અધ્યાય-૭-દુર્યોધન અને અર્જુન શ્રીકૃષ્ણ પાસે ગયા
II वैशंपायन उवाच II पुरोहितं ते प्रस्थाप्य नगरं नागसाहवयम् I दुतानप्र्स्थापयामासु: पार्थिवेभ्यस्ततस्तत II १ II
વૈશંપાયન બોલ્યા-એ પ્રમાણે દૂતને હસ્તિનાપુર મોકલ્યા પછી,પાંડવોએ ઠામઠામના રાજાઓની પાસે દૂતો મોકલ્યા.પછી,શ્રીકૃષ્ણને બોલાવવા અર્જુન પોતે જ દ્વારકા ગયો.તે જ દિવસે દુર્યોધન પણ દ્વારકા ગયો હતો.
બંનેએ એક જ વખતે દ્વારકામાં શ્રીકૃષ્ણના મહેલમાં પ્રવેશ કર્યો ત્યારે શ્રીકૃષ્ણ સૂતા હતા.પ્રથમ દુર્યોધને પ્રવેશ કર્યો અને શ્રીકૃષ્ણના ઓસીકા તરફના મુખ્ય આસન પર બેઠો.અર્જુને પાછળથી પ્રવેશ કર્યો અને બે હાથ જોડીને નમ્ર બનીને શ્રીકૃષ્ણના પગ આગળ ઉભો રહ્યો.