અધ્યાય-૭૧-ધૃતરાષ્ટ્રે કરેલું શ્રીકૃષ્ણનું વર્ણન
II धृतराष्ट्र उवाच II चक्षुष्मतां वै स्पृहयामि संजय द्रक्ष्यम्ति ये वासुदेवं समीपे I विभ्राजमानं वपुषा परेण प्रकाशयंतं प्रदिक्षो दिशश्व II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,હું નેત્રવાળાઓની ભાગ્યની સ્પૃહા કરું છું.કારણકે તેઓ ચૈતન્ય સ્વરૂપથી ઝળહળી રહેલા અને દિશાઓ તથા વિદિશાઓને પ્રકાશિત કરતા વાસુદેવના પ્રત્યક્ષ દર્શન કરશે.યાદવરૂપે પ્રગટ થયેલા,વિશ્વમાં એક વીર,યાદવોના મુખ્ય નાયક,શત્રુઓને ક્ષોભ પમાડી,મારી,તેઓના યશનો નાશ કરનારા યાદવ શ્રેષ્ઠ શત્રુહંતા,ઇચ્છવા યોગ્ય અને મહાત્મા શ્રીકૃષ્ણ ભરતવંશીઓએ સન્માન કરવા યોગ્ય છે,ઐશ્વર્યની ઇચ્છાવાળાઓએ ગ્રહણ કરવા યોગ્ય છે,મારવાની તૈયારીવાળાઓને અગ્રાહ્ય,અનિંદ્ય તથા પ્રેમાળ વાણી બોલી,મારા પુત્રોને મોહિત કરતા હશે,તે વખતે એકઠા મળેલા કૌરવો તેમનાં દર્શન કરશે.