અધ્યાય-૧૮-મોક્ષસંન્યાસયોગ-૭
વિષયો (શબ્દાદિક-વગેરે) નો અને રાગ-દ્વેષ
(દ્વંદો) નો ત્યાગ કરીને, (૫૧)
એકાંત સેવનાર,અલ્પાહાર કરનાર,વાચા,કાયા તથા મન ને
અંકુશ માં રાખનાર,
ધ્યાનયોગ માં પરાયણ,એવો તે –નિત્ય વૈરાગ્ય નો
આશરો લઈને, (૫૨)
અહંકાર,બળ,દર્પ (ઉન્મત્તતા),કામ,ક્રોધ,પરિગ્રહ ને
છોડી ને-
મમતા વગરનો અને શાંત –એવો તે –બ્રહ્મભાવ પામવા
યોગ્ય બને છે (૫૩)
આવો બ્રહ્મભાવ ને પામેલો પ્રસન્નચિત્ત મનુષ્ય-
નથી શોક કરતો –કે-નથી કોઈ આકાંક્ષા રાખતો,
સર્વ પ્રાણીઓમાં સમ-ભાવ રાખનારો,તે-પરમાત્માની
પરમ “ભક્તિ” ને પામે છે.(૫૪)
આ ભક્તિ થી તે પરમાત્મા ને “તત્વ” થી
યથાર્થપણે જાણે છે,
અને આમ પરમાત્મા ને જાણ્યા બાદ તે પરમાત્મા માં
મળી જાય છે.(૫૫)
આવી રીતે શ્લોક-૫૧ થી ૫૫ માં આધ્યાત્મિક અભ્યાસ-
નું ટૂંકમાં (ગીતામાં) પુનરાવર્તન કર્યું છે.
જેનું જ્ઞાનેશ્વરે વિસ્તૃતતાથી કાવ્યમય વર્ણન (પુનરાવર્તન)
કર્યું છે.
શ્રીકૃષ્ણે આગળના અધ્યાયોમાં “આત્મા” ને મેળવવાનો (આત્મા ને હસ્તગત કરવાનો) ઉપાય
વિસ્તારપૂર્વક વર્ણવ્યો છે ખરો, પરંતુ એક જ વખત સાંભળવાથી
તે કદાચિત અર્જુન ના સમજવામાં
ના આવ્યો હોય –એવો વિચાર કરી –
પરમ કૃપાળુ શ્રીકૃષ્ણ –તે જ સિદ્ધાંત (આત્મા ને
મેળવવાનો) શિષ્ય (અર્જુન) ના હૃદય માં
સ્થિર થાય-
એવા ઉદ્દેશ થી આમ ફરીવાર (૫૧ થી ૫૫) માં કહ્યો
છે.
અને ગીતા પણ હવે પૂર્ણ થવા આવી છે, તેથી પ્રસંગ
ને અનુસાર-(યુદ્ધ ના પ્રસંગ ને અનુસાર)
આ પુનરાવર્તન એકાર્થતા (એક જ મહા-સિદ્ધાંત) પણ
બતાવે છે.
કારણકે-ગીતાના મધ્ય ભાગમાં જુદા જુદા અનેક અધિકાર
વર્ણવવાના સમયે અનેક જુદાજુદા “સિદ્ધાંતો” નું
નિરૂપણ કર્યું છે, તેથી કોઈ કદાચ-આ વસ્તુ નો
વિચાર કર્યા વગર એમ પણ માની લે કે-
ગીતામાં તો અનેક (સર્વ) સિદ્ધાંતો નું નિરૂપણ
કર્યું છે.
આથી શ્રીકૃષ્ણ એક મહા-સિદ્ધાંત નું એકંદરે ઐક્ય
કરી ને-તેના ઉદરમાં (પેટમાં) યુક્તિથી અનેક સિદ્ધાંતો
મેળવેલી ગીતા પૂર્ણ કરે છે.
જો કે-અજ્ઞાન (અવિદ્યા) નો નાશ એ જ આ ગીતા-ગ્રંથ
ની ભૂમિ છે,
મોક્ષપ્રાપ્તિ-એ જ એનું ફળ છે, અને મોક્ષપ્રાપ્તિ
ના ઉપાય નું સાધન જ્ઞાન છે,
અને આ જ જ્ઞાન અનેક પ્રકારે આ ગીતા ગ્રંથ માં વર્ણવ્યાથી તેનો
વિસ્તાર થયેલો છે.
અને હવે તે જ જ્ઞાન કેવળ થોડા શબ્દો માં (ફરીથી) કહેતાં
શ્રી કૃષ્ણ કહે છે-કે-
“સદા સર્વ કર્મો કરતો હોવાં છતાં –મારો આશ્રય લઇ
તે મનુષ્ય મારી કૃપાથી –મારા શાશ્વત અવિનાશી
પદ ને પામે છે” (૫૬)
જેવી રીતે આકાશ માં ફરીને –વાયુ-આકાશ માં જ લય
પામે છે-
તેવી રીતે આત્મા –ઠેકઠેકાણે ફરીને –પરમાત્મા માં
જ લય પામે છે.
પોતાનાં કર્તવ્યો (કર્મો) દ્વારા કરેલી ઈશ્વરની
પૂજા (ઈશ્વર નો આશ્રય) સાધક ના હૃદય ને વિશુદ્ધ કરે છે.
અને તેને જ્ઞાન-નિષ્ઠા માટે તૈયાર કરે છે-જે
છેવટે મોક્ષ-પ્રાપ્તિ (આત્મ-સાક્ષાત્કાર) તરફ દોરી જાય છે.
આમ અહીં ભક્તિયોગ ની પ્રશંસા ને તેની સર્વોપરિતા
પુરવાર કરેલી છે.