ઉદાસીન અને મધ્યમ રાજાઓ પ્રત્યે તમે યથાયોગ્ય વૃત્તિ રાખો છો ને? તમે તમારા જેવા,વૃદ્ધ,શુદ્ધ,કાર્ય-અકાર્ય માં શક્તિવાળા,કુલીન અને તમારામાં પ્રીતિવાળા-એવાઓને મંત્રીઓ કર્યા છે ને? કેમ કે મંત્રી જ રાજાના વિજયની ગુપ્ત ચાવી છે.મંત્રણાઓને સારી રીતે ગુપ્ત રાખનારા અને શાસ્ત્રમાં વિશારદ એવા અમાત્યોથી સુરક્ષિત રહેલા તમારા રાજ્યને શત્રુઓ રંજાડતા નથી ને? તમે નિંદ્રાને આધીન ન રહેતા પાછલી રાત્રે જાગ્રત થાઓ છો ને?
ને પાછલી રાતે તમે યોગ્ય-અયોગ્યનું ચિંતન કરો છો ને? (30)