Sep 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-621

હે વસિષ્ઠ મુનિ,માયા-રૂપ કલંક-વાળું,એ બ્રહ્મ-ચૈતન્ય,ગંધર્વ-નગર જેવા આ સંસારને-
તે માયાનો વિચાર નહિ કરવાથી ઉત્પન્ન કરે છે અને માયાનો વિચાર કરીને તેને નષ્ટ કરે છે.
જો ચિત્ત-આદિ ના હોય તો-દેહ ભીંત ની જેમ મૂંગો રહે છે.પણ ચિત્ત-આદિ હોવાને લીધે જ
દેહ આકાશમાં ફેંકાયેલા પથ્થરોની જે, ચેષ્ટાઓ કરે છે.પણ,
જેમ ચુંબક નજીક હોવાને લીધે જ અત્યંત જડ લોઢું-ચેષ્ટા કરે છે-
તેમ,જીવ સર્વ-વ્યાપક બ્રહ્મના સામીપ્યથી જ-સર્વ વ્યાપારો કરે છે.

Sep 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-620

પ્રાણવાયુના ચલનથી જ પ્રત્યેક ને જ્ઞાન થાય છે,અને પ્રાણવાયુ જ સઘળાં અંગોમાં
અન્નના રસનો પ્રવેશ કરાવવા માટે,સઘળી નાડીઓમાં ગતિ કરે છે.
જો કે,આકાશના જેવી સ્વચ્છ ચૈતન્ય-શક્તિ,એ જળમાં અને ચેતનમાં સર્વત્ર સમાન છે,
તો પણ મન આદિ-પદાર્થોથી ગોઠવાયેલા,લિંગ-શરીર-રૂપ-પ્રાણ ની ગુહામાં,
બિંબ-પ્રતિબિંબ ના ભાવથી ચૈતન્ય-શક્તિનું બમણા-પણું થવાથી,અધિક-પણું દેખાય છે.
કેમ કે પ્રાણના ચલનથી લિંગ શરીરમાં ચૈતન્ય-શક્તિ જાણે સ્પષ્ટ થઈને ચલિત થતી હોય તેમ અનુભવાય છે.