Jul 26, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1218

આમ શાપો જયારે ત્રિશુળને ઉગામીને વરદાનો સામે ઉભા રહેશે ત્યારે વરદાનો પોતાના શત્રુઓ તરફ હસીને
એક નિશ્ચય પર આવીને કહેશે કે-હે શાપો,અવિચારીપણું મૂકી દઈ તમારે કાર્યના અંતનો વિચાર કરવો જોઈએ.
આપણે જો કલહના અંતે બ્રહ્મલોકમાં જઈને જ નિર્ણય કરવાનો હોય તો તે મુજબ હાલ જ કેમ નહિ કરવું?
આ પ્રમાણે વરોનું કહેવું સાંભળી,શાપોએ એ વાતનો સ્વીકાર કર્યો.
પછી તે શાપો અને વરો બ્રહ્મલોકમાં જશે અને બ્રહ્માને નિવેદન કરશે ત્યારે બ્રહ્મા તેમને કહેશે કે-

Jul 25, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1217

(૧૮૩) વરદાન અને શાપોનો સંવાદ

કુંદદંત (રામને) કહે છે કે-પછી મેં તે ગૌરી આશ્રમના વૃદ્ધ (કદંબ)તપસ્વીને પૂછ્યું કે-
સપ્ત-દ્વીપની આ પૃથ્વી તો એક જ છે તો તે આઠેય ભાઈ તે પૃથ્વીના અધિપતિ કેવી રીતે થઇ શકે?
જે જીવનું ઘરમાંથી બહાર નીકળવું ના થાય તે પૃથ્વીનો અધિપતિ થઇ દિગ્વિજય કેવી રીતે કરી શકે?
જે વરદાન આપનારાઓએ વરદાન આપ્યાં તે શાપ વડે વિરુધ્ધ્તાને કેમ પ્રાપ્ત થાય?
વર (વરદાન) અને શાપ-રૂપી વિરુદ્ધ ધર્મો એક જ વસ્તુમાં વિરુદ્ધ સ્થિતિને શી રીતે પ્રાપ્ત કરે?
અને આધાર જ પોતાનામાં આધેય-ભાવને કેવી રીતે કલ્પી લે?

Jul 24, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1216

દેવી કહે છે કે-હે બાલિકા,પતિ માટે કે પોતાના માટે,જે વરદાન માંગવું હોય તે તમે માગો.
દેવીનું વચન સાંભળી,ચિરંટીકા (નામની એક પત્નીએ) દેવીના ચરણમાં પુષ્પાંજલિ અર્પણ કરી,
પોતાની ભાવના પ્રમાણે દેવીની સ્તુતિ કરી,આનંદથી વ્યાપ્ત થઈને આકાશમાં રહેલાં દેવીને કહેવા લાગી કે-
'જેમ મહાદેવજી સાથેનો આપનો પ્રેમ અવિચળ છે તેમ મારો પ્રેમ પણ મારા પતિ સાથે અવિચળ રહો.
વળી મારો ભર્તા (પતિ) અમર થાઓ.'

દેવી કહે છે કે-હે સુવ્રતિની,સૃષ્ટિના આરંભથી માંડીને,પ્રવૃત્ત થયેલા ઈશ્વરી-નિયમની દૃઢતાને લીધે,
કોઈ પણ તપ-દાન વડે અમરપણું મળી શકતું નથી માટે તમે કોઈ બીજું જ વરદાન માગો.