II जरितारिरुवाच II पुरतः क्रुछ्र्कालस्य धीमान जागर्ति पूरुषः I स क्रुछ्र्कालं संप्राप्यं व्यथां नैवैति कहिचित II १ II
જરિતારિ બોલ્યો-જે બુદ્ધિમાન મનુષ્ય આપત્તિકાળ આવતાં પહેલાં જ જાગ્રત રહે છે,
તે આપત્તિકાળ આવતાં,કોઈ રીતે વ્યથા પામતો નથી,પણ જે બુદ્ધિહીન મનુષ્ય આપત્તિકાળને
ઓળખાતો નથી તે આપત્તિકાળમાં વ્યથા પામે છે.અને મહાન કલ્યાણને મેળવતો નથી.(1-2)


