Aug 18, 2023

Gita-Saar-Gujarati-ગીતાસાર-ગુજરાતી

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-273

 
અધ્યાય-૬૬-વિદુરનાં હિતવચન 

II दुर्योधन उवाच II ए हि क्षत्तद्रौपदीमानयस्य प्रियां भार्या संमतां पाण्डवानां I 

समार्जतां वेश्म परैतु शीघ्रं तत्रास्तु दासीर्भिर पुण्यशीला II १ II

દુર્યોધન બોલ્યો-એ વિદુર,અહીં આવો.તે પાંડવોની પ્રિય અને માનીતી પત્ની દ્રૌપદીને 

અહીં લઇ આવો.તિરસ્કારથી આણેલી તે દ્રૌપદી,ઝટ અમારા ઘરમાં દાસી તરીકે વાસીદું કરે 

ને એ પાપિણી,જ્યાં દાસીઓ રહે છે ત્યાં એમની સાથે ભલે રહે.

Aug 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-272

 
અધ્યાય-૬૫-યુધિષ્ઠિર દ્રૌપદી હાર્યા 

II शकुनिरुवाच II बहु वित्तं पराजैपिः पांडवानां युधिष्ठिर I आचक्ष्व वित्तं कौन्तेय यदि तेSस्तस्यपराजितम् II १ II

શકુનિ બોલ્યો-હે યુધિષ્ઠિર,તમે પાંડવોનું ઘણું ધન હારી ચુક્યા છો,

જો હજુ તમારી પાસે ન હાર્યું એવું કોઈ ધન હોય તો બોલો.

યુધિષ્ઠિર બોલ્યા-હે સુબલપુત્ર,મારી પાસે જે અસંખ્ય ધન છે તે હું જાણું છું,તું મને ધન વિષે શા માટે પૂછે છે?

ચાલ હવે,દશલાખ શંકુ,પદ્મ,અર્બુદ,ખર્વ,શંખ,નિખર્વ,મહાપદ્મ,કોટિઓ,મધ્ય ને પરાર્ધ-આદિ ધનનો દાવ નાખ.

આ સાંભળીને છળનો આશ્રય કરનારા શકુનિએ પાસા નાખ્યા ને બોલ્યો-'એ બધું મેં જીતી લીધું' (5)

Aug 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-271

અધ્યાય-૬૪-દુર્યોધનનાં દુર્વાકયો ને વિદુરનો હિતોપદેશ 

II दुर्योधन उवाच II परेपामैव यशसाश्लाघसे त्वं सदा क्षतः कुत्सयनधार्ताराष्ट्रान I 

जानीमहे विदुर यत्प्रियस्तवं वालानिवास्मानवमन्यसे नित्यमव II १ II

દુર્યોધન બોલ્યો-હે વિદુર,તમે દાસીપુત્ર,અમારા શત્રુઓનાં સદા કીર્તિગાન કરો છો ને અમારી નિંદા કરો છો.

અમે જાણીએ છીએ કે તમને કોણ વહાલા છે? એટલે અમે મૂરખા હોઈએ તેમ તમે અમને અવગણો છો.

અમારો પરાજય ઈચ્છો છો.તમને અમારા પ્રત્યે જે દ્વેષ છે તેના કરતાં વિશેષ,તમે વાણીથી જાહેર કરો નહિ.

જાણે અમે સાપને (તમને)ખોળામાં રાખ્યા છે,વળી,બિલાડાની જેમ તમે પોષણ કરનારને જ હણો  છો.

Aug 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-270

 
અધ્યાય-૬૩-વિદુરનાં હિતવચન (ચાલુ)

II विदुर उवाच II 

ध्युतं मूलं कलहस्याम्युपैति मिथोभेदं महते दारुणाय I तथा स्थितोय् धृतराष्ट्रस्य पुत्रो दुर्योधनः सृजते वैरमृगम्  II १ II

વિદુર બોલ્યા-જૂગટું કજિયાનું મૂળ છે,તે પરસ્પરમાં ભેદ પડાવે છે,ને આ ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધનનું આ કૃત્ય,

મહાદારુણ ભય લાવશે ને ઉગ્ર વેર ઉભું કરશે.પ્રતીપવંશી શાંતનુ વંશજો ને બાહલીક રાજસમૂહો,એ સર્વ 

આ દુર્યોધનના અપરાધથી ક્લેશમાં પડશે.જેમ,બળદ મદમાં ગાંડો થઈને પોતાનાં જ શિંગડાંને ભરાવીને 

પોતે ઉખેડે છે,તેમ,આ દુર્યોધન મદે ભરાઈને રાષ્ટ્રમાંથી સુખમંગલનો નાશ કરશે.હે રાજન,જે વીર 

અને વિદ્વાન હોવા છતાં,પોતાની બુદ્ધિને અવગણે છે,ને બીજાની ઈચ્છાને અનુસરે છે,તે સમુદ્રમાં 

નાદાન સુકાનીવાળી હોડીમાં બેસનારા પુરુષની જેમ સંકટમાં આવી પડે છે (4)