અધ્યાય-૫૩-ધૃતરાષ્ટ્રનો વિલાપ
II धृतराष्ट्र उवाच II यथैव पांडवा: सर्वे पराक्रांता जिगीषव: I तथैवामिसरास्तेषां त्यत्कात्मानो जयेधृताः II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-સર્વ પાંડવો જે પ્રમાણે પરાક્રમી ને વિજયની ઈચ્છાવાળા છે,તે પ્રમાણે તેમના અગ્રેસરો પણ પ્રાણ આપવા તૈયાર ને વિજયને
માટે નિશ્ચયવાળા છે.પંચાલ,કેકય,મત્સ્ય,માગધ તથા વત્સદેશી પરાક્રમી રાજાઓના જે નામ તેં કહ્યાં હતાં તે અને ઈચ્છા કરતાં જ
ઇન્દ્રસહિત સર્વલોકોને વશ કરે તેવા જગતના સ્ત્રષ્ટા કૃષ્ણ,પાંડવોના જયનો નિશ્ચય કરીને બેઠા છે.
શિનીનો પુત્ર સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન પણ પરાક્રમથી યુદ્ધ કરશે.હે તાત,મને યુધિષ્ઠિરના ક્રોધથી,અર્જુનના પરાક્રમથી ને ભીમ,નકુળ ને
સહદેવથી ભય થાય છે.પાંડવો રણભૂમિમાં અમાનુષ શસ્ત્રજાળ પાથરશે,તેથી હું વિલાપ કરું છું (7)