Jan 26, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1051



એમ, બ્રહ્માંડના બે ખંડને ખાઈ જઈને,હવે તે રુદ્ર આકાશની અંદર પોતે એકલા જ આકાશના જેવા
નિરાકાર થઈને રહ્યા.ત્યારે આકાશમાંથી હું (વસિષ્ઠ) દિવ્ય દૃષ્ટિથી જોતો હતો અને મને એ રુદ્રનું તેજ-રૂપ
બહુ ઝીણું થઇ ગયેલું દેખાયું.પછી ક્ષણમાત્રમાં તે પરમાણુરૂપ થઇ અદૃશ્ય થઇ ગયા.અને હવે ત્યાં શાંત,નિર્મળ,
બ્રહ્મ-રૂપ ચિદાકાશ જ અવશેષ રહ્યું,કે જે ચિદાકાશ,આદિ-મધ્ય-અંતથી રહિત હતું.

Jan 25, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1050



ક્રિયા-શક્તિ-વાળી ચિદ-શક્તિ,એ પરમેશ્વરની એક ઈચ્છા-રૂપ છે.જ્યાં સુધી તે નિત્ય-તૃપ્ત,નિર્વિકાર,અજર,
અનાદિ અને અદ્વિતીય એવા 'શિવ'ને દેખાતી નથી,ત્યાં સુધી તે 'પ્રકૃતિ'-રૂપે સંસારમાં ભમ્યા કરે છે અને
તેનું સ્વરૂપ ભ્રાંતિમાત્ર છે.એ ચિદ-શક્તિનું મૂળ અધિષ્ઠાન (આધાર) ચિદાકાશ (શિવ કે પરમેશ્વર) છે.
એટલે કાકતાલીય યોગથી તે 'શક્તિ'ને 'શિવ'નો સ્પર્શ થતાં,
તે જાણે તન્મય થઇ ગયેલ હોય તેમ પોતાના ભિન્ન સ્વરૂપને મૂકી દઈને તે શિવમાં લીન થઇ જાય છે.

Jan 24, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1049




(૮૫) શિવમાં શક્તિનું મળી જવું

વસિષ્ઠ કહે છે કે-એવી રીતે તે ભૈરવી-દેવી પોતાના લાંબા અને ચપળ હાથના સમૂહોથી,ઘાટા આકાશને જંગલના જેવું
બનાવી દઈને નૃત્ય કરતી હતી.પોતાના સ્વરૂપને ના ઓળખતાં,તે નિર્વિકાર ચિદ-શક્તિ જ ક્રિયા-રૂપે નૃત્ય કરતી હતી.
બાણ,શક્તિ,ગદા,તોમળ,મુશળ (જેવા આયુધો) તથા ભાવ,અભાવ,પદાર્થોના સમૂહો,કળાઓ અને કાળનો ક્રમ-
એ સર્વ તેના આભુષણ-રૂપ હતાં.જેમ,મનોરાજ્યની કલ્પના જ હૃદયમાં નગરના આકારને ધારણ કરે છે,
તેમ, ચિદ-શક્તિ પોતાની અંદર જગતને ધારણ કરીને જગતના આકારે થઈને રહી છે.