અધ્યાય-૧૮-જરા રાક્ષસીનું આત્મકથન
II राक्षस्युवाच II जरानास्मि भद्रं ते राक्षसी कामरूपिणी I तव वेश्मनि राजद्र पूजिता न्यवसं सुखम् II १ II
રાક્ષસી બોલી-હે રાજેન્દ્ર,તમારું મંગલ થાઓ,ઇચ્છારૂપ ધારણ કરનારી હું જરા નામે રાક્ષસી છું ને તમારા ભવનમાં સુખપૂર્વક અને પૂજાસહિત રહું છું.હું મનુષ્યોને ઘેરઘેર ગૃહદેવીને નામે રાહુ છું,પૂર્વે મને બ્રહ્માએ ઉત્પન્ન કરી છે.
મને દિવ્યરૂપવતીને દાનવોના વિનાશ માટે સ્થાપવામાં આવી છે.પુત્રવતી ને યૌવનભરી એવી મારી પ્રતિમાને જે ભક્તિપૂર્વક દીવાલ પર આલેખે છે તેના ઘરમાં મંગલવૃદ્ધિ થાય છે.અને તેમ કરે નહિ તો તેનો વિનાશ થાય છે.