વિદ્યાવાન,વિનયવાન,અને જ્ઞાનકુશળ માણસોને તમે ગુણ પ્રમાણે યોગ્ય દાન સત્કાર કરો છો ને?
હે ભરતોત્તમ,તમારા માટે પ્રાણદાન કરનારા અને આપત્તિમાં આવી પડેલા માણસોની સ્ત્રીઓનું તમે ભરણપોષણ કરો છો ને? ભયવાળા,શક્તિહીન થયેલ,શરણે આવેલ અને યુદ્ધમાં હારેલા શત્રુને તમે પુત્રની જેમ પાળો છો ને?
શત્રુને સ્ત્રી,જુગાર આદિ દશ વ્યસનોમાં પડેલો જોઈને,તમારા મંત્ર,ભંડાર ને ઉત્સાહ- એ ત્રણ બળ પર વિચાર કરીને,જો તે દુર્બળ હોય તો તેના પર. તમે વેગપૂર્વક આક્રમણ કરો છો ને? હે પરંતપ,શત્રુ રાજ્યના મોટામોટા યોદ્ધાઓને તમે ગુપ્ત રીતે યોગ્યતા પ્રમાણે રત્નો વહેંચો છો ને? (62)




