Apr 26, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1137

આ ચિત્ત,પ્રાણો સહિત પોતાના શરીરને જ્યાં કલ્પી લે છે તેવા દેહને (માયાથી) ખડો થઇ ગયેલો
ક્ષણવારમાં અનુભવે છે.એટલે 'હું કોઈ દિવસ દેહ વિના રહી શકીશ જ નહિ' એવો દૃઢ નિશ્ચય
અવિવેકી જીવને બંધાઈ જાય છે,પરંતુ પોતાના ચિન્માત્ર-સ્વ-રૂપમાં રહેનાર જ્ઞાનીને તેવો દૃઢ નિશ્ચય થતો નથી.
અવિવેકી પુરુષનું ચિત્ત સંદેહને લીધે હીંચકા જેવું ચપળ હોવાથી દુઃખિત રહે છે
અને અતિદૃઢ થઇ ગયેલું ભ્રાંતિ-જ્ઞાન,એ તત્વજ્ઞાનના અલ્પ-પ્રયાસ (થોડા અભ્યાસ)થી નિવૃત્ત થતું નથી.

Apr 25, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1136

વસિષ્ઠ કહે છે કે- પોતાને અનુભવમાં આવતો આ પોતાનો દેહ પણ 'માનસિક કલ્પનામય' છે,
તેથી સ્વપ્નમાં દેખાતા પર્વતની પેઠે છે જ નહિ.અને જો આમ જ હોય તો પછી સૃષ્ટિ આદિ-કાળમાં
કારણના અભાવને લીધે દૃશ્યની ઉત્પત્તિ થઇ જ નથી.આમ જો દૃશ્ય (જગત)નો અભાવ સિદ્ધ થાય,
તો ચિત્તનો અભાવ પણ સિદ્ધ થાય છે.આ રીતે સર્વ બ્રહ્મમય જ છે અને તે બ્રહ્મ જ સર્વરૂપ થઇ રહેલું છે,
અને તેની સત્તાને લીધે આ આખું વિશાળ જગત યથાસ્થિતપણે તે બ્રહ્મની અંદર આરોપિત-રૂપે રહેલું છે.

Apr 24, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1135

મુનિ કહે છે કે-ત્યાર બાદ, મેં પળવારમાં તે મનુષ્યના 'જીવ-ચૈતન્ય'ને મારા 'જીવ-ચૈતન્ય'માં સમેટી લઇ એકરૂપ કરી દીધો,
એટલે જેમ,સુગંધ,પવનની સાથે એકરૂપ થઇ જાય છે તેમ બંને ચૈતન્ય એકરૂપ થઇ ગયાં, કે જેથી
તે બેવડું દેખાયેલું જગત હવે એક જ જોવામાં આવ્યું.ત્યારે હું તેના 'જીવ-ચૈતન્ય'ની અંદર રહ્યો હતો
અને પોતાના વિવેકને છોડતો ન હતો.મારો પોતાનો સંકલ્પ વિરલ-પણાને પ્રાપ્ત થઇ,તે મનુષ્યના સંકલ્પને બદલી દઈ,
મારા સંકલ્પને અનુસરનારી સ્થિતિને પ્રાપ્ત થઇ ગયો.