અધ્યાય-૨-શ્રીકૃષ્ણનું દ્વારકાગમન
II वैशंपायन उवाच II उपित्वा खाण्डवप्रस्थे सुखवासं जनार्दनः I पाथै: प्रीतिसमायुक्तै: पुजनार्होSभिपूजितः II १ II
વૈશંપાયન બોલ્યા-'હવે,પૂજનીય જનાર્દને,પ્રીતિયુક્ત પાંડવો સાથે વાસ કરીને તથા તેમનાથી સત્કાર પામતા રહીને,પિતાના દર્શનની ઈચ્છાથી દ્વારકા જવાનો નિર્ણય કર્યો.તેમણે ધર્મરાજ અને કુંતીની આજ્ઞા લીધી,ને ફોઈ કુંતીના ચરણમાં મસ્તક ઢાળી પ્રણામ કર્યા.પછી તે ભગિની સુભદ્રાને મળ્યા,ત્યારે સુભદ્રાએ,વારંવાર શિર નમાવી નમસ્કાર કર્યા ને સ્વજનોને ઉદ્દેશીને કુશળ સમાચાર કહેવડાવ્યા.ત્યારે બાદ,દ્રૌપદી અને ધૌમ્યને મળીને,
અર્જુન અને ભાઈઓ પાસે આવ્યા,ત્યારે પાંચે પાંડવો તેમને વીંટળાઈને તેમને ભેટી રહ્યા.



