અધ્યાય-૯-વરુણની સભાનું વર્ણન
II नारद उवाच II युधिष्ठिर सभा दिव्या वरुणस्यमित्रप्रभा I प्रमाणेन यथा याभ्या शुभप्राकारतोरणा II १ II
નારદ બોલ્યા-હે યુધિષ્ઠિર,વરુણની સભા દિવ્ય,અમાપ તેજસ્વી,યમરાજની સભાના જેવી પ્રમાણવાળી,અને
સુંદર કોટો અને દ્વારોવાળી છે.વિશ્વકર્માએ તેને જળની ભીતર ઘડી છે,દિવ્ય,રત્નમય,ફળો તથા પુષ્પો આપનારા વૃક્ષોથી,તેમ જ અનેક રંગની મંજરીઓની જાળો ને ગુચ્છાઓથી તે શોભી રહી છે.તેમાં અવર્ણ્ય દેહવાળાં
અને મધુર ટહુકાઓ કરનારાં સેંકડો પક્ષીઓ છે.વરુણે રક્ષેલી તે સભા સુખદ સ્પર્શવાળી છે.
તેમાં ભવનો અને આસનો છે અને તે શ્વેત તથા રમણીય છે.(5)




