II वैशंपायन उवाच II तमागतमथोराजा विदुरं दीर्घदर्शनम् I साशंक इव पप्रच्छ धृतराष्ट्रोSम्बिकासुत II १ II
વૈશંપાયન બોલ્યા-હવે,આવી પહોંચેલા,તે દીર્ઘદર્શી વિદુરેને અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્રે શંકાશીલ થઇ પૂછ્યું કે-
'હે વિદુર,પાંચે પાંડવ ભાઈઓ,દ્રૌપદી ને ધૌમ્ય ઋષિ,એ બધાં કેવી રીતે વનમાં જઈ રહ્યાં છે?
તે હું સાંભળવા ઈચ્છું છું,તમે તેમની તમામ ચેષ્ટાઓ મને કહો.(3)
વિદુર બોલ્યા-યુધિષ્ઠિર,વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકીને જાય છે,ભીમ વારંવાર પોતાના બે વિશાળ હાથોને જોતો જોતો જાય છે,અર્જુન પગથી રેતી ઉડાવતો ઉડાવતો યુધિષ્ઠિરને અનુસરી રહ્યો છે,સહદેવ મુખને લપેટા
લગાવીને ચાલે છે ને નકુલ સર્વાંગે ધૂળ ચોળીને વિહ્વળ ચિત્તે યુધિષ્ઠિરને અનુસરી રહ્યો છે,કૃષ્ણા,પોતાના
મુખને વાળોથી ઢાંકીને રોતી રોતી રાજાની પાછળ ચાલે છે.ને ધૌમ્ય મુનિ હાથમાં દર્ભ લઈને
યમદેવતાના ભયંકર સામમંત્રો ગાતા ગાતા માર્ગ પર ચાલ્યા જાય છે (8)


