Apr 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-779

 

અધ્યાય-૧૨૨-યયાતિ ફરી સ્વર્ગમાં ગયો 


II नारद उवाच II प्रत्यभिज्ञातमात्रोथ सद्भिरतैर्नरपुंगवः I समारुरोह नृपतिरस्पृशन्ववसुधातलम् I 

ययतिर्दिव्यसंस्थानो बभूव विगतज्वरः II १ II

નારદે કહ્યું-તે સજ્જનોએ નરશ્રેષ્ઠ યયાતિ રાજાને ઓળખ્યો,તેની સાથે જ તે ક્લેશરહિત થઈ,પૃથ્વીતળનો સ્પર્શ ન કરતાં,સ્વર્ગ તરફ ઊંચે ચઢવા લાગ્યો.તે વખતે,માધવીના પુત્રો વસુમના,પ્રતર્દન,શિબિ,અને અષ્ટકે પોતપોતાનું પુણ્યફળ તેને આપ્યું.અને 

તે પુણ્યફળ પ્રાપ્ત થતાં જ તે પૃથ્વીનો ત્યાગ કરીને ફરીથી સ્વર્ગ તરફ ઊંચે ચડવા લાગ્યો.આ રીતે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયેલા યયાતિને તેના દોહિત્રોએ પોતાના યજ્ઞ અને દાનના ધર્મ વડે તાર્યો હતો.તે વખતે તે રાજાઓ બોલ્યા કે-હે રાજા,અમે તમારા દોહિત્રો,રાજાઓના ધર્મ અને ગુણોથી યુક્ત છીએ અને સર્વ ધર્મગુણોથી સંપન્ન છીએ,એ પુણ્યના સામર્થ્યથી તમે સ્વર્ગમાં ચઢો.

અધ્યાય-122-સમાપ્ત 

Apr 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-778

 

અધ્યાય-૧૨૦-માધવીની તપશ્ચર્યા-યયાતિ સ્વર્ગમાં ગયો 


II नारद उवाच II स तु राज पुनस्तस्याः कर्तुकामः स्वयंवरम I उपगम्याश्रमपदं गंगायमुनसंगमे II १ II

નારદે કહ્યું-પછી,તે યયાતિ રાજા,તે માધવીનો સ્વયંવર કરવાની ઈચ્છાથી ગંગા-યમુનાના સંગમ આગળ આવેલ એક આશ્રમમાં ગયો.તેના પુત્રો પુરુ અને યદુ,તે માધવીને રથમાં બેસાડીને વર ખોળવા આસપાસ ફરવા લાગ્યા.અનેક રાજાઓ અને ઋષિઓથી વસાયેલું તે વન ચોતરફ ફેલાયેલું હતું.માધવીને તે સર્વનાં નામો કહ્યાં,પણ માધવીએ વનવાસને જ પસંદ કર્યો,ને તે રથમાંથી ઉતરી જઈને,બંધુઓને નમસ્કાર કરીને વનમાં જઈને તપશ્ચર્યા કરવા લાગી.

Apr 4, 2025

ભાગવત રહસ્ય-૧-ભાગવત માહત્મ્ય


ભાગવત માહાત્મ્ય

પરમાત્મા ના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે.મનુષ્ય જન્મ પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે.પ્રભુએ કૃપા કરી માત્ર માનવને જ એક એવી શક્તિ (બુદ્ધિ) આપી છે કે –જો માનવ આ બુદ્ધિનો સદુપયોગ કરી,વિવેકથી (સંયમથી),પવિત્ર જીવન ગાળે તો....મરતાં પહેલા તેને જરૂર પરમાત્મા ના દર્શન થાય...........
માત્ર માનવમાં જ બુદ્ધિ-શક્તિ હોવાથી તે આત્મ-સ્વરૂપને પરમાત્મ-સ્વરૂપને ઓળખી લઇ,પરમાત્માના દર્શન કરી શકે છે.માનવ ધારે તો પાપ છોડી શકે છે.પણ પશુ પાપ છોડી શકતા નથી.પશુ પાપ કરે છે, પણ તેમને-અજ્ઞાન-હોવાથી,પરમાત્મા તેના પાપ માફ કરે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-777

 

અધ્યાય-૧૧૮-ઉશીનરને માધવી આપી 


II नारद उवाच II तथैव तां श्रियं त्यक्त्वा कन्या भूत्वा यशस्विनी I माधवी गालवं विप्रमभ्ययात्सत्यसंगरा  II १ II

નારદે કહ્યું-સત્ય પ્રતિજ્ઞાવાળી યશસ્વિની માધવી પૂર્વની જેમ જ કન્યારૂપ ધારણ કરીંને ગાલવ પાસે આવી પછી,તે બંને ઉશીનર રાજાની પાસે ભોજ નગરમાં ગયા.ગાલવે આગળ મુજબ જ ઘોડાઓની માગણી કરી,ત્યારે રાજાએ કહ્યું કે-'મારી પાસે માત્ર  બસો ઘોડાઓ છે.મને તમારું સર્વ વૃતાંત જાણમાં છે,હું પણ એક પુત્ર ઉત્પન્ન કરીને માધવીને પાછી આપીશ'

Apr 3, 2025

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૨


યોગવાશિષ્ઠ ના છ પ્રકરણો માં શું છે?


૧) વૈરાગ્ય પ્રકરણ-


જ્યાં સુધી મુમુક્ષુ માં દૃઢ વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી ત્યાં સુધી તે કદાપિ મોક્ષ નો અધિકારી થઇ શકતો નથી.
અને આ વૈરાગ્ય દૃઢ કરવા માટે, બાળપણ,યૌવન,વૃદ્ધાવસ્થા,ધન,સ્ત્રી-વગેરે પદાર્થો ની નિંદા કરી ને
કાળ (સમય) ની ગતિનું વર્ણન એવા એવા રૂપકો અને દૃષ્ટાંતો દ્વારા કરવામાં આવ્યું છે કે-તેને વાંચી ને-
સંસાર ના મોહ માં ફસાયેલો  અને સંસારમાં રચ્યો પચ્યો મનુષ્ય પણ એકવાર તો મોહરહિત થાય.


૨) મુમુક્ષુ પ્રકરણ -


વાસના નો ત્યાગ એ જ મોક્ષ છે અને સંસારના પદાર્થો માં વાસના રાખવી તે  જ બંધન છે.
આ વાસના નો ત્યાગ પુરુષાર્થ થી જ સિદ્ધ થઇ શકે છે,
પ્રારબ્ધ પર વિશ્વાસ રાખી,બેસી રહેવાથી  તે સિદ્ધ થતો નથી.
જો પ્રબળ પુરુષાર્થ કરવામાં આવે તો,આ જન્મ ની આગલા જન્મ-જન્માંતર ની સર્વ મલિન વાસનાઓ નો
ત્યાગ થઇ શકે છે,અને આત્મ-જ્ઞાન-પ્રાપ્તિ ની આડે આવતાં સર્વ વિઘ્નો ને જીતી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.


૩) ઉત્પત્તિ પ્રકરણ-


મન એ સંકલ્પ-વિકલ્પ કરે છે.
આ સંસાર,સંકલ્પ ની વૃદ્ધિ થી વૃદ્ધિ પામે છે,ને સંકલ્પ ની ક્ષીણતા થી સંસાર મરી જાય છે.
એટલે મન નું સ્ફુરણ (સંકલ્પ) જ જગત ની ઉત્પત્તિ તથા સ્થિતિ નું કારણ છે.
પણ મન પાસે કોઈ સત્તા નથી,તેની સત્તા બ્રહ્મ ની (અધિષ્ઠાનની) સત્તા ને જ કારણે છે.
“હું બ્રહ્મ નથી" એવો સંકલ્પ જ્યાં સુધી મનમાં સ્થિર છે,ત્યાં સુધી બંધન છે.પણ જયારે,
“આ સર્વ દ્રશ્ય બ્રહ્મ છે,અને હું પણ બ્રહ્મ છું"એવો સંકલ્પ દૃઢ થઇ જાય પછી કોઈ બંધન ક્યાંથી રહે?


૪) સ્થિતિ પ્રકરણ-


બ્રહ્મ (પરમાત્મા) અને જીવ (આત્મા) વચ્ચે નો,  સંકલ્પ ને લીધે ઉદભવતો ભાવનામય ભેદ  એ જ
ઉત્પત્તિ તેમ જ સ્થિતિ નું પણ કારણ છે.
માટે એ સંકલ્પ-મય જગત નો ત્યાગ કરી ને સ્વ-સ્વરૂપ માં વિચરવાનું કહે છે.
સર્વ પદાર્થો માં સમ-દૃષ્ટિ થવા થી મન ની પરમ (શાંત)  સ્થિતિ ઉદ્ભવે છે.
લૌકિક અહંકાર (હું દેહ છું,મારું શરીર એ “હું" છું) નો ત્યાગ કરી પરમ પદ માં સ્થિર (સ્થિત) થવાનું કહે છે.


૫) ઉપશમ પ્રકરણ -


જ્યાં સુધી મન ની સત્તા છે,ત્યાં સુધી દુઃખ છે,મનો નિગ્રહ કરી,થયેલા મનોનાશથી  (મન ના નાશથી)
દુઃખ નો પણ નાશ થઈ જાય છે.
વાસના નો નાશ,મનોનાશ અને તત્વ-સાક્ષાત્કાર થી જ પરમપદ ની પ્રાપ્તિ થાય છે.
આ ત્રણે એક બીજાના સહચારી છે.વાસના ના નાશ થી મનનો નાશ થાય છે અને મન ના નાશ થી વાસનાનો નાશ થાય છે
એટલે કે જ્યાં સુધી વાસનાનો ક્ષય ના થાય ત્યાં સુધી મન નો નાશ થતો નથી,અને
મન નો નાશ નથાય ત્યાં સુધી વાસનાનો નાશ થતો નથી.
અને આ બંને નો નાશ ન થાય ત્યાં સુધી સાક્ષાત્કાર થતો નથી.


સંસાર સાથે આસક્તિ જ અનર્થો નું કારણ છે.સંસાર માં રહેવા થી દુઃખ નથી પણ સંસાર ને મન માં લાવી,
તેની સાથે મન આસક્ત થાય છે ત્યારે જ દુઃખો પેદા થાય છે,માટે મન થી સંસારની આસક્તિ નો ત્યાગ
કરવા થી બંધન છૂટી જાય છે અને આસક્તિ નો ત્યાગ એ જ મોક્ષ છે.


૬) નિર્વાણ પ્રકરણ-


શાસ્ત્રાભ્યાસ કે ગુરૂ ,એ બાહ્ય સાધનો છે,તેનાથી કંઈ પરમપદ ની પ્રાપ્તિ થતી નથી.પણ
કેવળ આપણી પોતાની અંતર- શુદ્ધિ  અને શુદ્ધ બુદ્ધિ થી જ પરમપદ પામી શકાય છે.


“મારા થી ભિન્ન કોઈ વસ્તુ નથી,આ સંસાર ચક્ર જે અનાદિ કાળ થી ચાલી રહ્યું છે,તે બ્રહ્મ થી અને મારાથી
ભિન્ન  નથી.હું શિવ-સ્વરૂપ છું,દ્રષ્ટા છું"
આવું જે જ્ઞાન છે તે જ માત્ર પરમપદ છે.બીજું કોઈ પરમપદ નથી.
અને આવા જ્ઞાનના ઉદય થયા પછી,સર્વ અહમ નો ત્યાગ થઇ જાય છે.અને શરીર વિદ્યમાન (હોવા) છતાં
પણ તેવો જ્ઞાની પુરુષ વિદેહ (કૈવલ્ય) ને પ્રાપ્ત થાય છે.


    INDEX PAGE
     NEXT PAGE

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-776

 

અધ્યાય-૧૧૬-ગાલવે,તે માધવી રાજા હર્યશ્વને આપી 


II नारद उवाच II हर्यश्वस्त्वब्रविद्राजा विचिन्त्य बहुधा ततः I दीर्घमुष्णं च निःश्वस्य प्रजाहेतो र्नृपोत्तमः II १ II

નારદે કહ્યું-નૃપતિશ્રેષ્ઠ હર્યશ્વ રાજા,અનેક પ્રકારના વિચાર કર્યા પછી,પ્રજાના કારણથી લાંબો નિસાસો નાખી કહેવા લાગ્યા કે-આ કન્યા ઘણાં લક્ષણોથી યુક્ત છે.સામુદ્રિક શાસ્ત્રમાં કહેવા પ્રમાણે જે છ અવયવો (બે સ્તન,બે નિતંબ,બે નેત્ર) ઉન્નત હોવા જોઈએ તે ઉન્નત છે.જે સાત સ્થાન (ત્વચા,કેશ,દાંત,હાથ અને પગની આંગળીઓ,ને આંગળીઓના પર્વો) સૂક્ષ્મ હોવાં જોઈએ તે સૂક્ષ્મ છે.જે ત્રણ (સ્વર,મન,નાભિ)ગંભીર હોવાં જોઈએ તે ગંભીર છે ને જે પાંચ (હથેળી,નેત્રના છેડા,તાળવું,જીભ,નીચલો હોઠ)લાલ હોવાં જોઈએ તે લાલ છે.એકંદર આ કન્યા દેવો-અસુરોએ જોવા યોગ્ય,રૂપવાળી,ને ચક્રવર્તી પુત્રને પણ જન્મ આપવા સમર્થ છે,માટે હે દ્વિજશ્રેષ્ઠ,મારા વૈભવ તરફ દ્રષ્ટિ રાખી તમે એનું મૂલ્ય કહો (4)