Mar 8, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1092






હે રામચંદ્રજી,અનેક પ્રકારના સ્વપ્નોમાં અનેક પ્રકારના કર્મોના આરંભો દેખાય છે,છતાં તે અનારંભો જ છે,
અને સ્વપ્નમાં દેખાતું સર્વ અસત્ય જ છે છતાં સત્ય જેવું ભાસે છે.
સ્વપ્નમાં વરસાદ અને ગાજ્વીજનો અવાજ જોકે સંભળાય છે પણ વસ્તુતઃ કશું પણ નહોતાં મૌન જ હોય છે,
કેમ કે પોતાની પાસે રહેલો બીજો જાગતો પુરુષ તે અવાજોને સાંભળી શકતો નથી,
તેજ રીતે પોતે (સ્વપ્નમાંથી) જાગી જઈ અને જુએ તો તેને (જાગ્રત-અવસ્થામાં) કશું સંભળાતું નથી.

Mar 6, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1091






હવે આપણે વિચાર કરીએ કે-નિરાકાર આકાશમાંથી પૃથ્વી સુધીની સાકાર સૃષ્ટિ શી રીતે થાય?
(વિચારમાં) જો ઘણા આગળ ગયા પછી પણ છેવટે (આત્માના) 'અનુભવ'ને 'પ્રમાણ-રૂપ' માનવો પડે,
તો પહેલાંથી જ તે આત્માને 'પ્રમાણ-રૂપ' ગણી "તે આત્મા જ સ્વપ્નની જેમ,પોતાના વિવર્ત-રૂપે
આ જગતને કલ્પી લે છે " એવા નિર્મળ (શુદ્ધ) સિદ્ધાંતને સ્વીકારી લેવામાં શું દોષ હોઈ  શકે? કે જે સિદ્ધાંત,
"અધિષ્ઠાન-ચૈતન્યની સત્યતા અને સર્વ ખલ્વિદં બ્રહ્મ" આદિ શ્રુતિના બળથી યથાર્થ સિદ્ધ થયેલા છે.

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1090

પ્રતીતિમાં આવતું આ શરીર,એ આકાશ-રૂપી-ચિદાત્મા (મહા-ચિદાકાશ કે પરમાત્મા) નું એક સ્વપ્ન છે.
એટલે કે -તે મહા-ચિદાકાશનું,સ્વપ્ન-રૂપ-પ્રથમ શરીર,કે જેને સ્વયંભૂ (કે વિરાટ) કહે છે,તે સ્વયંભૂના શરીરમાંથી આપણા
સર્વેનાં શરીર ઉત્પન્ન થયેલાં છે કે જે એક સ્વપ્નમાંથી ઉત્પન્ન થતાં બીજાં અનેક સવ્પનાંતરો જેવાં છે.
આમ બ્રહ્મ પોતે જ (કાલ્પનિક) અસત્ય-જીવ-રૂપે થઇ રહેલ છે,છતાં તે સત્યની પેઠે અનુભવમાં આવે છે.
જ્યારથી એ બ્રહ્મ જીવ-રૂપ (શરીર-રૂપ) થઇ રહેલ છે ત્યારથી જ આ મિથ્યા જગત પણ સ્થિર થઈને રહેલ છે.