Apr 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-161

 
અધ્યાય-૧૭૪-પાંડવોને પુરોહિત કરવાની સલાહ 

II वैशंपायन उवाच II स गन्धर्ववचः श्रुत्वा तत्तादभरतपर्म I अर्जुनः परया भक्त्या पूर्णचन्द्र इवावमौ II १ II

વૈશંપાયન બોલ્યા-હે  ભરતોત્તમ,ત્યારે ગંધર્વનું તે વચન સાંભળીને,અર્જુન પરમ ભક્તિપૂર્વક પૂર્ણચંદ્રની જેમ શોભી રહ્યો.પછી,વસિષ્ઠના તપોબળ,વિશે,અત્યંત કુતુહલ પામેલા તે અર્જુને ગાંધર્વને કહ્યં કે-'તમે વસિષ્ઠ નામે જે ઋષિ વિશે કહ્યું તે અમારા પૂર્વજોના પુરોહિત ઋષિ વિષે હું યથાવત સર્વ સાંભળવા ઈચ્છું છું.તો તે મને કહો (1-4)

(નોંધ-અહીં હવે,અધ્યાય-174 થી અધ્યાય-182 સુધી વસિષ્ઠ અને વિશ્વામિત્રની કથા છે,પાંડવોએ પુરોહિત કરવા જોઈએ,તે સંબંધી,

પુરોહિત વસિષ્ઠની આ કથા કહેવામાં આવી છે.અધ્યાય-183 માં પાંડવો ધૌમ્યઋષિને પુરોહિત બનાવે છે-અનિલ)

Apr 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-160

અધ્યાય-૧૭૨-સંવરણ અને તપતીની વાતચીત 

II गन्धर्व उवाच II अथ तस्यामद्रष्यायांनृपतिः काममोहितः I पातनः शत्रुसंधानां पपात धरणीतले II १ II

ગંધર્વ બોલ્યો-પછી,તે કન્યા જોવામાં આવી નહિ એટલે શત્રુઓના સમુહોને પણ પાડનારો એવો તે રાજા,

કામ મોહિત થઈને ધરતી પર ઢળી પડ્યો.ત્યારે તે સુમધુર સ્મિતવાળી કન્યાએ ફરીથી રાજાને દર્શન આપ્યું.

અને કહ્યું કે-'હે શત્રુદમન,ઉઠો,ઉભા થાઓ,તમે પૃથ્વીમાં પ્રસિદ્ધ છો,તમારે મોહ પામવો જોઈએ નહિ'

તપતીના મીઠાં વચનોથી રાજાએ આંખ ખોલી જોયું,ને સામે તે કન્યાને ઉભેલી જોઈ,તેને કહેવા લાગ્યો કે-

Apr 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-159

 
અધ્યાય-૧૭૧-તપતીનું ઉપાખ્યાન 

II अर्जुन उवाच II तापत्य इति यद्वाक्यमुक्तवानसिमामिह I सदहंज्ञातुमिच्छामि तापत्यर्थ विनिश्रितं II १ II

અર્જુન બોલ્યો-તમે,મને અહીં,તાપત્ય,એવું સંબોધન કર્યું,તો તે તાપત્ય શબ્દનો નિશ્ચિત અર્થ જાણવા ઈચ્છું છું.

તપતી કોણ હતી?કે જેને કારણે અમે તાપત્ય કહેવાયા?અમે તો કુન્તીપુત્રો છીએ.(1-2)