Jul 14, 2019

ભાગવત રહસ્ય-૬

ભાગવતમાં એક નવીન માર્ગદર્શન આપ્યું છે.”અમે ઘર-ધંધો છોડી શકતા નથી”કહેનારને ભાગવત શાસ્ત્ર કહે છે કે-નિરાશ થશો નહિ,સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી, જંગલમાં જવાથી જ આનંદ મળે છે,તેવું નથી.જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસે છે ત્યારે પ્રવૃત્તિના જ વિચાર આવે છે.
તમે બધું ત્યજી શકો તેમ ના હો તો વાંધો નહિ—પણ બધું ય ઠાકોરજીના ચરણ માં અર્પણ કરીને –એ બધું ભગવાનનું છે-એમ માનીને –ભગવદાર્પણવૃત્તિથી –વિવેકથી ભોગવો.તમારા ઘરમાં જે કઈ છે તે પણ પરમાત્માને અર્પણ કરો.

Jul 13, 2019

ભાગવત રહસ્ય-૫

જીવ નારાયણનો અંશ છે,તેમાં તેને મળી જવું છે.તે માટે શાસ્ત્ર માં અનેક ઉપાયો બતાવ્યા છે. તેમાં ત્રણ મુખ્ય છે.—કર્મ માર્ગ,જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ .
પરમાત્માનાં દર્શનનું સાધન અનેક ગ્રંથોમાં આપ્યું છે.ઉપનિષદમાં પણ મનુષ્યને અપરોક્ષ સાક્ષાત્કાર કરવાનું માર્ગદર્શન આપ્યું છે.પણ વ્યાસજીએ વિચાર્યું કે ઉપનિષદની ભાષા ગૂઢ છે,સામાન્ય માણસ તે સમજી શકશે નહિ.

Jul 12, 2019

ભાગવત રહસ્ય-૪

સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I
તાપત્રયવિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ II
(જે જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશનો હેતુ છે,તથા જે ત્રણે પ્રકારના તાપો નો નાશ કરવાવાળા છે,એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ)