Mar 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1095

વસિષ્ઠ કહે છે કે-આ જગત,(રૂપ-આદિ) બાહ્ય વિષય તથા માનસિક વિષય (સંકલ્પ-વિકલ્પ) એ બંનેના
અનુભવ વડે યુક્ત છે,છતાં તે ચિદાકાશ-રૂપ જ છે.નિર્મળ,નિર્વિકાર અને સત્ય-એવું ચિદાકાશ સદા એક-રૂપે
રહેલું છે,છતાં કંઇક બહિર્મુખ થતાં તે જાણે જગત આદિના આકારે થઇ રહેલ હોય-એમ પ્રતીતિમાં આવે છે.
તેથી ઇન્દ્રિયો વડે પદાર્થોના અનુભવ કરવા છતાં ચિત્તમાંથી વાસનાને કાઢી નાખો અને તત્વનિષ્ઠ થઇ ચિદાકાશ સાથે
એકતાર બની સુષુપ્તિ અવસ્થાવાળા જેવા થઇ રહો.તમે વાસનાથી રહિત થઇ જઈને તથા ચિત્તને શાંત રાખીને
બોલો,ચાલો,ખાઓ,પીઓ અને લેવડદેવડ કરો,ને આમ જીવવા છતાં (આંતરિક) દૃઢ મૌનને ધારણ કરો.

Mar 10, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1094

આત્મ-ચૈતન્ય,ચક્ષુ-આદિ ઇન્દ્રિય દ્વારા,પળવારમાં એક પ્રદેશમાંથી ઘણા દૂરના પ્રદેશમાં જાય છે
ત્યારે વચમાં તેનું જે કંઈ નિર્વિશેષ સ્વરૂપ છે-તે ચિદાકાશ કહેવાય છે.
પૃથ્વી પર સ્થિર થઇ રહેલાં અને પોતાના મૂળ વડે પૃથ્વીના સ્વચ્છ રસને ખેંચનારાં વૃક્ષમાં,
ક્ષય વિનાનો જે કંઈ નિર્વિક્ષેપ આનંદ રહ્યો છે-તે ચિદાકાશ કહેવાય છે.
સર્વ વાસનાઓથી રહિત થઇ ગયેલા અને કશો વિક્ષેપ ન આવવાથી,ચિત્તને શાંત રાખનારા તત્વજ્ઞ પુરુષને,
વિષમ-ભાવથી રહિત પોતાના સહજ સુખમય સ્વરૂપનો,જે કંઈ અનુભવ થાય છે-તે ચિદાકાશ-રૂપ કહેવાય છે.

Mar 9, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1093

જેમ,એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતાં,પ્રથમ સ્વપ્ન કરતાં,તે સમયનું ચાલતું બીજું સ્વપ્ન,જાગ્રતના જેવું
વિશેષ જણાય છે,તેમ,એક જાગ્રત અવસ્થામાં મરણને શરણ થઇ બીજા દેહના યોગે બીજી અવસ્થામાં આવતાં,
જો મનુષ્ય પ્રબોધને પ્રાપ્ત થાય તો,એ (બીજી) જાગ્રત અવસ્થા પણ અવશ્ય,સ્વપ્ન જેવી વિશેષ જણાય છે.
સ્વપ્નના સમયમાં,સ્વપ્ન એ જાગ્રતના જેવું વિશેષ (વધારે) જણાય છે,અને જાગ્રતમાં જે આગળ અનુભવ્યું હોય
તે સ્વપ્નના જેવું વિશેષ જણાય છે.વસ્તુતઃ તો જાગ્રત અને સ્વપ્ન એ બંને મિથ્યા છે.