Dec 1, 2012

રામાયણ-૨૨

      PREVIOUS PAGE
     NEXT PAGE

દશરથ ને વંદન કરી રામજી કૌશલ્યા મા ને વંદન કરવા આવ્યા છે.
કૌશલ્યા એ બધું સાંભળ્યું-પણ ધીરજ ધારણ કરી ને બોલ્યાં-
બેટા ભરત રાજા બને અને તું વનમાં જાય તેમાં કોઈ વાંધો નથી, કૈકેયી ના મનમાં ભલે વિષમતા હોય-
પણ મારા મનમાં કોઈ વિષમતા નથી, મને ચિંતા એક જ છે-કે 
તારા વિના તારા પિતાનું શું થશે ?
ભરત નું અને અયોધ્યા નું શું થશે ? તારો વિયોગ ભરત થી સહન થશે નહિ.
બેટા, હું તારી સાથે આવું,પણ પતિવ્રતા નો ધર્મ મને ના પડે છે.વનદેવ અને વનદેવી તારું રક્ષણ કરશે.

તે જ વખતે સીતાજી ત્યાં આવ્યા છે-સાસુજી ને વંદન કરી ધરતી પર નજર રાખી ને ઉભાં છે.
કૌશલ્યા મા કહે છે-કે-બેટા, તારે વન માં જવું હોય તો જા,પણ મારી સીતા મારી પાસે રહેશે,મારો દીકરો દુઃખી થાય તો વાંધો નહિ પણ મારા ઘરે પારકી દીકરી આવી છે તે કોઈ રીતે દુઃખી ન થવી જોઈએ,
તેનું તો મારે પલકો જેમ આંખ નું રક્ષણ કરે છે-તેમ રક્ષણ કરવાનું છે.તારા પિતાની એવી આજ્ઞા છે.
વળી તે ઘરમાં હશે-તો મને તેનો આધાર રહેશે.

રામજી સીતાજી ને કહે છે-સાસુ-સસરાની સેવા કરવી એ તમારો ધર્મ છે.વનવાસ મારા માટે માગ્યો છે.
સીતા મનમાં વિચારવા લાગ્યા-કે –
પ્રાણનાથ ની સાથે શરીર અને પ્રાણ બંને જશે કે કેવળ એકલા પ્રાણ જશે.
સીતાજી ધીરજ ધારણ કરી બોલ્યાં.”આપે સુંદર ઉપદેશ આપ્યો,પણ સ્ત્રીનો આધાર કેવળ એક તેના પતિ છે.
સ્ત્રીના માટે પતિ પરમાત્મા છે.મારા પતિ વિના સ્વર્ગ પણ નરક સમાન છે,તમે જ્યાં જશે ત્યાં હું આવીશ.
તમે વન માં દુઃખ સહન કરો અને હું રાજમહેલ માં સુખ ભોગવું-તે મારો ધર્મ નથી.મારો ત્યાગ ન કરો.
તમને એવી ખાતરી હોય કે તમારાં વિયોગમાં સીતા ચૌદ વર્ષ જીવશે –તો મને ઘરમાં રહેવા આજ્ઞા આપજો.
વધારે શું કહું ?નાથ તમે તો અંતર્યામી છો.”

રામચંદ્રજી એ વિચાર્યું-કે વધારે આગ્રહ કરીશ તો તે પ્રાણ-ત્યાગ કરશે. એટલે કહ્યું-
દેવી,હું તમને વન માં સાથે લઇ જઈશ.
કૌશલ્યા કહે છે-બેટા,એક ક્ષણ પણ સીતા ને અળગી મુકીશ નહિ,તમારી જોડી ને હું  હવે કયારે જોઇશ ?

તે વખતે લક્ષ્મણજી પણ ત્યાં આવ્યા છે,અતિ ગુસ્સા માં છે. બોલે છે-કે-
દશરથ મહારાજ સ્ત્રી ને આધીન છે,તેમના વચન માં વિશ્વાસ રાખવો યોગ્ય નથી,હું રામ નો રાજ્યાભિષેક કરીશ, રાજ્યાભિષેક માં કોઈ વિઘ્ન આવશે તો હું તેને મારી નાખીશ.
રામજી લક્ષ્મણ ને સમજાવે છે-લક્ષ્મણ ,ક્રોધ કરીશ નહિ,આ બધું દેખાય છે-તે મિથ્યા છે,કોણ રાજા અને કોણ પ્રજા ?રાજ્ય નું સુખ તુચ્છ છે,સંસારનું સુખ વીજળીના ચમકારા જેવું ક્ષણિક છે,સત્ય ને માટે પ્રયત્ન કરવો તે જ યોગ્ય છે. તારે સર્વનું રક્ષણ કરવાનું છે,માતપિતાની સેવા કરવા તારે ઘરમાં રહેવાનું છે.

લક્ષ્મણ કહે છે-મારે મન તો તમે જ મારા માતપિતા છો.આપ મારો ત્યાગ કરશો તો હું કોને શરણે જઈશ ?
મારો ત્યાગ ન કરો,હું સીતારામ સિવાય જીવી શકીશ નહિ.હું તમારી સાથે વન માં આવીશ.
તમને એકલા હું વનમાં જવા દઈશ નહિ.

રામજી જાણતા હતા કે લક્ષ્મણ રામસીતા વગર જીવી શકે નહિ.એટલે લક્ષ્મણ ને કહ્યું-કે-
તમે મા સુમિત્રા ની આજ્ઞા લઇ આવો.
લક્ષ્મણજી મા સુમિત્રા પાસે આવ્યા છે.માતાજી ને સંક્ષેપ માં કથા કહી સંભળાવી અને કહે છે-કે-
મા મને રામજી સાથે જવાની આજ્ઞા આપો.
સુમિત્રા કહે છે-કે-બેટા તને જ્યાં સુખ લાગે ત્યાં તું જઈ શકે છે,તારું સુખ રામજી ના ચરણ માં છે.
અનન્ય ભાવે રામસીતાજી ની સેવા કરજે.

ઉર્મિલા (લક્ષ્મણ ના પત્ની) તે વખતે ત્યાં આવ્યા છે,એક શબ્દ મનથી બોલી શક્યાં નહિ,
મનથી પતિદેવ ના ચરણો માં વંદન કર્યા છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૨૧

      PREVIOUS PAGE
     NEXT PAGE

મંથરા કહે છે-રામ તો આનંદ માં જ હોય ને ?
રામનો તેમના પિતા આવતી કાલે રાજ્યાભિષેક કરે છે.
રામ ના સમાચાર સાંભળી કૈકેયી પોતાનો ચંદ્રહાર ઉતારી મંથરા ને આપ્યો. કૈકેયી અતિ ભોળી છે.
મંથરા એ હાર ફેંકી દીધો. કૈકેયી ને આશ્ચર્ય થયું-તે પૂછે છે-
મારા રામનો રાજ્યાભિષેક થાય,તેથી મને અતિઆનંદ થાય છે,પણ તને 
આટલું દુઃખ કેમ થાય છે ? સૂર્યવંશની રીત છે-કે-મોટો પુત્ર ગાદી પર બેસે.

મંથરા એ ધરતી પર પડતું મુક્યું,ખોટી રીતે મૂર્છા માં પડી છે, નવી રીતે નવું નાટક ચાલુ કર્યું.
મંથરા હવે કહે છે-કે-રામ રાજા થાય કે ભરત રાજા થાય મને શું મળવાનું છે ? હું તો દાસી જ રહેવાની છું.
મારો સ્વાર્થ નથી પણ તારું બગડે છે –તે સુધારવા આવી છું, પણ હું જ ખરાબ છું, હવે હું નહિ બોલું.

કૈકેયી વિચારે છે-કે-આ બોલે છે તે કંઈ ખોટું લાગતું નથી,રામ રાજા થાય કે ભરત રાજા થાય તેમાં
તેનો શું સ્વાર્થ ? લાગે છે કે તેના મન માં કંઈક છે તે-તે કહેવા આવી લાગે છે.
કૈકેયી મંથરા પાસે આવી અને મંથરાની પીઠ પર હાથ ફેરવવા લાગી.
જેવો મંથરાને સ્પર્શ કર્યો-કે તેની બુદ્ધિ બગડી છે.મંથરામાંના કલિ એ કૈકેયીમાં પ્રવેશ કર્યો છે.
સ્પર્શ કર્યો નહોતો ત્યાં સુધી તેની બુદ્ધિ બગડી નહોતી.

મંથરા કહે છે-તારું એંઠું મેં ખાધું,તારાં કપડાં પહેર્યા,મને તો બોલતાં પણ બીક લાગે છે,મારે કંઈ નથી કહેવું.
પણ તારું બગડે તે મારાથી જોવાતું નથી,
કૈકેયી હવે કહે છે-કે-“તું જે કહે તે હું કરવા તૈયાર છું.”  મંથરા કૈકેયી ને ખુબ વહાલી હતી.
મંથરા ને જયારે ખાતરી થઇ કે કૈકેયી હવે તેને આધીન થઇ છે-એટલે તે કહે છે-કે-
“તેં મને કહ્યું હતું કે રાજા દશરથ ના બે વરદાન તારી પાસે છે-તે માગી લે.
એક તો ભરત ને ગાદી અને રામ ને ૧૪ વર્ષ નો વનવાસ”

કૈકેયી ભોળી છે-પણ કુસંગ થી કૈકેયી નુ જીવન બગડ્યું.
કુસંગ થી મનુષ્ય દુઃખી થાય છે-સત્સંગ થી મનુષ્ય સુખી થાય છે.
રોજ ના નિયમ પ્રમાણે રાજા દશરથ કૈકેયી ના મહેલ માં આવે છે-રાજા કૈકેયી ને આધીન છે,
શાસ્ત્ર માં લખ્યું છે-કે જે પુરુષ સ્ત્રી ને અતિ આધીન રહે છે-તે દુઃખી થાય છે.
દશરથ રાજા ના દુઃખ ની શરૂઆત થઇ છે. યેનકેનપ્રકારેણ કૈકેયીએ તેના બે વરદાન માગ્યા છે.
દશરથ રાજાને મૂર્છા આવી છે.

બીજા દિવસે સવારે દશરથ જાગ્યા નથી એટલે રામ દોડતા ખબર કાઢવા આવ્યા છે.
કૈકેયી ને વંદન કરીને પૂછે છે-બાપુ ને શું થયું ?મને ખબર કેમ ના આપી ?
કૈકેયી કહે છે-“તારા પિતાના દુઃખ નુ કારણ તું છે” એમ કહી આખી વાત કહી સંભળાવી.

રામજી કૈકેયી ને વંદન કરી ને કહે છે-મા- મારો ભરત રાજા થાય તે સાંભળી મને આનંદ થાય છે.
તમારો મારા પર ભરત કરતાં પણ અધિક પ્રેમ છે. મને ઋષિ-મુનિઓ નો સત્સંગ થાય-અને મારું કલ્યાણ
થાય –તે માટે તમે વનમાં મોકલો છો-તેનાથી વધુ સારું શું ?હું વન માં જઈશ. આવી નાનકડી વાતમાં
પિતાજી ને આટલું દુઃખ કેમ થાય છે ?

કૈકેયી ની નિષ્ઠુરતા ની હદ થઇ છે.
મંત્રીએ દશરથ રાજાને થોડા બેઠા કરી ને કહે છે-તમારો રામ તમને વંદન કરે છે.
રામ શબ્દ સાંભળતા જ –દશરથે આંખો ખોલી,બે હાથ લંબાવી રામને છાતી સરસો ચાંપે છે-
“રામ મને છોડી ને જઈશ નહિ” તે વધુ કંઈ બોલી શક્યા નહિ.

રામજી પિતાને સમજાવે છે-આપ તો ધર્મધુરંધર છો,આપને કોણ સમજાવી શકે ? મહાપુરુષો પ્રાણ ના ભોગે
ધર્મ નુ પાલન કરે છે.ચૌદ વર્ષ નો સમય જલ્દી પુરો થઇ જશે,અને આપનાં દર્શન કરવા આવીશ.
તમારાં આશીર્વાદ થી વન માં પણ મારું કલ્યાણ થશે.

રામચંદ્રજી એ આશ્વાસન આપ્યું છે,દશરથજી,માત્ર રામ-રામ એટલું બોલે છે-અને આંખમાંથી આંસુ નીકળે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૨૦

      PREVIOUS PAGE
     NEXT PAGE

અયોધ્યાના લોકોને રામના રાજ્યાભિષેક ની ખબર પડી છે,બધાને અતિ આનંદ થયો છે,
પણ દેવો ને દુઃખ થયું છે.
તેનું એક કારણ હતું-તેઓ ને થયું કે- જો રામ રાજગાદીએ વિરાજશે તો રાવણ ને કોણ મારશે ?
દેવો એ વિઘ્નેશ્વરી દેવીનુ  આહવાન કર્યું છે. દેવીને કહ્યું-કે-અયોધ્યા જઈ તું રાજ્યાભિષેક માં વિઘ્ન કર.
રામજી ને સુખ-દુઃખ થવાનું નથી.તે તો આનંદરૂપ છે.દશરથરાજા ને સદગતિ મળવાની છે.

મહાત્માઓ કહે છે-કે-કોઈ સર્વ રીતે સુખી થાય તે “કાળ” ને પણ ગમતું નથી.
દશરથજી બહુ સુખી છે-તો તેમને “કાળ” ની નજર લાગી.
સંસાર નો નિયમ છે-કે-સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ.
“કાળ” વિઘ્નેશ્વરી માં પ્રવેશ કરે છે.વિઘ્નેશ્વરી વિચાર કરે છે-કે “હું ક્યાં જાઉં ?કોના શરીર માં જાઉં ?”

વિચાર કરતાં તેની નજર મંથરા પર પડી છે. મંથરા કૈકેયી ની દાસી છે. મંથરા માં વિઘ્નેશ્વરી એ પ્રવેશ કર્યો. મંથરા અયોધ્યા ની સજાવટ જોઈને કોઈ ને પૂછે છે-આ શાની તૈયારી ચાલે છે ?
લોકો એ કહ્યું –તને ખબર નથી? આવતીકાલે રામ નો રાજ્યાભિષેક છે.

કોઈ મહાત્મા ઓ કહે છે-કે- કૌશલ્યા ની થોડી ભૂલ થઇ હતી તેથી રાજ્યાભિષેક માં વિઘ્ન આવ્યું.
કૌશલ્યા એ પોતાની દાસી જયારે –રામના રાજ્યાભિષેક ના સમાચાર  લાવે છે-ત્યારે તેનું સન્માન કર્યું.
અને મોતી ની માળા આપી. પણ તે કૈકેયી ની દાસીનું સન્માન કરવાનું ભૂલી ગયા છે.
કૌશલ્યા ની દાસી ને જયારે મંથરા મળે છે-ત્યારે તે પૂછે-છે-કેમ આટલી આનંદ માં છે ?
તો કૌશલ્યા ની દાસી કહે છે-કે-રામ રાજા થવાના છે-જો મને કેવી મોતીની માળા મળી છે !!
હું કૌશલ્યાની દાસી છું એટલે મને માન મળ્યું-પણ તને તો કંઈ મળ્યું નહિ,તું તો કૈકેયી ની દાસી છે.
અને આમ જયારે મંથરાને એમ ખબર પડે છે-કે પોતાનું  સન્માન થયું નથી-એટલે તે ઈર્ષા થી જલી ઉઠે છે.

વ્યવહાર માં સામાન્ય ભૂલ થાય તો સજા થાય છે,
પણ પરમાર્થ માં કદાચ મોટી ભૂલ થાય તો પણ પ્રભુ ક્ષમા કરે છે. પરમાર્થ સહેલો છે.વ્યવહાર કઠણ છે.
વ્યવહારમાં થોડી પણ ભૂલ થાય તો લોકો ક્ષમા આપતા નથી.વ્યવહાર માં બહુ સાવધાની ની જરૂર છે.
કૌશલ્યા એ મંથરાને બોલાવી તેનું સન્માન કર્યું હોત તો –કોઈ મોટું તોફાન થાત નહિ.
જેમ ગૃહસ્થાશ્રમી ઓ ને વ્યવહાર કરવો પડે છે-તેમ સાધુ મહાત્મા ને પણ મુઠી ચણા ની જરૂર છે-ત્યાં સુધી
વ્યવહાર કરવો પડે છે.શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવો પડે છે, પણ
વ્યવહાર કરતાં કરતાં તે વ્યવહાર માં મળી જવાનું નથી, જોડે જોડે આત્મ-સ્વ-રૂપ નુ અનુસંધાન રાખવાનું છે. મન ના સૂક્ષ્મ ભાગ ને પરમાત્મા માં પરોવી રાખવાનું છે.મન નો સ્થૂળ-ભાગ ભલે વ્યવહાર માં હોય....

પનિહારીઓ પાણી ભરીને પાછી વળે-ત્યારે તેમના માથા પર ત્રણ દેગડા,એક હાથમાં ઘડો અને બીજા હાથમાં દોરડું,હોય –ત્યારે એક બીજી સાથે અલકમલક ની વાતો કરતી હોય-તો પણ બેડું –માથેથી પડી જતું નથી,કારણ તેનું સ્થૂળ મન વાતો માં હોય છે-પણ સૂક્ષ્મ મન માથા પરના દેગડા માં હોય છે.
આવી જ રીતે વ્યવહાર કરતાં ભગવાન ને ભૂલવાના  નથી,તો જ વ્યવહારમાં સફળતા મળે.

કૌશલ્યા ની દાસીએ મહેણું માર્યું અને મંથરા ના હૃદય માં ઈર્ષાનો અગ્નિ પ્રગટ થયો.
મંથરા કૈકેયી પાસે આવી રડવા લાગી અને નાટક કર્યું છે. કંઈ બોલતી નથી અને નિસાસા નાખે છે.

શાસ્ત્ર માં એવું લખ્યું છે-કે-પતિવ્રતા સ્ત્રીને –પુત્ર કરતાં સો ગણો વધારે પ્રેમ પતિમાં હોવો જોઈએ.
પતિનું કુશળ પહેલા પૂછવું જોઈએ –પણ અહીં =
કૈકેયીને રામના ઉપર પતિ કરતાં પણ અધિક પ્રેમ છે,એટલે પૂછે છે-તું કેમ રડે છે ? રામ તો કુશળ છે ને ?

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૧૯

      PREVIOUS PAGE
     NEXT PAGE

સીતાજી, સાક્ષાત મહાલક્ષ્મી-લગ્ન પછી જનકપુરી છોડીને રામજી ની જોડે- જાય છે.
અયોધ્યામાં ચારે ભાઈઓ લગ્ન કરીને પાછા આવ્યા ત્યારે-કૌશલ્યા મા એ ચારે ને વધાવ્યા છે.

અયોધ્યા પાછા આવ્યા પછી,દશરથરાજાએ રાણીઓ ની રૂબરૂ માં જનકરાજાના બહુ વખાણ કર્યા.
સીતાજી તે સાંભળે છે.કન્યા ના માતપિતાના વખાણ કરો તો કન્યા રાજી થાય છે.
દશરથ રાજાએ એવી આજ્ઞા કરી છે-કે-આ પારકી કન્યા આપણે ઘેર આવી છે-તેનું રક્ષણ-પાંપણો જેમ
આંખનું રક્ષણ કરે છે-તેમ કરજો. તેને બરોબર સાચવજો.હવે એ આપણી દીકરી બની છે.

અયોધ્યાની પ્રજા સીતારામ ને નિહાળે છે.અતિશય આનંદ થયો છે.
આનંદ ના દિવસો જતાં વાર લાગતી નથી. રામજી ૨૭ વર્ષના અને જાનકીજી ૧૮ વર્ષના થયા છે.

એક વાર દેવર્ષિ નારદ અયોધ્યા આવ્યા છે.રામજી એ નારદનું સ્વાગત કર્યું અને પૂછ્યું-કે-શું સેવા કરું ?
નારદજી કહે છે-કે-તમારાં સત્ય સ્વરૂપ ને હું જાણું છું,તમે જગત ને ગૃહસ્થાશ્રમ નો આદર્શ બતાવો છો.
તમે ભલે માન આપો,પણ તમે તો લીલા કરો છો. આજે બ્રહ્માજી ની પ્રેરણા થી આવ્યો છું.
રાવણ દેવો ને બહુ ત્રાસ આપે છે,તમારો રાજ્યાભિષેક થશે તો રાવણ નો વિનાશ કોણ કરશે ?
ભગવવાને કહ્યું-તમે ચિંતા ન કરો.આવતીકાલે હું લીલા કરીશ.

એક દિવસ દશરથજી રાજસભામાં વિરાજતા હતા,ત્યારે માથાનો મુગુટ જરા વાંકો થયો,સેવકો દર્પણ લાવ્યા.
રાજાએ દર્પણ માં જોયું તો મુગુટ વાંકો હતો,વિશેષ માં જોયું તો કાન ના ધોળા વાળ પણ દેખાણા.
કાન ના ધોળા વાળ અતિ વૃદ્ધાવસ્થા ની નિશાની છે.
દશરથે વિચાર્યું-કે “આ ધોળા વાળ મને બોધ આપે છે-કે-હું હવે વૃદ્ધ થયો છું,હું રામ ને રાજગાદીએ કેમ
બેસાડતો નથી ? સીતારામ નો રાજ્યાભિષેક થાય અને મારી આંખે નિહાળું, હવે આ એક જ ઈચ્છા છે.”

ઈચ્છા ઓ નો અંત આવતો નથી.પરંતુ ઈચ્છાઓ નો ત્યાગ કરી ભગવદ ભજન કરવું એ ઉત્તમ છે.

પરંતુ દશરથરાજા આ વાત જઈ ને કોને કહે ?દશરથ નુ રાજ્ય પ્રજાતંત્ર રાજ્ય છે.
મંત્રી અને મહાજનો ની સંમતિ સિવાય રામને ગાદી પર બેસાડી શકે નહિ.
દશરથે મહાજન અને મંત્રીઓ ને બોલાવ્યા  અને કહ્યું-
તમારાં સર્વની ઈચ્છા હોય તો આવતીકાલે રામનો રાજ્યાભિષેક કરું.
સુમંત મંત્રી એ કહ્યું-અમારી અને પ્રજાની પણ એ જ ઈચ્છા હતી,પણ સંકોચ ને કારણે બોલી શકતા નહોતા.
વશિષ્ઠ જી ને બોલાવ્યા અને તેમની પણ મંજૂરી લેવામાં આવી.અને શુભ મુહૂર્ત ની માગણી કરી.

વશિષ્ઠ જી જાણતા હતા કે –રામ કોઈ પણ મુહૂર્ત માં ગાદીએ બેસવાના નથી, એટલે તેમણે કોઈ દિવસ
આપ્યો નથી-અને કહ્યું-કે રામજી જે દિવસે ગાદીએ વિરાજે તે શ્રેષ્ઠ દિવસ છે.

વશિષ્ઠ ની ગૂઢાર્થ વાણી દશરથ સમજી શકતા નથી.અને કહે છે-કે આવતીકાલે જ દિવસ અતિઉત્તમ છે.
આવતીકાલે રામ નો રાજ્યાભિષેક થાય,બધી તૈયારીઓ ચાલુ કરો.
દશરથે વશિષ્ઠ ને વિનંતી કરી છે-કે આ વાત તમે જ રામજી ને જઈ કરો.

વશિષ્ઠજી રામજી પાસે આવી ને રાજ્યાભિષેક ની વાત કરે છે.
રામજી કહે છે-કે- મને એકલા ને ગાદી પર બેસાડશો? ના,ના –અમે ચારેય ભાઈઓ નો રાજ્યાભિષેક કરો.
વશિષ્ઠ કહે છે-કે-સૂર્યવંશ ની રાજનીતિ છે કે-જે જ્યેષ્ઠ (મોટો) પુત્ર હોય તે રાજા થઇ શકે છે.
તમે જ્યેષ્ઠ છો, સર્વ ની ઈચ્છા છે-કે તમે સીતા સાથે સિંહાસન પર વિરાજો.

આજે આખું ગામ શણગારવામાં આવ્યું છે,દશરથના હૃદય માં આનંદ સમાતો નથી.દશરથના જીવન માં
આ છેલ્લો દરબાર હતો. આ સૂર્યવંશી ગાદી છે-જે ગાદી ઉપર રઘુરાજા,ભગીરથ,દિલીપ વિરાજતા હતા-તે
ગાદીને દશરથ  પ્રણામ કરી કહે છે-કે-અત્યાર સુધી હું તારી ગોદ માં બેસતો હતો,હવે આવતીકાલથી
મારો રામ તારી ગોદ માં બેસશે, મારા રામનું તું રક્ષણ કરજે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૧૮

      PREVIOUS PAGE
     NEXT PAGE

સીતાજીએ વરમાળા પહેરાવવા હાથ ઉંચા કર્યા છે-પણ રામજી માથું નીચું કરતા નથી.
વિશ્વામિત્ર દોડતા ત્યાં આવ્યા છે-
રામજી કહે છે-કે લગ્ન થાય એવી મારી ઈચ્છા છે-પણ માતપિતાની આજ્ઞા વગર મારાથી લગ્ન ન થાય.
વિશ્વામિત્ર:-- મને કૌશલ્યા મા એ કહ્યું છે-કે –મારા રામજી ના લગ્ન થાય.
રામજી :-- પણ આ કન્યા સાથે લગ્ન થાય તેવી ક્યાં આજ્ઞા છે ?
વિશ્વામિત્ર:-- કૌશલ્યા મા એ સીતાજી ના ખુબ વખાણ સાંભળ્યા છે,તેઓની ઈચ્છા છે કે સીતા તેમની
પુત્રવધૂ થાય. હું સત્ય કહું છું,તમારાં માતપિતાની ઈચ્છા છે કે સીતા જોડે તમારાં લગ્ન થાય.
રામજી :-- પણ મારો લક્ષ્મણ કુંવારો છે,તેનો વિવાહ પહેલાં કરો.

રામ નાનાભાઈને ભૂલતા નથી. જગત રામજી ના જે વખાણ કરે તે ઓછાં છે.

જાહેર કરવામાં આવ્યું-કે-જનકરાજાને ત્યાં બીજી જે કન્યા છે-તેના લગ્ન લક્ષ્મણ સાથે થશે.
રામજી ને આનંદ થયો છે,રામજી એ વરમાળા ધારણ કરી.

જનકરાજા ના સેવકો ,કુમકુમ-પત્રિકા લઇ ને અયોધ્યા આવ્યા છે.
દશરથજી એ પત્રિકા હાથ માં લીધી, અને વાંચવા લાગ્યા.
“વૈદિક વિધિથી લગ્ન માટે આપ અયોધ્યાની પ્રજા સાથે જનકપુર આવો”

દશરથજી ને અતિ આનંદ થયો છે,હૃદય ભરાયું છે,
કુમકુમ-પત્રિકા લઈને આવેલા - જનકરાજા ના સેવકો ને નવલખો હાર આપવા લાગ્યા છે.

સેવકો કહે છે-હાર,અમારાથી લેવાય નહિ,અમે કન્યા પક્ષના છીએ.
દશરથજી કહે છે-કે-કન્યા તો જનકમહારાજની છે, તમે તો ઘરના નોકર છો,તમારે ભેટ લેવામાં શું વાંધો છે?
સેવકો કહે છે-હા, અમે નોકરો છીએ,પણ સીતાજી અમને નોકર માનતી નથી,અમને તે પિતાજી જેવા જ ગણે છે. સીતાજી ના અમે જેટલા વખાણ કરીએ તેટલાં ઓછાં છે.

બીજા દિવસે સવારે જ વશિષ્ઠ વગેરે સાથે દશરથજી એ જનકપુરી જવા માટે પ્રયાણ કર્યું છે.
જાન જનકપુરી આવી છે, જનકપુરી માં જાનનું સ્વાગત થયું છે, જનક અને દશરથ મળ્યા.
વિશ્વામિત્ર સાથે રામ-લક્ષ્મણ આવ્યા, રામ-લક્ષ્મણ પિતાને પ્રણામ કરે છે.

નારદજીએ લગ્ન નુ મુહૂર્ત આપ્યું છે-માર્ગશીર્ષ માસ –સુદ-૫ અને ગોરજ સમય.

આ સાધારણ લગ્ન નથી-કે આજે આવ્યા અને કાલે ચાલ્યા જાઓ.
ધનતેરસે જાન આવી છે- લગ્ન થયું છે-માર્ગશીર્ષ માસમાં.
અને જાન પાછી ગઈ છે-ફાગણ મહિના ની રંગપંચમીએ. આ તો રઘુનાથજી નુ લગ્ન છે.

રઘુનાથજી લગ્ન કરવા જાય છે-ત્યારે કામદેવ ઘોડો બનીને આવ્યો છે.
કામ ની છાતી પર ચડીને રામ લગ્ન કરવા જાય છે.
(સાધારણ માનવ લગ્ન કરવા જાય છે-ત્યારે કામ તેની છાતી પર ચડી બેસે છે)

પરમાનંદ થયો છે. ભગવાન રામ ને સુવર્ણસિંહાસને પધરાવ્યા છે.
બ્રાહ્મણો મંગલાષ્ટક બોલે છે. ચારે ભાઈઓ સાથે લગ્ન કરવા બેઠા છે.
એક એક કુમાર ને એક એક કન્યા નુ દાન કરવામાં આવ્યું છે.
રાજા જનક કહે છે-કે હું કન્યાનું દાન કરું છું.
રામજી કહે છે-“પ્રતિ ગૃહણામી” હું તેનો સ્વીકાર કરું છું. રામજી દાન સ્વીકારે છે,રામજી અતિ સરળ છે.

વિધિપૂર્વક રામ-સીતાનું લગ્ન થયું છે.

રંગમહોત્સવ થયા પછી-ત્યાંથી (જનક્પુરીથી) પરત અયોધ્યા આવવા પ્રયાણ કર્યું છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૧૭

      PREVIOUS PAGE
     NEXT PAGE

મોટા મંડપ ની અંદર સીતાજી નો સ્વયંવર રચાયો છે.વિશ્વામિત્ર,રામ-લક્ષ્મણ ની સાથે પધાર્યા છે.

જનકજી એ જાહેર કર્યું- પૃથ્વી ને નક્ષત્રી કરી,પરશુરામજીએ આ શંકર ભગવાનનું ધનુષ્ય મારા ઘરમાં
રાખ્યું છે,હજાર યોદ્ધાઓ ભેગા મળે ત્યારે જ આને ઉઠાવી શકે છે. મારી દીકરી સીતા –ત્રણ વર્ષની હતી –
ત્યારે આ ધનુષ્ય નો ઘોડો બનાવી ને રમતી હતી, માટે જે કોઈ આ ધનુષ્ય ને ઉઠાવશે,
અને તેની પણછ ચડાવશે-તેને હું મારી કન્યા પરણાવીશ.

તે સમયે આકાશમાર્ગે રાવણ જતો હતો –તેણે મોટો મંડપ જોયો,તેથી નોકરોને તેણે પૂછ્યું-કે-
આ શાનો મંડપ છે ? નોકરો એ કહ્યું –કે અહીં સીતાજી નો સ્વયંવર છે.
રાવણ ને આમંત્રણ નહોતું છતાં તે સ્વયંવરમાં આવ્યો છે.વિના કારણે તે-જનકરાજા જોડે ઝગડો કરવા
લાગ્યો છે. પોતાની આત્મ-પ્રસંશા કરતાં –કહે છે-કે-તમે લોકો મને ઓળખાતા નથી.શિવ-પાર્વતી ની સાથે
આખો કૈલાશ પર્વત મેં ઉઠાવ્યો હતો-તો આ જુના પુરાના ધનુષ્ય નો તો શું હિસાબ ?

કૈલાસમાં તે વખતે પાર્વતીજી શિવજી ને કહે છે-તમારા ચેલા રાવણ ને બહુ અભિમાન થયું છે-
રાવણ ધનુષ્ય ઉઠાવી ન શકે તેવો ઉપાય કરો. શિવજી ની આજ્ઞા થી-ત્રણસો શિવગણો –સૂક્ષ્મરૂપે
ધનુષ્ય ઉપર ચઢી બેઠા છે.

રાવણ ધનુષ્ય ઉઠાવવા નો પ્રયત્ન કરે છે-ત્રણસો શિવગણો સાથે નુ ધનુષ્ય ઉઠાવ્યું છે,સભામાં ચારે તરફ
જુએ છે-કે કોઈ તેની જય કેમ બોલાવતું નથી. રાવણે ઓગણીશ હાથ થી ધનુષ્ય ઉપાડ્યું છે-વીસમો હાથ
પીઠ પર રાખ્યો છે-તે જ વખતે શિવ-ગણો એ તેમની બધી તાકાત ભેગી કરી અને ધનુષ્ય રાવણ ની
છાતી પર પાડ્યું.રાવણ નીચે પડ્યો અને લોહી ઓકવા લાગ્યો,તેણે મૂર્છા આવી છે.

જનકરાજાએ તેના સેવકો ને કહ્યું-કે જોઈ શું રહ્યા છો ?બ્રાહ્મણ નો દીકરો છે તે મરી જશે તો અપશુકન થશે અને મારી દીકરી ના લગ્ન માં વિઘ્ન આવશે.
હજારો સેવકો કુદી પડ્યા અને –રાવણ ની છાતી પર થી ધનુષ્ય હટાવ્યું.
રાવણ ની આવી ફજેતી થી બીજા રાજાઓ સાવધાન થઇ ગયા-બધા વિચારે છે-કે આવા જબરા રાવણ થી જે
કાર્ય થઇ ન શક્યું તો આપણા થી તો કેવી રીતે થાય ?આપણો તો છેલ્લો વરઘોડો જ નીકળે.
એટલે બધા ડહાપણ ની વાતો- કહેવા લાગ્યા-કે અમે તો સ્વયંવર-લગ્ન જોવા જ આવ્યા છીએ.  
ધનુષ્ય ઉઠાવવા કોઈ પ્રયત્ન કરતુ નથી.
વિશ્વામિત્રે આજ્ઞા કરી એટલે રામજી ધનુષ્ય નો ભંગ કરવા જાય છે. વિશ્વામિત્ર ,શિવજી ને પ્રાર્થના કરે છે-
“તમને અભિષેક કર્યા વગર મેં પાણી પીધું નથી,મારો રામ ધનુષ્ય ઉઠાવવા જાય છે,મારા રામ માટે તમે
ધનુષ્ય ને હલકું બનાવજો.”
સીતાજી પ્રાર્થના કરે છે-કે-“ધનુષ્ય,હલકું-ફૂલ થજો”

રામજી શિવ-ધનુષ્ય ને વંદન કરે છે,અને ધનુષ્ય ને ઉઠાવી લીધું.વીજળી નો ચમકારો થયો,
પણછ ચઢાવવા જ્યાં ધનુષ્ય વાળ્યું-ત્યાં તેના બે ટુકડા થઇ ગયા છે.
લોકો અંજાઈ ગયા છે-કેવી રીતે ધનુષ્ય ઉઠાવ્યું,કેવી રીતે નમાવ્યું તે ખબર પણ પડી નથી.

સીતાજી એ વિજયમાળા હાથમાં લીધી છે,આઠ સખીઓ ડાબી બાજુ,આઠ સખીઓ જમણી બાજુ
મંગળગીતો ગાય છે. અને ધીરે ધીરે રામને માળા પહેરાવવા આવે છે.
રઘુનાથજી વિચાર કરવા લાગ્યા-માતપિતાની આજ્ઞા વગર મારે લગ્ન કરવાં નથી.
સીતાજી અતિ સુંદર છે-તેથી શું ?
અતિસુંદર રાજ-કન્યા વરમાળા અર્પણ કરવા આવી છે-પણ રામજી માતપિતાની આજ્ઞા વગર
વરમાળા પહેરવા તૈયાર નથી.
સીતાજી હાર પહેરાવવા બે હાથ ઉંચા કરી પ્રયત્ન કરે છે,
સીતાજી રામજી ના પ્રમાણ માં જરા ઠીંગણા છે,

      PREVIOUS PAGE
     NEXT PAGE