Feb 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1074



રામ કહે છે કે-વિશાળ ચિદાકાશની અંદર,પ્રાણીઓના ભોગ-રૂપી-તૃષ્ણા,એ લતાની જેમ,
હજારો 'જગત-રૂપી વેલાઓ'ને પ્રસારીને (તે તૃષ્ણા) પોતે પણ પ્રસરી રહેલ છે.
તો તેમાં સારાસારનો વિચાર કરીને,પરમાર્થ તરફ લક્ષ્ય રાખનારા પંડિતો તો વિરલ જ હશે?

Feb 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1073






વિષમ પદાર્થોમાં પણ સમ બુદ્ધિ રાખનારા તત્વવેત્તાઓની દૃષ્ટિમાં બ્રહ્મ જ સર્વરૂપ છે અને સર્વના આત્મારૂપ છે,
આ સર્વ સ્વભાવ-સિદ્ધ જ છે,એમ સ્વભાવવાદીઓનું કહેવું છે,તે પણ તેમના અનુભવ મુજબ તેમને સત્ય લાગે છે.
કેમ કે શોધ કરવા છતાં પણ તેમની બુદ્ધિમાં બીજો કોઈ બુદ્ધિમાન-સર્વકર્તા આરૂઢ થતો નથી.
(સાકાર-બ્રહ્મ) ઈશ્વરમાં આસકત (દ્વૈત-વાદીઓ કે આસ્તિકો),ભક્તિ-ચિત્તવાળા પુરુષો કહે છે કે-
સર્વત્ર એક જ કર્તા છે.આ વાત પણ સત્ય જ છે,કેમ કે ઉપાસક પુરુષ પોતાનો દૃઢ નિશ્ચય હોવાથી
'સર્વ-કર્તા' એવા એક પરમેશ્વરને જરૂર પ્રાપ્ત થાય છે.આ વાત અબાધિત છે.

Feb 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1072






એ ચિદાત્મા,આ સંસારને દ્રષ્ટા-રૂપે જુએ છે,સુખ-દુઃખને જુએ છે અને મુક્તપણાને પણ અનુભવે છે,
પણ તે તત્વ પોતાના ચિદ-સ્વરૂપથી જુદું રહેલું નથી.પોતાનું ખરું સ્વરૂપ,ન ઓળખવાથી (કે ભૂલી જવાથી)
તે પોતે જ મોહને ધારણ કરી લે છે.પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન થતાં,તે પોતે જ 'મોક્ષ' નામને ધારણ કરે છે.
આમ,તે ચિદાત્મા જગતની અંદર જેવાજેવા દ્રઢ સંકલ્પનું સ્ફુરણ કરે છે,તેવુતેવું તેના અનુભવમાં આવે છે.
આ વાત અનુભવ-સિદ્ધ છે.અને ચિદાત્માનું અનુસરણ ના કરે એવું પણ કશું છે જ નહિ,એ પણ સુપ્રસિદ્ધ છે.