May 19, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૧

અત્યંત શુદ્ધ બુદ્ધિથી, દૃઢતાપૂર્વક  પોતાને (પોતાની જાતને) નિયમમાં રાખીને,
વિષયો (શબ્દાદિક-વગેરે) નો અને રાગ-દ્વેષ (દ્વંદો)નો ત્યાગ કરીને, (૫૧)
એકાંત સેવનાર,અલ્પાહાર કરનાર,વાચા,કાયા તથા મનને અંકુશમાં રાખનાર,
ધ્યાનયોગમાં પરાયણ,એવો તે –નિત્ય વૈરાગ્યનો આશરો લઈને, (૫૨)
અહંકાર,બળ,દર્પ (ઉન્મત્તતા),કામ,ક્રોધ,પરિગ્રહને છોડીને-
મમતા વગરનો અને શાંત –એવો તે –બ્રહ્મભાવ પામવા યોગ્ય બને છે (૫૩)