અધ્યાય-૧૫૪-હિડિમ્બનો વધ
II वैशंपायन उवाच II प्रबुद्वास्ते हिडिम्बाय रूपं द्रष्टात्तिमानुपम् I विस्मिताः पुरुषव्याघ्रा वभूवुः पृथया सह II १ II
વૈશંપાયન બોલ્યા-જાગરાત થયેલા તે પુરુષસિંહો (પાંડવો) અને કુંતી(પૃથા) તે હિડિમ્બાનું માનવરૂપ જોઈ વિસ્મિત થયાં.પછી કુંતીએ તેને કહ્યું કે-'હે દેવકન્યા જેવી ઉત્તમાંગી,તું કોણ છે?કોની પુત્રી છે? શા માટે ને ક્યાંથી તારું અહીં આવવું થયું છે?તું વનદેવી છે કે અપ્સરા છે? તું અહીં કેમ ઉભી છે? તે તું મને કહે.(1-4)