Apr 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-164

 
અધ્યાય-૧૭૭-વસિષ્ઠથી સૌદાસપુત્રની ઉત્પત્તિ 

II गन्धर्व उवाच II ततो द्रष्टाश्रमपदं रहितं तैSसुतैर्मुनिः I निर्जगां सुदुखार्तः पुनरप्याश्रमात्तत: II १ II

ગંધર્વ બોલ્યો-પછી,મુનિ (વસિષ્ઠ) પોતાના આશ્રમને,તે પુત્રો વિનાનો,સૂનો જોઈને,ફરી અત્યંત દુઃખી થયા અને આશ્રમની બહાર ચાલ્યા ગયા.તેમણે,વર્ષાકાળે,નવજળથી છલાછલ ભરેલી,અને અનેક વૃક્ષોને ખેંચી જતી એક 

નદી જોઈ,ને વિચારવા લાગ્યા કે-'આ દુઃખ સહેવા કરતાં,આ પાણીમાં જ પડું' ને પછી,તેમણે પોતાના શરીરને 

મજબૂત દોરડાથી બાંધી દઈને,તે મહાનદીમાં પડતું મૂક્યું.પણ,તે નદીએ તેમના સર્વ પાશ કાપી નાખ્યા 

ને તેમને,બંધનમુક્ત કરીને બહાર જમીન પર મૂકી દીધા.(1-5)

Apr 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-163

 
અધ્યાય-૧૭૬-વસિષ્ઠ ચરિત્ર તથા કલ્માષપાદ રાજાની કથા 

II गन्धर्व उवाच II कल्माषपाद इत्येवं लोके राज वभूव ह I इक्ष्वाकुवंशजः पार्थ तेजसाSसदशो भुवि II १ II

ગંધર્વ બોલ્યો-હે પાર્થ,પૃથ્વીમાં અજોડ તેજસ્વી,કલ્માષપાદ નામે એક રાજા ઇક્ષ્વાકુ વંશમાં થયો હતો.

તે રાજાને વિશ્વામિત્રે યજમાન કરવા ઈચ્છઓ હતો.તે રાજા એક વાર મૃગયાએ નીકળ્યો ને અનેક પ્રાણીઓને 

માર્યા પછી,તે મૃગયામાંથી નિવૃત્ત થયો ત્યારે તે ભૂખ ત્રાસથી થાક્યો હતો,ને ત્યારે તે રાજાએ,એક જ માણસ 

એકી વખતે જઇ શકે એવી કેડી પર,સામેથી વસિષ્ઠના સૌથી મોટા પુત્ર શક્તિમુનિને સામેથી આવતા જોયા.

રાજાએ તેમને કહ્યું કે-'તમે અમારા માર્ગમાંથી હટી જાઓ'

Apr 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-162

 
અધ્યાય-૧૭૫-વસિષ્ઠે વિશ્વામિત્રનો કરેલો પરાભવ 

II अर्जुन उवाच II किंनिमित्तममृद्वैरं विश्वामित्रवशिष्ठयोः I वसतोराश्रमे दिव्ये शंस नः सर्वमेवतत II १ II

અર્જુન બોલ્યો-પોતપોતાના દિવ્ય આશ્રમમાં રહેતા,વશિષ્ઠ અને વિશ્વામિત્રને,કેમ વેર થયું હતું? તે બધું મને કહો.

ગંધર્વ બોલ્યો-હે પાર્થ,કુશિકનો,એક લોકપ્રસિદ્ધ પુત્ર,ગાધી,કાન્યકુબ્જમાં મહારાજા હતો.વિશ્વામિત્ર તેનો પુત્ર હતો.

તે શત્રુમર્દન પાસે,પુષ્કળ સેના અને વાહનો હતાં.એકવાર તે વિશ્વામિત્ર,મૃગયા કરતા હતા,ત્યારે શ્રમથી થાકેલા,

અને તરસ્યા થયેલા તે વસિષ્ઠના આશ્રમમાં આવી પહોંચ્યા.વશિષ્ઠે તેમનો આદર કર્યો,ને સ્વાગત કર્યું.(1-7)