Aug 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-260

 
અધ્યાય-૫૧-દુર્યોધને કરેલું યજ્ઞની ભેટોનું વર્ણન 

II दुर्योधन उवाच II यन्मया पांडवेयनां दृष्टं तच्छृणु भारत I आह्वतं भूमिपालैहि वसुमुख्यं ततस्ततः II १ II 

દુર્યોધન બોલ્યો-હે ભારત,દેશદેશના રાજાઓ,પાંડુનંદનો માટે જે ધન લાવતા હતા તે જોઈને હું મૂઢ થઇ ગયો હતો,

મને યાદ પણ નથી કે કયા દેશથી,કોણ,કેટલું ધન લાવ્યા હતા ! તો પણ જે મુખ્ય હતું તે તમે સાંભળો.

કાંબોજરાજે સોનાથી મઢેલી અનેક શાલો,શ્રેષ્ઠ મૃગચર્મો,ત્રણસો ઘોડાઓ ને ત્રણસો ઊંટો ભેટ ધર્યા હતાં.

ગાયબળદથી આજીવિકા ચાલાવનાર ગોવાસન બ્રાહ્મણો,ત્રણ ખર્વ જેટલા ધનની ભેટ લાવ્યા હતા,

તેમને દરવાજે રોકવામાં આવ્યા હતા,તેથી તેઓ ત્યાં જ ઉભા રહ્યા હતા.ને ગાયો પાળનારા સેંકડો બ્રાહ્મણોના 

ટોળાઓ,સુવર્ણના સ્વચ્છ કમંડલુંઓ ઘીથી ભરીને આવ્યા હતા,ને તેઓ પણ અંદર પ્રવેશ કરી શક્યા નહોતા.

Aug 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-259

 
અધ્યાય-૫૦-દ્યુત માટે ધૃતરાષ્ટ્રનો નિષેધ-દુર્યોધનનો બળાપો 

II जनमेजय उवाच II कथं समभवदध्युतं भ्रातृणां तन्महात्ययम् I यत्र तद्वयमनं पांडवैमें पितामहैः II १ II 

જન્મેજય બોલ્યા- જે જૂગટામાં,મારા પિતામહ પાંડવોને મહાસંકટ આવી પડ્યું હતું,તે ભાઈઓના મહાવિનાશ 

લાવનારું,જુગટુ કેવી રીતે રમાયું હતું?તેમાં કયાકયા સભાસદો હતા? કોણે કોણે તેને અનુમોદન આપ્યું હતું?

મેં કોણે કોણે તેનો વિરોધ કર્યો હતો? હું આ સર્વ વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું (3)

Aug 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-258

 
અધ્યાય-૪૯-દુર્યોધને ધૃતરાષ્ટ્રને કહેલી વાત 

II वैशंपायन उवाच II अनुभृय तु राज्ञस्तं राजसूयं महक्रतुम् I युधिष्ठिरस्य नृपतेगांधारीपुत्रर्भुयतः II १ II 

વૈશંપાયન બોલ્યા-ગાંધારીપુત્ર દુર્યોધનની મનોદશા અને તેનો મત જાણી,તે શકુનિ,રાજા ધૃતરાષ્ટ્ર પાસે ગયો 

અને તેમને કહેવા લાગ્યો કે-'હે મહારાજ,દુર્યોધન ફિક્કો પાંદડી ગયો છે,પીળો થઇ ગયો છે ને સુકાઈ ગયો છે.

હે રાજન,તે રાંક થઇ ગયો છે ને ચિંતાથી ઘેરાઈ ગયો છે,તમે તેની સંભાળ લો.શત્રુના કારણે તમારા પાટવીકુંવરના હૃદયમાં જે શોક ઉપજ્યો છે તેની તમે કેમ સારી રીતે તપાસ કરી જાણી લેતા નથી? (5)