અધ્યાય-૪૬-સનત્સુજાતનો ઉપદેશ (ચાલુ)
II सनत्सुजात उवाच II यत्तच्छुकं महज्योति दीप्यमानं माध्यशः I तद्वै देवा उपासते तस्मार्योविराजते II १ II
જે શુક્ર,મહત,જ્યોતિ,દીપ્યમાન ને મહદ્યશ-એવા નામવાળા પરમાત્મા છે,તેની જ દેવો ઉપાસના કરે છે અને તે મૂળકારણરૂપ બ્રહ્મથી,સૂર્ય (એટલે કે જગતની ઉત્પત્તિ કરવારૂપી ધર્મવાળા માયાની ઉપાધિવાળા ઈશ્વર) પ્રકાશે છે,ને તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ (સૂર્યરૂપે) જુએ છે (1) બ્રહ્મ(એટલે જગતને ઉત્પન્ન ને વિસ્તૃત કરનાર),એ પરમ વ્યોમ(આકાશ) નામનું અવ્યાકૃત,અવસ્તુરૂપ (પણ આનંદરૂપ) છે,તો પણ તે ચૈતન્ય પ્રતિબિંબને પામીને,જગતનાં જન્માદિક કાર્ય કરવા સમર્થ થાય છે અને તેનાથી જ વૃદ્ધિ પામે છે.તે શુક્ર (આનંદ-બ્રહ્મ),જ્યોતિષિઓ-સૂર્યાદિની અંદર રહીને પ્રકાશે છે,પણ,પોતે અતપ્ત
(એટલે કે બીજાથી અપ્રકાશિત કે સ્વયંજ્યોતિ)છે ને સૂર્યાદિકને તપાવે છે,જે (બ્રહ્મ)ને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે.(2)