Aug 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-263

અધ્યાય-૫૪-દુર્યોધનને ધૃતરાષ્ટ્રનો ઉપદેશ 

II धृतराष्ट्र उवाच II त्वं वै ज्येष्ठो ज्यैष्ठिनेयः पुत्र मा पांडवान् द्विपः I द्वेष्टा ह्यसुखमादत्ते यथैव निवनं तथा II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-બેટા,તું સર્વથી મોટી પટરાણીનો પુત્ર છે,તું પાંડવોનો દ્વેષ કર નહિ.કેમ કે દ્વેષ કરનારો જ મરણના જેવું દુઃખ ભોગવે છે.તે કપટને ન જાણનારા,તારા સમાન ધનવાળા ને મિત્રોવાળા,ને કોઈનો પણ દ્વેષ ન કરનારા 

યુધિષ્ઠિરનો તારા જેવાએ શા માટે દ્વેષ કરવો જોઈએ? કુટુંબીપણા ને પરાક્રમમાં તું યુધિષ્ઠિરની સમાન છે.તો 

તું મુરખાઇથી ભાઈની લક્ષ્મીની શા માટે ઈચ્છા કરે છે? તું એમ ન કર,શાંત પડ ને શોક કર નહિ (3)

Aug 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-262

અધ્યાય-૫૩-યજ્ઞના ઐશ્વર્યનું વર્ણન 

II दुर्योधन उवाच II आर्यास्तु ये वै राजानः सन्यसंघ महाव्रताः I पर्याप्तविद्यावक्तारो वेदांतावभृथप्लनाः II १ II

દુર્યોધન બોલ્યો-સત્યવચની,મહાવ્રતી,પૂર્ણ વિદ્યાવાન,વક્તા,વેદાંતવેત્તા,અવભૃથ સ્નાન પામેલા,ધૃતિમાન,

લજ્જાશીલ,ધર્માત્મા અને યશસ્વી એવા જે મુગટધારી આર્ય રાજાઓ યજ્ઞમાં આવ્યા હતા તે યુધિષ્ઠિરની સેવા 

કરી રહ્યા હતા.ત્યાં યુધિષ્ઠિરના અભિષેક માટે રાજાઓ વ્યગ્રતારહિત રહીને પોતે જ જળપાત્રોને ઊંચકી લાવતા હતા.બાહલીકરાજ સોનાથી શણગારેલો રથ લાવ્યા હતા.સુદક્ષિણ રાજાએ તે રથને કામ્બોજ દેશના સફેદ ઘોડાઓ જોડ્યા હતા.સુનિધે તે રથને નીચે લાકડાનો ટેકો મુક્યો હતો,ચેદિરાજે રથ પર ધજા ચડાવી હતી.

Aug 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-261

અધ્યાય-૫૨-યજ્ઞમાં આવેલી વિવિધ ભેટોનું વિશેષ વર્ણન 

II दुर्योधन उवाच II दावं तु विविधं तस्मै शृणु मे गदनोSनघ I यज्ञार्थं राजभिर्दत्तं महान्तं धनसंचयम् II १ II 

દુર્યોધન બોલ્યો-હે રાજન,રાજાઓએ યજ્ઞનિમિત્તે,યુધિષ્ઠિરને જે મહાન ધનસંચય આપ્યો હતો ને તેમને જે ભેટો આપી હતી,તે હું તમને કહું છું તમે સાંભળો.મેરુ અને મંદર પર્વતોની વચ્ચે રહેતી ખસ,પારદ,કુલિંદ આદિ જાતિના રાજાઓ,પિપીલક નામના સોનાના ઢગને વાસણોમાં ભરીને લાવ્યા હતા,પહાડી રાજાઓ ચામરો,હિમાલયના પુષ્પોમાંથી થયેલું અતિ સ્વાદિષ્ટ મધ,ઔષધિઓ,માળાઓ લઈને આવ્યા હતા,ને દ્વારે શિર નમાવી ઉભા હતા.