May 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1154






સૃષ્ટિ અને સૃષ્ટિમાં દેખાતા આકારો,વસ્તુતઃ તો ચિદાકાશ-રૂપ જ છે,એટલે તે બંનેને 'તે જુદા છે' એમ
કહી શકાતું નથી.બાકી એટલો તો ચોક્કસ નિયમ છે કે-તે ચિદાકાશ જયારે જેવા પ્રકારે વિવર્તભાવને પામે છે,
ત્યારે તે,વ્યવહારિક,પારમાર્થિક કે પ્રાતિભાસિક રૂપે તેની પ્રતીતિ થાય છે,પણ તેમાં કોઈ બીજો તફાવત થતો નથી.
સ્વપ્નમાં કોઈ સમયે સત્યતા તો કોઈ સમયે અસત્યતા જોવામાં આવે,તો તેમાં કશો ચોક્કસ નિયમ નથી.
તેથી કાકતાલીય ન્યાય મુજબ થયેલ,તે સ્વપ્નની ગતિ માત્ર તર્ક કરીને સમજી શકાતી નથી.

May 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1153

(૧૪૮) સ્વપ્નની સત્યતા-અસત્યતા વિષે
વ્યાધ કહે છે કે-હે મુનિ,જો આપ કહો છો તેમ જ હોય તો,કેટલાંક સ્વપ્નમાં સત્યતા અને કેટલાંક સ્વપ્નમાં અસત્યતા
કેમ હોય છે? સ્વપ્ન-દૃષ્ટિ વડે જોતાં મારા ચિત્તમાં આ એક મોટો સંશય ઉત્પન્ન થાય છે.

મુનિ કહે છે કે-ચિદાત્માની અંદર સ્વપ્ન-અવસ્થામાં,દેશ,કાળ,ક્રિયા અને દ્રવ્યના સંયોગથી જે 'સંકલ્પ'
(કાકતાલીય ન્યાયની જેમ નિશ્ચય-રૂપે) ઉદય પામે છે,તે જ 'સત્ય-સ્વપ્ન' નામે કહેવાય છે.
(મણિ,મંત્ર,ઔષધિ ને દ્રવ્ય-રૂપી નિમિત્ત વડે) કોઈ સ્થળે તેનો વ્યભિચાર થતો નથી,પણ કોઈ સ્થળે
(સાધન-સંપત્તિ ના અભાવે) તેનો વ્યભિચાર થતો પણ જોવામાં આવે છે.પરંતુ
શાસ્ત્ર-મર્યાદા પ્રમાણે તેને 'સત્ય-સ્વપ્ન' નામ વડે કહી શકાય છે.

May 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1152

વાસ્તવિક દૃષ્ટિએ જોતાં અહીં દૃષ્ટા કે ભોક્તા -એ કશું નથી,સર્વ એક ચિદ્રુપ (અદ્વૈત) જ છે.કે જે કશા-રૂપ નથી
છતાં કાંઇક આરોપિત (જગત)રૂપે પ્રતીતિમાં પણ આવે છે.વાણી અહીં  પહોંચી શકતી નથી,એટલે મૌનનો જ આશ્રય
લેવો પડે છે.સૃષ્ટિના આદિ-કાળમાં કારણના અભાવને લીધે,ચિદાકાશની અંદર સંકલ્પ-નગરના જેવા વિવર્તનો ઉદય
થાય છે,કે જે છેક પ્રલય સુધી રહે છે જે કંઈ આ દ્વૈત-રૂપ છે તે ચિદાત્મા (અદ્વૈત) રૂપ જ છે.
આમ,તત્વ-દૃષ્ટિથી જોતાં,આદિ-મધ્ય-અંતથી રહિત,અનંત અને સ્વચ્છ (અદ્વૈત) બ્રહ્મ જ,ભ્રાંતિ (માયા કે અવિદ્યા)ને
લીધે અતિ વિકારી અને અનેક પ્રકારે (દ્વૈત)થઇ રહેલ ભાસે છે.