Sep 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-923

ઘાસ,વેલા,ઝાડ-વગેરેનાં જુદાંજુદાં બીજોની અંદર પણ
અંકુર-આદિ-કાર્ય કરવાની જે કંઈ "શક્તિ" રહી છે,
તેનું પણ બીજ ચિદાત્માનું સ્ફુરણ જ છે,પણ, એ ચૈતન્યના સ્ફુરણનું બીજું કશું જુદું બીજ નથી.
જેમ અગ્નિનો અને ગરમીનો ભેદ નથી,તેમ બીજ અને અંકુરનો વસ્તુતઃ ભેદ નથી.
બીજ છે તે જ (બીજની અંદર સુક્ષ્મ-રૂપે અંકુર રહેલો હોવાથી) અંકુર-રૂપ છે તેમ તમે સમજો.
તેજ રીતે,પુરુષને પણ (કર્મ જ જન્મ આપનાર હોવાથી) કર્મ-રૂપ જ તમારે જાણવો જોઈએ.

Sep 17, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-922

હવે,તે પુણ્ય-પાપનાં ફળોને ભોગવવા માટે,તે પુણ્ય-પાપ- (૧) ઘટ-આદિ "પદાર્થો-રૂપે"
(૨) તેની અંદર રહેલ "ગુણ-ક્રિયા-આદિ-રૂપે" અને (૩) ઘટત્વ-આદિ-"જાતિ-રૂપે" --થઇ રહે છે.
આમ,આ સર્વ જગત કે જે ચેતન-તત્વનો વિવર્ત છે,તે ચિદાત્માનું "સંકલ્પ-રૂપી-સ્ફુરણ" જ
"દૈવ કે કર્મ" આદિ પર્યાય (ઓલ્ટરનેટીવ) શબ્દોને ધારણ કરનારું છે.

Sep 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-921

વસિષ્ઠ કહે છે-ચિદાકાશ અનંત છે,તે પરમતત્વનું દેશ-કાળ-વસ્તુ-વગેરેથી કશું પરિમાણ (માપ) બાંધી
શકાતું નથી,માટે તમારા ચિત્તને,સુખ-દુઃખ-આદિમાં સમાન રાખીને,પરમતત્વમાં જ સદાકાળ લાગેલું રાખો.
તમે જો આવો આત્માકાર-વૃત્તિનો નિશ્ચય રાખશો,તેઓ તમે પોતે જ આત્મતત્વ-રૂપ છો.
ધ્યાતા-ધ્યાન-ધ્યેય-એમાંનું કશું સત્ય નથી.વળી, દ્રષ્ટા-દર્શન-દૃશ્ય-એ પણ ચિત્ત-તત્વની જ વિભૂતિ છે,
કેમ કે,જડ વસ્તુ,એ ચેતન-તત્વથી જુદી હોઈ શકતી નથી,તેથી તે નથી અને ધ્યાતા-ધ્યાન-ધ્યેય-પણ નથી.