જન્મતાં જ તે માતાની આજ્ઞા લઈને,ત્યાંથી ચાલ્યા અને બોલ્યા-'મારુ કોઈ કામ હશે તો સ્મરણ કરજે તો,
હું તરત જ હાજર થઈશ' બાળક તરીકે તે દ્વીપમાં જન્મ્યા એટલે તે 'દ્વૈપાયન' નામ પામ્યા.
તેમણે,વેદો અને બ્રાહ્મણો પર કૃપા,કરવાની ઇચ્છાએ,વેદોનો વ્યાસ (શાખા-વિભાગ) કર્યો,તેથી તે
'વ્યાસજી' પણ કહેવાયા.તે મહાસમર્થે સુમંતુ,જૈમિની,પૈલ,પોતાના પુત્ર શુકદેવ અને વૈશંપાયનને,-
આ મહાભારત સાથે પાંચેય વેદો ભણાવ્યા.તેમણે અલગઅલગ મહાભારતની સંહિતાઓ રચી છે.(70-90)




