Feb 11, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-749

વ્યાધિ બે પ્રકારનો છે,એક સામાન્ય અને બીજો દૃઢતર.
ભૂખ-તરસ અને સ્ત્રી-પુત્ર-આદિની ઈચ્છા-વગેરેથી થયેલો વ્યાધિ સામાન્ય ગણાય છે,
અને જન્મ-આદિ વિકાર આપનાર (વાસનામય) વ્યાધિ દૃઢતર કહેવાય છે.
અન્નપાન અને સ્ત્રી-પુત્ર આદિ ઇચ્છિત વસ્તુ મળી જવાથી વ્યવહારિક સામાન્ય વ્યાધિ નાશ પામે છે.અને આધિ નાશ થઇ જવાથી મનથી થયેલા રોગો પણ નાશ પામે છે.

Feb 10, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-748

એક સો નાડીઓ શરીરમાં મુખ્ય ગણાય છે અને બાકીની બીજી નાડીઓ સામાન્ય ગણાય છે.
સામાન્ય નાડીમાં કફ-પિત્ત-આદિ દોષ વધી જવાથી તેમાં અન્ન-રસ પહોચાડનારી,
પ્રાણ-શક્તિનો વ્યાપાર બંધ પડી જાય છે-અને સામાન્ય રોગો થાય છે,
અને મુખ્ય નાડીઓમાં જો વ્યાપાર બંધ પડી જાય તો મોટા રોગો થાય છે.

રામ કહે છે કે-હે મહારાજ,શરીરમાં આધિઓ અને વ્યાધિઓ શી રીતે ઉત્પન્ન થાય છે?
અને તેનો નાશ કેવી રીતે થાય છે? તે આપ મને બરોબર રીતે કહો.