Jun 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1176

વસિષ્ઠ કહે છે કે-જેવી રીતે ચિદાકાશ જ સ્વપ્નની અંદર રૂપ-આદિ વિષયના આકારે તથા તે રૂપ-આદિનો
પ્રકાશ કરનાર ચક્ષુ-આદિ જેવી ઇન્દ્રિયોના આકારે થઇ રહ્લું હોય તેમ ભાસે છે,તેવી રીતે જાગ્રત અવસ્થામાં
પણ જાગ્રતના 'સાક્ષી-રૂપ' તે ચિદાકાશનું સંપૂર્ણ 'સ્વ-પ્રકાશ-સ્વરૂપ' જ જાગ્રતના આકારે થઇ રહેલું ભાસે છે.
'આ જાગ્રત છે અને આ સ્વપ્ન છે'એવી જે ભિન્નતા ભાસે છે,તે સત્ય અધિષ્ઠાન-વસ્તુની અંદર અનુભવ વડે
(નિઃશેષપણે) સમાન દેખાતી- એ બંને અવસ્થામાં (વસ્તુતઃ રીતથી)ભિન્નતા ભાસતી નથી.

Jun 6, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1175

(૧૬૧) પરમાત્મામાં જગતની ભ્રાંતિ
રામ કહે છે કે-એ મુનિને અને વ્યાધને,અનેક પ્રકારની જે સેંકડો દશાઓનો અનુભવ થયો,
તેનું બીજું કોઈ કારણ હશે કે સ્વાભાવિક જ તે પ્રમાણે થયું હશે?

વસિષ્ઠ કહે છે કે-પરમાત્મા-રૂપી મહાસાગરની અંદર એવી પ્રતિભાઓ (દશાઓ) રૂપી ચકરીઓ નિરંતર
પોતાની મેળે જ થતી રહે છે.જેમ,ચલન-શક્તિવાળા ચપળ વાયુમાં ચપળતા નિરંતર ઉદય પામતી રહે છે,
તેમ ચિદાકાશમાં સત્ય-આત્માના ચેતનપણાને લીધે,નિરંતર અનેક પ્રતિભાઓ (દશાઓ) ઉદય પામતી રહે છે.
અને તે પદાર્થોના આકારે ભાસતી એક સ્ફૂર્તિ જ કહેવાય છે.

Jun 5, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1174

આ પ્રમાણે આ અવિદ્યા અનંત છે,અનેક પ્રકારની શાખા-પ્રશાખા-આદિના વિસ્તાર વડે સુશોભિત છે,
જડ છે,હૃદયને મનોહર દેખાય તેવી છે,આસક્તિ (મોહ) ઉત્પન્ન કરનાર છે.
તે અંદર સાવ શૂન્ય છે અને મોહ-મમત્વ આદિ ગ્રંથિવાળી છે.તે ઉપરઉપરથી કોમળ દેખાય છે પણ
અનુભવ સમયે સુખ-દુઃખ-આદિ રૂપી કાંટા-વાળી જણાય છે.તે મિથ્યા ફળની આશંકાને ઉત્પન્ન કરનાર છે
અને આમ નિષ્ફળ છતાં ચિત્તનું હરણ કરનાર છે.વિવેકી-પુરુષો તેને પસંદ કરતા નથી.