Oct 27, 2026

ભાગવત રહસ્ય-૨૯૧-Bhagvat Rahasya-291

નંદબાબાને બાલકૃષ્ણની ઝાંખી થઇ છે,અને તે સ્તબ્ધ થઇ ગયા છે,નંદજી ને લાગ્યું કે -
“જે બાળક સ્વપ્નમાં મેં જોયેલો તે આ જ બાળક છે” બાલકૃષ્ણ નંદબાબાને કહે છે, “બાબા તમે 
ગાયોની ચિંતા ના કરો,હું ગાયોની સેવા કરવા આવ્યો છું.” સ્તબ્ધતામાં નંદબાબાને દેહનું ભાન રહ્યું નથી,
બાલકૃષ્ણના દર્શન કરતાં તે જડ જેવા થઇ ગયા છે.તેમને યાદ આવતું નથી કે-
“ હું સૂતો છું કે જાગું છે ?કે હજુ હું સ્વપ્નમાં તો નથી ને ?”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1255

 

અધ્યાય-૪૫-વાહીકવાસીઓની નિંદા (ચાલુ)


 II कर्ण उवाच II हंत शल्य विजानीहि हंत भूयो ब्रवीमि ते I उच्यमानं मया सम्यक् त्वमेकाग्रमना: शृणु II १ II

કર્ણ બોલ્યો-હે શલ્ય,હું તને ફરી ઘણી જ ખેદની વાત કહું છું તે એકાગ્ર ચિત્તે સાંભળ.પૂર્વે મારા ઘેર એક બ્રાહ્મણ અતિથિ આવ્યો હતો,તે મારા ઘરનો આચાર જોઈને પ્રસન્ન થયો અને તેણે કહેવા માંડ્યું કે-'હું એકલો જ ઘણા કાળ સુધી હિમાલયના શિખર પર રહ્યો હતો,તેમ જ મેં અનેક જાતના ધર્મોવાળા દેશો જોયા છે.ત્યાંથી હું અહીં આવતો હતો તેવામાં વાહીક લોકોના સંબંધમાં મેં એવું સાંભળ્યું હતું કે-'ત્યાં સર્વ વાહીકો પ્રથમ બ્રાહ્મણ જ હોય છે,તેમાંથી ક્ષત્રિય થઇ જાય છે,પછી વૈશ્ય ને પછી શુદ્ર બની જાય છે છેવટે હજામ બની જાય છે ને તેનો તે જ પાછો હજામમાંથી બ્રાહ્મણ બની જાય છે.ને બ્રાહ્મણમાંથી પાછો ગુલામ બને છે.આવી રીતે એક જ કુળમાં માત્ર એક જ મનુષ્ય બ્રાહ્મણ તરીકે માંડ માંડ રહે છે અને બાકીના બીજા ભાઈઓ તો ભિન્નભિન્ન અને સંકીર્ણ ક્રિયાઓ કરનારા સ્વેચ્છાચારી બની જાય છે.આ પ્રમાણે મદ્રકો,અને વાહીકો પ્રાયઃ અલ્પજ્ઞ જ હોય છે.તે વાહીકોમાં જ ધર્મસંકર કરનારું વર્તન વિશેષ હોય છે.

Oct 26, 2026

ભાગવત રહસ્ય-૨૯૦-Bhagvat Rahasya-290

વસુદેવ ગોકુળમાં આવ્યા છે,યોગમાયાના પ્રભાવથી,સર્વ સૂતાં છે.ગોકુલમાં આવી-વસુદેવે શ્રીકૃષ્ણને 
યશોદા પાસે મૂકી અને યોગમાયાને લઇ પાછા ફર્યા.માર્ગમાં વસુદેવજી મનમાં વિચારે છે-કે-હજુ મારું 
પ્રારબ્ધ બાકી છે, એટલે પરમાત્માને આપી ને હું માયાને લઇને પાછો જાઉં છું.વસુદેવ યોગમાયાને 
ટોપલીમાં લઈને કારાગૃહમાં પાછા આવ્યા છે.માયાને લઈને પાછા આવ્યા એટલે હાથપગમાં બેડીઓ 
આવી,કારાગૃહના દરવાજા બંધ થયા.ફરીથી બંધન આવ્યું. ભગવાનની આજ્ઞા થી વસુદેવે બંધન સ્વીકાર્યું છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1254

 

અધ્યાય-૪૪-શલ્યરાજના તાબાના વાહીક પ્રદેશની નિંદા 


II शल्य उवाच II ननु प्रलापा कर्णते यान ब्रवीपि परान् प्रति I ऋते कर्ण सहस्त्रेण शक्या जेतुं परे युधि II १ II

શલ્ય બોલ્યો-'હે કર્ણ,તું શત્રુઓને ઉદ્દેશીને જે જે શબ્દો કહે છે તે સર્વને હું તો તારા બકવાદો જ માનું છું.તારા જેવા હજાર કર્ણો સિવાય હું એકલો જ યુદ્ધમાં શત્રુઓને જીતી શકું તેમ છું' ત્યારે આવા કઠોર વચનો કહી રહેલા શલ્યને,કર્ણ ફરી અપ્રિયતા દર્શાવનારાં ઘણાં તીક્ષ્ણ વચનો પ્રથમના કરતાં બમણાં સંભળાવવા લાગ્યો.

Oct 25, 2026

ભાગવત રહસ્ય-૨૮૯-Bhagvat Rahasya-289

શ્રાવણ માસ,કૃષ્ણપક્ષની અષ્ટમીએ,મધ્યરાત્રીએ દેવકી-વસુદેવ સમક્ષ-કમલનયન,અદભૂત 
બાળકરૂપે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે.ચારે બાજુ પ્રકાશ થયો છે,સંતતિ અને સંપત્તિનો 
નાશ થયા છતાં,અતિ દીન બની વસુદેવ-દેવકીએ નારાયણનું આરાધન કર્યું છે,એટલે પ્રભુએ, 
દેવકી-વસુદેવને નારાયણે સહુ પ્રથમ,ચતુર્ભુજ સ્વરૂપના દર્શન આપ્યાં છે,ચાર હાથ માં શંખ,ચક્ર,
ગદા અને પદ્મ છે.પ્રભુ એ કહ્યું-કે –“મારા સ્વરૂપના દર્શન કરો અને પછી અગિયાર વર્ષ ધ્યાન કરો,
તે પછી હું તમારી પાસે આવીશ”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1253

 

અધ્યાય-૪૩-શલ્યનો તિરસ્કાર 


II संजय उवाच II ततः पुनःमहाराज मद्रराजमरिंदं I अस्यभाषत राधेयः संनिवार्योत्तरं वचः  II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,તે પછી ફરી પણ શત્રુદમન રાધાપુત્ર કર્ણ,મદ્રરાજને બોલતો બંધ કરી દઈને ઉત્તરવચન કહેવા લાગ્યો-'ઓ શલ્ય,તેં મને કાગડાનું દૃષ્ટાંત કહીને તેનો આશય પણ જણાવ્યો,પરંતુ તેવી વાણી માત્રથી તું મને યુદ્ધમાં ડરાવી શકે તેમ નથી.જો,ઈન્દ્રથી પણ મને ભય નથી તો કૃષ્ણની સાથે આવેલા અર્જુનનો તો ક્યાંથી ભય હોય?તારા જેવો જેને રણમાં ડરાવી શકે તે બીજા,હું નહિ,એ તારે લક્ષમાં રાખવું.તેં મને કઠોર વચન કહ્યાં,તેમાં કોઈ આશ્ચર્ય નથી,કારણકે નીચ મનુષ્યનું એટલું જ બળ હોય છે.તું મારા ગુણગાન કરવા અસમર્થ છે તેથીજ આવું બકે છે.