અધ્યાય-૬૧-તુમુલ યુદ્ધ
II धृतराष्ट्र उवाच II निवृत्ते भीमसेने च पांडवे च युधिष्ठिरे I वध्यमाने बले चापि मामके पांडुसृंजयैः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,જયારે પાંડવ ભીમસેન તથા યુધિષ્ઠિર એ પ્રમાણે યુદ્ધ કરવા પાછા ફર્યા અને
પાંડવ તથા સૃન્જય યોદ્ધાઓ મારા સૈન્યનો સંહાર કરવા લાગ્યા,તેમ જ જયારે તે આનંદરહિત થયેલું
મારુ સૈન્ય નાસભાગ કરવા લાગ્યું હતું ત્યારે કૌરવોએ શું કર્યું હતું ? તે તું મને કહે.'





