદિ સંસ્કાર કર્યા.

ઉજળા અણિયાળા દાંતોવાળી,સિંહના જેવા કઠોર શરીરવાળો,ચક્રના લક્ષણયુક્ત હાથવાળો,

મોટા માથાવાળો,મહાબળવાન,એ કુમાર આશ્રમમાં ઝટપટ મોટો થવા માંડ્યો (1-5)