શ્રીરામ કહે છે કે-એ ભૂમિ પર એકવાર સુંદ અને ઉપસુંદ નામના બે ભાઈઓ રહેતા હતા.તેમની તપશ્ચર્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા,ત્યારે તેમણે માગ્યું કે-“અમે કદી મરીએ નહીં,તેવું વરદાન અમને આપો” બ્રહ્મા કહે છે કે-તમારી માગણી પર કંઇક અંકુશ રાખો!
બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ પ્રેમ અને હળી-મળીને રહે-કે એમને થયું કે-“આપણી બંનેની વચ્ચે તો કદી ઝગડો-કજીયો તો કદી થવાનો જ નથી.તેથી તેમણે માગ્યું કે-“મહારાજ,અમે બે ભાઈઓ વચ્ચે ઝગડો થાય,અને અમે બાઝીએ તો જ અમારું મરણ થાય,બાકી તે સિવાય ક્યારે ય કદી અમારું મૃત્યુ થાય નહીં તેવું વરદાન અમને આપો” બ્રહ્માએ કહ્યું –તથાસ્તુ.