Dec 10, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1006

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,તમને કદાચ પ્રશ્ન થાય કે-સ્વપ્નમાં દૃશ્યની શોભા ક્યાંથી હોય? અને શા હેતુથી તે (દૃશ્ય) જોવામાં આવે છે? તો તે પ્રશ્ન અયોગ્ય જ છે,કેમ કે -"અનુભવની બાબતનો હેતુ" અનુભવ સિવાય બીજો કોઈ નથી.વળી,જો કોઈ "સ્વપ્ન કેમ આવે છે?" એમ તે "સ્વપ્નનો હેતુ" પૂછવા માંડે તો-તેને "જેમ તમે દૃશ્ય દેખો અને તેનો તમને અનુભવ થાય તેમ-તે સ્વપ્નનો હેતુ (સ્વપ્નમાં દેખાયેલનો અનુભવ) છે " એટલો જ માત્ર હેતુ બતાવી શકાય,બીજો કશો પણ-સ્વપ્નનો હેતુ- બતાવી શકાય નહિ.

Dec 9, 2017

પતંજલિના યોગસૂત્રો-21-Yogsutra of Patanjali-Gujarati

स्मृतिपरिशुद्धौ स्वरूपशून्येवार्थमात्रनिर्भासा निर्वितर्का  (૪૩)
જયારે સ્મૃતિ શુદ્ધ એટલે કે "ગુણ-રહિત" થાય છે,અને વસ્તુના કેવળ "અર્થ" ને જ પ્રકાશિત કરે છે,
ત્યારે તે સમાધિ ને "નિર્વિતર્ક " કહેવામાં આવે છે. (૪૩)

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1005

વળી,જે પુરુષો વિવેક-યુક્ત આત્માવાળા હોય છે અને શુદ્ધ ચૈતન્યની સાથે એકતા પામેલા હોય છે,તે પુરુષો મારી સાથે મળતા વિચારના છે અને મારા એક આત્મા-રૂપ જ છે,કેમ કે તેવા પુરુષોને હું મારા આત્મારૂપ જ સમજુ છું.
આવી ઉત્તમ વિવેક-દૃષ્ટિનો પાક-કાળ આવી જાય છે,ત્યારે દૃષ્ટા-દર્શન-દૃશ્ય-એ ત્રિપુટીમાં કશી પણ બુદ્ધિ ઉદય જ પામતી નથી,કેમ કે અપરોક્ષ અનુભવ વડે આત્માનું સર્વત્ર એક-પણું જ જણાય છે.