અધ્યાય-૪૬-વ્યાસનું સૂચન અને યુધિષ્ઠિરની પ્રતિજ્ઞા
II वैशंपायन उवाच II समाप्ते राजसूये तु ऋतुश्रेष्ठे सुदुर्लभे I शिष्यै परिवृतो व्यासः पुरस्तान्समपद्यत II १ II
વૈશંપાયન બોલ્યા-અતિ દુર્લભ એવો રાજસૂય યજ્ઞ પૂરો થયો ત્યારે,શિષ્યોથી ઘેરાયેલા વ્યાસજી,યુધિષ્ઠિર પાસે આવ્યા.તેમને આવતા જોઈ,યુધિષ્ઠિર આસન પરથી એકદમ ઉભા થઇ,તેમને સામે લેવા ગયા,ને તેમને પાદ્ય-આસન આપીને તેમનું પૂજન કર્યું.સુવર્ણના આસન પર વિરાજીને વ્યાસજી બોલ્યા-'હે કુંતીનંદન,આનંદની વાત છે કે -દુર્લભ સામ્રાજ્ય પ્રાપ્ત કરીને તારી વૃદ્ધિ થાય છે,તેં સર્વ કૃરૂઓને ચડતી અપાવી છે.હવે હું તારી રજા માગું છું,હું અહીંથી કૈલાસ તરફ જવા માગું છું' ત્યારે યુધિષ્ઠિર તેમને કહેવા લાગ્યા કે -




