Dec 2, 2012

રામાયણ-૫૨

      PREVIOUS PAGE
     NEXT PAGE

બીજે દિવસે સવારે-રામજી ને સ્નાન કર્યા પછી,હનુમાનજી પીતાંબર આપવા જાય છે-તો ત્યાં માતાજી ના
પાડે છે-કહે છે-તે સેવા મારી છે.કોઈ બીજી સેવા વખતે લક્ષ્મણજી ના પાડે.કહે-તે સેવા મારી છે.

હનુમાનજી સીતાજી ને કહે છે-કે-માતાજી તમે નારાજ થયાં છો?મને સેવા કેમ કરવા દેતાં નથી?
સીતાજી એ કહ્યું-કે-ગઈકાલે બધી સેવાની વહેંચણી થઇ ગઈ છે-તારા માટે કોઈ સેવા બાકી રહી નથી.

હનુમાનજી એ કહ્યું કે- એક સેવા બાકી છે.મા, રામજી ને બગાસું આવે ત્યારે ચપટી કોણ વગાડશે ?
બગાસું આવે ત્યારે ચપટી વગાડવી તે શાસ્ત્ર ની મર્યાદા છે,ચપટી ના વગાડે તો આયુષ્ય ઓછું થાય છે.
આ ચપટી વગાડવાની સેવા હું કરીશ. સીતાજી કહે છે-કે-સારું તુ ચપટી વગાડજે.

હનુમાનજી દાસ્યભક્તિ ના આચાર્ય છે, દાસ્યભક્તિ માં નજર ચરણ તરફ રાખવાની હોય છે.એટલે
આજસુધી તે દાસ્યભાવે ચરણ ને જ જોતા હતા,પણ હવે માતાજી ના હુકમ થી –હવે ચરણના નહિ પણ
મુખારવિંદ ના દર્શન કરે છે.

આખો દિવસ હનુમાનજી રામજી ની જોડે અને રાત્રે પણ જોડે, માલિક ને ક્યારે બગાસું આવે તે કેમ ખબર પડે ? છેવટે,રાત્રે - સીતાજી કહે છે-હવે તમે અહીંથી જાવ.
હનુમાનજી જવાબ આપે છે-કે-માતાજી તમે મને એક જ સેવા આપી છે,
હવે પ્રભુ ને ક્યારે બગાસું આવે તે તો કેવી રીતે ખબર પડે ? માટે હું તો અહીં રહીશ.
સીતાજી રામજી ને કહે છે-કે તમારા સેવક ને આજ્ઞા કરો કે તે બહાર જાય.

રામજી જવાબ આપે છે-હું હનુમાનજી ને કંઈ કહી શકતો નથી,હનુમાનજીએ મને ઋણી બનાવ્યો છે.
તેના એક એક ઉપકાર માટે એક એક  પ્રાણ આપું તો પણ તેનું ઋણ પૂરું થાય તેમ નથી.
પ્રાણ પાંચ છે પણ હનુમાન ના ઉપકાર અનંત છે.

કૃષ્ણાવતાર માં ગોપીઓ ના ઋણ માં રહ્યા છે,ગોપી પ્રેમ આગળ માથું નમાવ્યું છે.

પ્રભુએ આવું કહ્યું-તેમ છતાં સીતાજીએ હનુમાનજી ને આજ્ઞા કરી કે-તમે બહાર જાવ.
હનુમાનજી બહાર આવ્યા છે,વિચારે છે-કે-મને એક સેવા આપેલી તે પણ લઇ લીધી.
હનુમાનજી ને દુઃખ  થયું.કે “મને કોઈ સેવા આપતા નથી”
હનુમાનજી એ નિશ્ચય કર્યો કે-આવતી કાલ મંગળા (સવાર) ના દર્શન સુધી,હું ચપટી વગાડીશ.
કદાચ અંદર પ્રભુ ને બગાસું આવશે તો મારી સેવા થઇ જશે.
ચપટી વગાડતાં વગાડતાં,હનુમાનજી નાચે છે,રામ નામ નું કિર્તન કરે છે.

આ બાજુ રામજી એ વિચાર કર્યો,મને ક્યારે બગાસું આવી જાય ?
તેના માટે પોતાની સેવા પુરી કરવા હનુમાન ચપટી વગાડે છે,
મારો હનુમાન આખી રાત જાગરણ કરશે, એ જાગે અને હું સુઈ જાઉં તે યોગ્ય નથી.
રઘુનાથજી એ ગમ્મત કરી છે,”હનુમાનજી જ્યાં સુધી ચપટી વગાડશે ત્યાં સુધી હું બગાસાં ખાઇશ.
હું પણ હનુમાન ની જેમ આખી રાત જાગરણ કરીશ,”
ભક્ત ની ચિંતા હંમેશા ભગવાન ને રહે છે.

રામજી બગાસાં ઉપર બગાસાં ખાય છે,સીતાજી ને ગભરામણ થઇ-કે આ તો શ્વાસ ઉપડ્યો છે કે શું ?
રામજી કેમ કશું બોલતા નથી.

      PREVIOUS PAGE
     NEXT PAGE




રામાયણ-૫૧

      PREVIOUS PAGE
     NEXT PAGE


પુષ્પક વિમાન પ્રયાગ રાજ પાસે આવ્યું છે.
ભરતજીએ આપેલી ચૌદ વર્ષની અવધિ નો આજે છેલ્લો દિવસ છે.
રામજી કહે છે-કે-ભરતજી ને હું પરત આવું છું તેની ખબર નહિ પડે તો તે પ્રાણ ત્યાગ કરશે.
હનુમાનજી ને ભરતજી ને ખબર આપવા સહુથી આગળ જવા માટે આજ્ઞા કરી છે.

હનુમાનજી ભરત પાસે આવ્યા છે.ભરતજી રામજી ની પાદુકાનું પૂજન કરી રામનામ નો જાપ કરે છે.
હનુમાનજી કહે છે-કે-ભરતજી,રામજી પધારે છે. વિમાન અયોધ્યા પાસે આવે છે,
રામજી ના વિમાન ને જોતાં ભરતજી ને અતિશય આનદ થયો છે.વિમાનમાંથી ભગવાન ઉતર્યા અને
ભરતજી ને ઉઠાવી ને આલિંગન આપ્યું છે.
રામ અને ભરત જયારે મળ્યા ત્યારે લોકો ને ખબર પડતી નથી કે આમાં રામ કોણ અને ભરત કોણ ?
બંને ના શ્યામ વર્ણ છે,વલ્કલ સરખાં છે અને શરીર કૃશ (દુબળાં) થયાં છે.

અયોધ્યા આવી ને રામજી સહુ પ્રથમ કૈકેયી ને પગે લાગવા ગયા છે.
કૈકેયી એ પોતાનો કનકભવન –રાજમહેલ રામજી ને રહેવા આપ્યો છે.

વશિષ્ઠ મુનિ મુહૂર્ત આપે છે.વૈશાખ માસ,શુક્લપક્ષ,સપ્તમી-ના દિવસે રામજી નો રાજ્યાભિષેક થયો છે.
સીતાજી સાથે કનક સિંહાસન પર રામચંદ્રજી વિરાજ્યા છે.

રામરાજ્ય માં કોઈ ભિખારી નથી. એવું વર્ણન છે-કે-જેને ઈચ્છા હોય તેને જ મૃત્યુ આવે (ઈચ્છા મૃત્યુ)
કોઈ પણ દરિદ્રી નહિ,કોઈ પણ રોગી નહિ,કોઈ લોભી નહિ,ક્યાંય ઝગડો નહિ,.
અધર્મ નું પારકું ધન લેવાની કોઈને ઈચ્છા નહિ.
રામરાજ્ય માં પ્રજા સર્વ રીતે સુખી હતા,કોઈ જ દુઃખી નહોતા.

હા, બે વર્ગ દુઃખી હતા.રામરાજ્ય માં ડોક્ટરો અને વકીલો નો ધંધો બરોબર ચાલતો નહોતો.
રામજી ના રાજ્ય માં તેમનો ધંધો બરોબર ચાલતો નહોતો એટલે આ રાજ્ય માં સારો ચાલે છે.
રામરાજ્ય માં તેઓની પડતી હતી પણ આજના રાજ્ય માં તેમની ચડતી છે.
જીવન માં સંયમ સદાચાર ઘટ્યા એટલે રોગ વધ્યા છે.
રામરાજ્ય માં પ્રજા એકાદશી નું વ્રત કરતી. એકાદશી ના દિવસે અન્ન ના લેવાય.રસોઈ ના થાય.
કથા માંથી કોઈ નિયમ લેવો જોઈએ.કે-“આજ થી મારે એકાદશી કરવી છે,કે-ઠાકોરજી ની પૂજા કર્યા વગર કાંઇ લેવું નથી” -કે- પછી કોઈ ક પણ નિયમ લેવાથી જીવન સુધરશે અને કથાનું ફળ મળશે.

હનુમાનજી રામજી ની એવી સેવા કરે છે-કે-રામજી ને બોલવાનો અવસર પણ ના મળે. અને બીજા કોઈને
સેવા કરવાનો અવસર પણ ન મળે. સેવક અને સેવ્ય બંને એક બને તો સેવા થાય છે.
સીતાજી ના મનમાં થાય છે-કે-આ હનુમાન મને કોઈ સેવા કરવા જ દેતા નથી.
સેવ્ય એક હોય અને સેવક અનેક હોય તો થોડી વિષમતા આવી જાય છે.

દાસોહમ પછી સોહમ થાય છે.જ્ઞાની લોકો પણ પહેલાં દાસ્યભાવ રાખે છે.પછી સોહમ ની ભાવના રાખે છે.

સીતાજી એ રામજી ને કહ્યું-કે-અમે સેવા કરીશું તમે હનુમાનજી ને સેવા કરવાની ના પાડો.
રામજી કહે છે-કે-હનુમાનજી માટે કંઈક સેવા રાખો,તેમણે મારાં ખૂબ કામ કર્યા છે.હું તેમના ઋણ માં છું.
પ્રભુ ને દુઃખ થયું છે-કે –“મારા હનુમાન ને આ લોકો ઓળખાતા નથી.

હવે લક્ષ્મણ,ભરત,શત્રુઘ્ન,સીતાજી વગેરે હનુમાનજી ને સેવા કરવા દેતા નથી.
તેઓએ સેવાની એવી વહેંચણી કરી કે હનુમાનજી ને ભાગે કોઈ સેવા રહે જ નહિ.

હનુમાનજી નું જીવન રામસેવા માટે હતું.સેવા ને સ્મરણ માટે જીવે તે જ સાચો વૈષ્ણવ.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૫૦

      PREVIOUS PAGE
     NEXT PAGE

તે પછી,વાનર સેનાએ સમુદ્ર ઉપર પથ્થર નો પુલ બાંધ્યો છે.
પથ્થર પર રામનામ લખવાથી પથ્થર તરે છે. રામનામ થી જડ પથ્થર તરે છે-તો મનુષ્ય શું ના તરે?
વિશ્વાસ રાખી રામનામ નો જપ કરવાથી મનુષ્ય સંસાર-સાગર ને તરે છે.
કલિકાળ માં રામનામ ના જપ સિવાય સંસાર-સાગર તરવાનો-બીજો કોઈ ઉપાય નથી.

રઘુનાથજી એ લંકા માં પ્રવેશ કર્યો છે.અનેક રાક્ષસો ને માર્યા છે.
ઇન્દ્રજીત અને લક્ષ્મણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. લક્ષ્મણ “ઇન્દ્રિયજીત” છે.
જે ઇન્દ્રિયજીત (લક્ષ્મણ) છે તે ઇન્દ્ર કરતા પણ મોટો છે,”ઇન્દ્રજીત” ને પણ તે મારી શકે છે.
લક્ષ્મણે ઇન્દ્રજીત નું માથું કાપ્યું છે.
ઇન્દ્રજીત નો હાથ, સુલોચના (ઇન્દ્રજીત ની પત્ની) ના આંગણા માં આવ્યો અને તે હાથે લખી આપ્યું કે-
લક્ષ્મણ સાથે લડતાં મારો વધ થયો છે.

સુલોચના વિલાપ કરે છે,”મારે હવે નથી જીવવું,મારા પતિદેવ નો હાથ આવ્યો છે પણ મને મસ્તક લાવી આપો,મસ્તક લઇ ને મારે સતી થવું છે.”
સુલોચના રાવણ પાસે ગઈ અને ઇન્દ્ર્જીતનું મસ્તક માગ્યું.
રાવણે કહ્યું-કે-મસ્તક મારી પાસે નથી આવ્યું,વાનરો તે રામજી પાસે લઇ ગયા છે.
સુલોચના  કહે છે-તમે તે મસ્તક મગાવી આપો.
રાવણ કહેછેકે-હું માંગીશ તો વાનરો મસ્તક આપશે નહિ,પણ હું તને એક યુક્તિ બતાવું છું,તે પ્રમાણે કરીશ તો મસ્તક મળશે.તારા પતિનું મસ્તક રામજી જરૂર તને આપશે,તેની પાસે જા.
અગ્નિ માં પ્રવેશ કરતાં પહેલાં તુ રામજી નાં દર્શન કર,રામજી ને વંદન કર.

સુલોચન કહે છે-કે- તમે મને શત્રુ પાસે કેમ મોકલો છો ? હું અતિ સુંદર છ,ત્યાં જઈશ તો મને જોતાં શત્રુઓની દાનત બગડશે,તો અનર્થ થશે.
ત્યારે રાવણે તે વખતે રામજી નાં વખાણ કર્યાં છે,કહે છે-કે- રામજી જગતની બીજી સ્ત્રીઓને માતૃવત જુએ છે. રામ તને માતા જેમ માનશે,તારાં વખાણ કરશે,
હું રામ જોડે વેર રાખું છું પણ તેઓ મને શત્રુ માનતા નથી.રામ-દરબાર માં કદી અન્યાય થયો નથી.
રામજી જેવો કોઈ મહાન થયો નથી,મને સંપૂર્ણ વિશ્વાસ છે-કે તને તે મસ્તક આપશે.
શત્રુ-રાવણ પણ રામજી નાં વખાણ કરે છે.શત્રુ પણ જેનાં વખાણ કરે તે પરમાત્મા.

સુલોચના રામજી પાસે આવ્યાં છે,રામજી એ તેને માન આપ્યું છે.તેનાં વખાણ કર્યાં છે.
સુલોચના મસ્તક માગે છે, રામજીએ સુલોચના ને તેના પતિ નું  મસ્તક આપ્યું છે.
સુલોચના અતિ વિલાપ કરે છે,સુલોચના નો વિલાપ જોઈ માલિક નું હૃદય પીગળ્યું છે.
રામજી કહે છે-કે તમે કહો તો તમારાં પતિ ને હું જીવતો કરું.તેને હજાર વર્ષ નું આયુષ્ય આપું.
ત્યારે સુલોચના એ ના પાડી છે,”મારા પતિ યુદ્ધ કરતાં કરતાં મર્યા છે,તેથી તે વીરગતિ ને પામ્યા છે,
તમે જો તેમણે જીવતા કરો તો તે મને ઠપકો આપે.

રામ-રાવણ નું ભયંકર યુદ્ધ થયું,રાવણ ની ડુંટી માંનુ અમૃત,અગ્ન્યાસ્ત્ર દ્વારા સુકવી નાખ્યું. અને
રાવણ નો વિનાશ કર્યો. સીતાજી ને હનુમાનજી એ વિજય ની ખબર આપી છે.

ઈન્દ્રિયસુખ માટે પ્રવૃત્તિ કરે તે રાવણ છે,જેને સાચાં સુખ ની દિશાનું ભાન નથી,તેનો વિનાશ નક્કી છે.

પ્રભુ એ લંકાનું રાજ્ય વિભીષણ ને આપ્યું,પ્રભુ એ કંઈ લીધું નથી,વાનરો નું બહુ સન્માન કર્યું છે.

પુષ્પક વિમાન માં રામ-સીતાએ ત્યાંથી પ્રયાણ કર્યું છે.
રસ્તામાં પ્રભુ,સીતાજી ને રામેશ્વર ની સ્થાપના કરી હતી તે બતાવે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૪૯

      PREVIOUS PAGE
     NEXT PAGE


વિભીષણ વાનરસેના પાસે આવ્યા છે.
વિભીષણ વિચારે છે-કે- રામજી મને સ્વીકારશે કે નહિ ?રાવણ નો ભાઈ માની મારો તિરસ્કાર કરશે તો ?
ના,ના, તેઓ તો અંતર્યામી છે,મારો શુદ્ધ ભાવ છે,તેઓ મને જરૂર અપનાવશે.
સુગ્રીવે રામજી પાસે આવી સમાચાર આપ્યા કે-રાવણ નો ભાઈ વિભીષણ આવ્યો છે,
લાગે છે-કે-રાક્ષસો ની આ માયા છે.અને તે આપણો ભેદ જાણવા આવ્યો હોય તેમ લાગે છે.

રામજી તો બધું જાણે છે,પણ તેઓ સુગ્રીવને પૂછે છે-કે-શું કરીશું ?
સુગ્રીવે કહ્યું-કે રાજનીતિ એમ કહે છે-કે-શત્રુ નો વિશ્વાસ રાખવો નહિ.આ શત્રુ નો ભાઈ છે. એટલે તેના પર
વિશ્વાસ રાખી શકાય નહિ.
રામજી કહે છે-કે- તે શું બોલે છે-તે મને કહો.  સુગ્રીવે કહ્યું કે-તે તો કહે છે-કે-“શરણં ગતઃ”(શરણે આવું છું)
હનુમાનજી એ આવી વકીલાત કરી છે.કહે છે-કે- આ કપટથી બોલતો નથી,તેનો સ્વર આર્ત છે.
તેના હૃદયમાં છળ-કપટ નથી,તે શરણે આવ્યો છે-તેનો સ્વીકાર કરવો જોઈએ.

રામચંદ્રજીએ કહ્યું કે-કોઈ પણ જીવ મારી પાસે આવીને કહે કે “હું શરણે આવ્યો છું” તેની ઉપેક્ષા હું કરતો નથી.તેને હું અપનાવું છું. સુગ્રીવ કહે છે-કે-એ,કદાચ, કપટ થી બોલતો હશે.
રામજી કહે છે-કે-એ કપટથી બોલે કે ભાવથી બોલે,પણ તે બોલે છે “શરણં ગતઃ”(શરણે આવ્યો છું)
જીવ નો ધર્મ છે,શરણે આવવું અને મારો ધર્મ છે-કે શરણે આવેલા નું રક્ષણ કરવું.
વિભીષણ ના સ્વર ઉપરથી લાગે છે-કે તે દુઃખી થઇ આવ્યો છે,રાવણે તેને લાત મારી છે.

રામજી એ વિચાર્યું,સુગ્રીવ કિષ્કિંધા નો રાજા બન્યો છે,વિભીષણ લંકા નો રાજા થવાનો છે.
રાજા નું સ્વાગત રાજા કરવા જાય તે યોગ્ય છે.રામજી એ સુગ્રીવ ને આજ્ઞા આપી ,
“તમે વિભીષણ નું સ્વાગત કરી મારી પાસે લઇ આવો.
જયારે જીવ મારી સન્મુખ થાય છે,ત્યારે તેના કરોડો જન્મો ના પાપ નાશ પામે છે.
જે મનુષ્ય નિર્મળ મન નો હોય તે મને પ્રાપ્ત કરે છે,મને છળ-કપટ ગમતાં નથી.”

સુગ્રીવ અને હનુમાન વિભીષણ ને લઇ આવ્યા.વિભીષણ કહે છે-નાથ,તમારા શરણે આવ્યો છું.
કોઈ જીવ રામજી ને શરણે આવે તો રામજી ઉઠી ને ઉભા થાય છે.
રામજી ઉભા થયા છે,તેમનું સન્માન કર્યું છે.પ્રેમ ની મૂર્તિ રામે પ્રથમ મિલન માં વિભીષણ ને કહ્યું છે-કે-
તુ મને મારા ભાઈ લક્ષ્મણ સમાન પ્રિય છે. સમુદ્રનું જળ લઇ આવો,મારે અત્યારે જ વિભીષણ ને લંકા નો
રાજા બનાવી તેનો રાજ્યાભિષેક કરવો છે.

સુગ્રીવ ને આ ગમ્યું નહિ. તે વખતે તે બોલ્યો છે-કે-
રાજ્યનીતિ કહે છે-કે-યુદ્ધ ના સમયે રાજા સેનાપતિને આધીન હોય છે,તમારા સેવક તરીકે નહિ પણ એક સેનાપતિ તરીકે કહું છું કે,આપનો સ્વભાવ બહુ ઉતાવળીયો છે,આપે બહુ ઉતાવળ કરી છે.
વિભીષણ આજે શરણે આવ્યો,તેને લંકાનું રાજ્ય આપી દીધું, પણ જો બે ચાર દિવસ પછી રાવણ ની મતિ સુધરે અને તે આપને શરણે આવે અને સીતાજી ને પાછા સોંપે -તો,પછી રાવણ ને શું આપશો ?
વિભીષણ ને પાછો ગાદી ઉપરથી ઉઠાડશો ? માટે હું કહું છું કે વિભીષણ ને લંકા નું રાજ્ય અત્યારે ના આપો.

રામજી એ કહ્યું-કે –હું બહુ વિચારી ને એક જ વાર બોલું છું.મારી ત્રણ પ્રતિજ્ઞા ઓ છે.
એકવચની,એક્બાણી,એકપત્નીવ્રતધારી.
ભરતજી એ પિતાજી નું રાજ્ય હજુ લીધું નથી,અયોધ્યા ની ગાદી હજુ ખાલી છે, રાવણ જો હવે શરણે આવશે તો –હું ભરત ને સમજાવીશ,અને અયોધ્યા નું રાજ્ય રાવણ ને આપીશ.પણ આજે તો લંકા નું રાજ્ય વિભીષણ ને આપ્યું છે.
તે જ સમયે વિભીષણ નો રાજ્યાભિષેક કર્યો છે. વિભીષણ નો સંકલ્પ પુરો થયો.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૪૮

      PREVIOUS PAGE
     NEXT PAGE


હનુમાનજી રામજી પાસે આવ્યા છે.લક્ષ્મણ પત્ર વાંચે છે,અને રામજી સાંભળે છે.
હનુમાનજી કહે છે-કે-નાથ.આ તો તમારો પ્રતાપ છે,નાથ,કૃપા કરો કે મને અભિમાન ન થાય.

માલિક ની નજર નીચી થઇ છે,મારા હનુમાન ને તેના આ કામ (ઉપકાર) બદલ હું શું આપું ?
જગતના ધણી આજે હનુમાનજી ની આંખ માં આંખ મિલાવી શકતા નથી,(સન્મુખ થઇ શકતા નથી)
આંખ સહેજ ભીની થઇ છે,માલિક આજે ઋણી બન્યા છે.વધુ તો શું કરે ?
ઉભા થઇ હનુમાનજી ને ભેટી પડ્યા છે.

ત્યાંથી વિજયાદશમી ના દિવસે પ્રયાણ કર્યું છે, અને સમુદ્ર ના કિનારે આવ્યા છે.
રઘુનાથજી નો રોજ નો નિયમ હતો કે શિવજી ની પૂજા કરવી. સમુદ્રકિનારે કોઈ શિવલિંગ મળ્યું નહિ,
હનુમાનજી ને શિવલિંગ લેવા મોકલ્યા છે,હનુમાનજી ને આવતા વાર લાગી –એટલે રામજીએ રેતીનું
શિવલિંગ બનાવી તેની પૂજા કરી છે.પ્રભુ એ રામેશ્વર ની સ્થાપના કરી.
તે પછી હનુમાનજી શિવલિંગ લઈને આવ્યા.પણ અહીં તો શિવ ની સ્થાપના થયેલી જોઈ,
હનુમાનજી ને ખોટું લાગ્યું-કહે છે-કે-પ્રભુ તમારે રેતી નું શિવલિંગ બનાવવું હતું તો મારી પાસે આટલી બધી ખટપટ કરાવી શું કામ ?
રામજી એ કહ્યું-કે મેં સ્થાપેલા શિવલિંગ ને ઉખેડી કાઢ,આપણે ત્યાં ,તેં લાવેલા શિવલિંગ ની સ્થાપના કરીએ.

હનુમાનજી એ શિવલિંગ પર પોતાનું પુચ્છ ભરાવ્યું અને જોરથી ખેંચવા લાગ્યા –પણ શિવલિંગ એક તસુ
પણ ખસ્યું નહિ.(કહે છે- આજ પણ શિવલિંગ પર પુચ્છ ના કાપા છે),હનુમાનજી નારાજ થયા.
રામજી તેમના ભક્ત ની નારાજી સહન કરી શકતા નથી,તેમણે કહ્યું-કે-
તેં લાવેલા શિવલિંગ ની પણ સ્થાપના કરીએ.તારા લાવેલા શિવલિંગ નાં જે પહેલાં દર્શન કરશે –
તેને જ મેં સ્થાપેલા શિવલિંગ ના દર્શન નું પુણ્ય મળશે.

ઋષિઓ ત્યાં દર્શન કરવા આવેલા, તેઓએ પુછ્યું કે- અમને રામેશ્વર નો અર્થ કહો.
રામજી એ સરળ અર્થ કહ્યો-રામના ઈશ્વર તે રામેશ્વર.
પણ શિવજી એ પ્રગટ થઇ કહ્યું કે-મને એ અર્થ ગમતો નથી,”રામ છે ઈશ્વર જેના તે રામેશ્વર”

આ બાજુ રાવણે સભા ભરી છે. વિભીષણ કહે છે કે-મોટાભાઈ,તમે  રામજી ને શરણે જાવ,સીતાજી ને આપી દો. રાવણે માન્યું નહિ અને વિભીષણ ને લાત મારી છે.
વિભીષણ કહે છે-કે-તમે ભલે મને લાત મારો,તમે મારા મોટાભાઈ છો,મોટાભાઈ પિતા સમાન છે,
હું તમને વંદન કરું છું. છતાં હું તમને કહું છું-કે-રામજી સાથે વેર કરશો તો વંશનો વિનાશ થશે.
તેમ છતાં તમને યોગ્ય લાગે તે કરો,હું તો રામજી ને શરણે જઈશ.

વિભીષણ જે ક્ષણે લંકામાંથી ગયા છે,તે જ ક્ષણે સર્વ રાક્ષસો આયુષ્ય વગરના થઇ ગયા છે.
સાધુ પુરુષ નું અપમાન સર્વ નો નાશ કરે છે.

સમુદ્ર કિનારે રામજી બેઠા છે.વિભીષણ રામજી ને શરણે જવા માટે સમુદ્રકિનારે આવ્યા છે.
વિભીષણ ને આવતાં આવતાં –એક ક્ષણ સંકલ્પ થયો કે-રામજી જીતશે અને લંકા નું રાજ્ય મને આપશે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૪૭

      PREVIOUS PAGE
     NEXT PAGE


હનુમાનજી અશોકવન માં આવ્યા છે.સીતાજી સમાધિ માં બેઠા છે.હે રામ-હે રામ નો જપ કરે છે.
માતાજીનું શરીર દુર્બળ થયું છે. માતાજી ને મન થી પ્રણામ કરી,જે ઝાડ નીચે સીતાજી બેસી ધ્યાન કરતાં હતા તે ઝાડ પર બેસી ને રામ-કથા કહેવાની શરૂઆત કરી.
“શ્રી રામે -અનેક વાનરો ને સીતાજી ને શોધવા મોકલ્યા છે,હું રામદૂત લંકામાં આવ્યો છું,આજે મારું જીવન ધન્ય થયું કે મને આજે સાક્ષાત આદ્યશક્તિ સીતાજી નાં દર્શન થયાં”

સીતાજી ને કાને આ શબ્દો પડ્યા અને પૂછે છે-કે-આ કોણ બોલે છે ? મને પ્રત્યક્ષ દર્શન કેમ આપતા નથી?

માતાજી બોલાવે છે,જાણી હનુમાનજી એ કૂદકો માર્યો અને નીચે આવી ને સીતાજી ને પ્રણામ કર્યા છે.
કહે છે-કે- મા હું રામદૂત છું,તમે મારી માતા છો. મા રામજી તમારી ઉપેક્ષા કરતા નથી,તે જલ્દી પધારશે.
પછી માતાજી ને પૂછે છે-કે- મા મને ભૂખ લાગી છે,અત્રે ફળ પુષ્કળ છે,પણ રાક્ષસો પહેરો ભરે છે.ફળ ખાઉં?

સીતાજી એ આજ્ઞા કરી છે--કે-જે ફળ નીચે પડ્યાં હોય તે ખાજે,ફળ તોડતો નહિ,ફળ તોડીશ તો રાક્ષસો સાથે
ઝગડો થશે. હનુમાનજી એ વિચાર્યું-કે-ફળ તોડવાની ના પાડી છે-ઝાડ હલાવવાની કે ઉખેડવાની ક્યાં ના પાડી છે? હનુમાનજી ઝાડને હલાવે છે,ફળ નીચે પડે તે ખાય છે,અમુક ઝાડો તો ઉખડી ગયાં છે.

હનુમાનજી એ દિવ્ય વાનર નું સ્વરૂપ ધારણ કરેલું,પુચ્છ ને કહ્યું કે તુ તારું કામ કર.
પુચ્છ બધાને મારે છે,રાક્ષસી ઓનો સંહાર કર્યો છે. ઇન્દ્રજીત તે વખતે ત્યાં આવે છે,ઇન્દ્રજીત બ્રહ્માસ્ત્ર છોડે છે.
હનુમાનજી એ બ્રહ્માસ્ત્ર ને માન આપ્યું.ઇન્દ્રજીત હનુમાનજી ને રાજ્યસભામાં લઇ આવ્યા.
રાવણે પૂછ્યું-એય બંદર ,તુ કહાંસે આયા હૈ ?

હનુમાનજી એ સામો પ્રશ્ન કર્યો કે-એય દસમુખ,તને ઉપદેશ આપવાં આવ્યો છું,તેં શિવજી ને પ્રસન્ન કર્યા પણ સીતાજી ને આવી રીતે ઘરમાં રાખે છે ? તુ રામજી ને શરણે આવ.રામ તારાં સર્વ પાપ માફ કરશે.
પણ રાવણ કઈ માનતો નથી ને કહે છે-કે આ પુચ્છ માં જ બહુ શક્તિ છે,તે પુચ્છ ને જ બાળી નાખો.
હનુમાનજી પુચ્છ ને વધાર્યે જાય છે,લંકા ના કોઈ કાપડિયા ના દુકાન માં કાપડ બાકી રહ્યું નથી, સર્વ કાપડ
હનુમાનજી ના પુચ્છ ને લગાડવામાં આવ્યું અને પછી અગ્નિ મુકવામાં આવ્યો.

હનુમાનજી કહે છે-કે- આ પુચ્છ યજ્ઞ થાય છે,તેના તમે યજમાન છો,તમે ફૂંક મારો.રાવણ ફૂંક મારવાં ગયો,
અને તેની દાઢી બળવા લાગી. કુદાકુદ કરી હનુમાનજી એ આખી લંકા ને બાળી છે.

આ બાજુ રાક્ષસીઓ સીતાજી ને કહે છે-કે-તમારી પાસે આવેલા તેમનું પૂંછડું રાક્ષસો બાળે છે.
તેથી સર્વ જગ્યાએ આગ ફેલાઈ છે.સીતાજી અગ્નિદેવ ને પ્રાર્થના કરે છે-અશોકવન નો અગ્નિ શાંત થયો છે.

હનુમાનજી એ સમુદ્ર કિનારે આવી જોયું તો આખી લંકા ધગધગ બળે છે.વિચારે છે-કે આ તો ખોટું થયું,
આગ અશોકવન સુધી પહોંચશે તો ? પુચ્છ ને સમુદ્ર સ્નાન કરાવ્યું, અગ્નિ શાંત થયો.
અને અશોકવન માં આવ્યા છે,જોયું તો અશોકવન નું એક પણ ઝાડ બળ્યું નથી.
સીતાજી એ હનુમાનજી ને આશીર્વાદ આપ્યા છે,-કે-કાળ તને મારી શકશે નહિ,સંતો તારી પૂજા કરશે,
અષ્ટસિદ્ધિ તારી સેવા કરશે.તારો જગત માં જયજયકાર થશે.

આવા આશીર્વાદ થી હનુમાનજી ને સંતોષ થયો નહિ,તેમણે તો માત્ર રામસેવા ના આશિષ માગ્યા.
સીતાજીએ તેવા પણ આશીર્વાદ આપ્યા છે. હનુમાનજી અમર છે,કાળ હનુમાનજી નો નોકર છે.

હનુમાનજી જવા લાગ્યા-તે વખતે બ્રહ્માજી એ પત્ર લખી આપ્યો છે. હનુમાનજી તો સ્વમુખે પોતાનાં વખાણ નહિ કરે –તેથી તેમનાં પરાક્રમો નું વર્ણન કરતો પત્ર લખી આપ્યો છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE