More Labels

May 5, 2012

ભાગવત રહસ્ય-૬

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત  
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                       
ભાગવત માહાત્મ્ય (ચાલુ)

ભાગવત માં એક નવીન માર્ગદર્શન આપ્યું છે.”અમે ઘર-ધંધો છોડી શકતા નથી”કહેનાર ને ભાગવત શાસ્ત્ર કહે છે કે-
નિરાશ થશો નહિ,સર્વ છોડીને જંગલ માં જવાની જરૂર નથી, જંગલ માં જવાથી જ આનંદ મળે છે,તેવું નથી.
જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડી ને નિવૃત્તિ માં બેસે છે ત્યારે પ્રવૃત્તિ ના જ વિચાર આવે છે.
તમે બધું ત્યજી શકો તેમ ના હો તો વાંધો નહિ—પણ બધું ય ઠાકોરજી ના ચરણ માં અર્પણ કરીને –એ બધું ભગવાન નું છે-
એમ માનીને –ભગવદાર્પણવૃત્તિ થી –વિવેક -થી ભોગવો.તમારા ઘરમાં જે કઈ છે તે પણ પરમાત્મા ને અર્પણ કરો.
પરમાત્માને અર્પણ કરવાનું એટલે સર્વ મંદિરમાં જજઈ મૂકી આવવાનું?ના...ના..તેવું કરવાનું નથી.પણ
આ જે કઈ છે તે ભગવાન નું છે,મારું નથી-એવી ભાવના રાખી વર્તવાનું છે,આને –આત્મ નિવેદન ભક્તિ -કહે છે.
આત્મ નિવેદન ભક્તિ-એ ભક્તિ નો છેલ્લો પ્રકાર છે.તેનું વર્ણન એકાદશ સ્કંધમાં આવશે.
પ્રભુ એ જે આપ્યું છે-તેનો વિવેકથી સદુપયોગ કરવો  એ મહાન પુણ્ય છે,દુરુપયોગ તે પાપ છે.
ભાગવત શાસ્ત્ર નો આદર્શ દિવ્ય છે.
ગોપીઓએ ઘર છોડ્યું નથી-ગોપીઓ ધંધો કરતી હતી. સ્વ-ધર્મ નો ત્યાગ કરી તે વન માં ગઈ નહોતી.તેમ છતાં તે ભગવાન ને
પ્રાપ્ત કરી શકી છે.પ્રહલાદ જી ને ઘરમાં જ પ્રભુ મળ્યા છે.ઘરમાં રહેલા ગૃહસ્થ ને પરમાત્મા ના દર્શન થાય,તેનું મરણ મંગલમય
થાય,એ દ્રષ્ટિ રાખીને ભાગવત ની કથા કરી છે.
ભાગવત શાસ્ત્ર માર્ગદર્શન આપશે કે યોગીને જે આનંદ સમાધિમાં મળે છે તે આનંદ તમે ઘરમાં રહીને મેળવી શકો છો.પણ તમારો
પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ.આ જ પુષ્ટિ ભક્તિ છે.ગોપીનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનેલો છે.
તેથીજ શુકદેવજી ,ભાગવતમાં ગોપીઓના વખાણ કરે છેએક સન્યાસી મહાત્મા ,ગૃહસ્થી ના વખાણ કરે છે.આ ગોપીઓનો
ગૃહસ્થાશ્રમ કેટલો ઉચ્ચ અને આદર્શરૂપ હશે !!!.સન્યાસ ધર્મ સ્વીકારી,બધું ત્યાગીને પરમાત્મા માં એકાકાર થવું એ સહેલું છે,પણ
સંસાર માં રહી ભગવતમય બનવું તે કઠિન છે.

ઘર છોડવાથી જ પરમાત્મા મળે એવું નથી.ગોપીઓએ જગતને બતાવ્યું છે કે –ઘરમાં રહીને પણ ભગવાન ના દર્શન થઈ શકે છે.
ગોપીને કેવળ ઘરમાં જ ભગવાન મળે છે એવું નથી,જ્યાં જ્યાં ગોપી જાય ત્યાં ત્યાં તેને ભગવાન દેખાય છે.
ગોપીઓ માનતી,મારા કૃષ્ણ હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે છે.વ્રજ માં આવી ગોપીઓના દર્શન કરી ઉદ્ધવ નો જ્ઞાન ગર્વ ઉતરી ગયો હતો.
ગોપી ઓના સત્સંગ માં આવ્યા પછી,ઉદ્ધવ જી કહેવા લાગ્યા---

“નંદબાવા ના આ વ્રજ માં રહેનારી ગોપીઓ નાં ચરણ ની ધૂળને હું વારંવાર પ્રણામ કરું છું.તેને શિર પર ચઢાવું છું.
અરે! આ ગોપીઓએ શ્રી કૃષ્ણની લીલા કથા સંબંધ માં જે કઈ ગાન  કર્યું છે,તે ત્રણે લોક ને પવિત્ર કરી રહ્યું છે,
અને સદા સર્વદા પવિત્ર કરતુ રહેશે.”

ગોપીઓ સર્વ માં ભગવાન ને નિહાળે છે.આ ઝાડમાં,લતામાં,ફળમાં,ફૂલમાં મને મારા પ્રભુ દેખાય છે.મારા કૃષ્ણ મને છોડી ને જતાં નથી.
ગોપીઓને ઘરમાં પરમાત્મા નો સાક્ષાત્કાર થયો છે.ભાગવતમાં બતાવ્યું છે કે ઘરમાં રહેજો,તમારા વ્યવહાર કરજો,તો પણ પ્રભુની
પ્રાપ્તિ થઇ શકશે.ઘરમાં રહેવું તે પાપ નથી પણ ઘરને મન માં રાખવું તે પાપ છે.ભાન ભૂલીને ઘર માં રહેવું તે પાપ છે.

ઘરમાં રહેજો પણ વિવેક થી.ઘરમાં સાવધાન થઇ ને રહેવાની જરૂર છે.ઘર ભલે નાં છોડો પણ ઘરની મમતા છોડો.
મારું અસલી ઘર જુદું છે,એમ માનીને મનુષ્ય ઘરમાં રહે-તો કોઈ દોષ નથી. ઘરને પ્રભુ નું મંદિર બનાવો.
માનો આ પ્રભુનું ઘર છે,મારું ઘર નથી.માલિક થઈને ભોગવશો નહિ,સેવક થઈને ઉપભોગ કરજો.

બધાને સાધુ થવાની જરૂર નથી.અરે,બધાં સન્યાસ લેશો તો –સાધુ ઓ નું સ્વાગત કરશે કોણ?તેમને માન આપશે કોણ?

ગોપીઓની દિવ્ય-અલૌકિક - પ્રેમલક્ષણા ભક્તિ –નાં માર્ગ નું વ્યાસજી આ ભાગવત માં વર્ણન કરશે,અને તે ભક્તિ દ્વારા
પરમાત્મા નો સાક્ષાત્કાર થશે.ભાગવત તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવશે.ભાગવત વ્યવહાર અને પરમાર્થ નો
સમન્વય કરી આપશે.સંસાર નાં વિષયસુખમાં વૈરાગ્ય આવે,અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલા કથા નો
ઉદ્દેશ્ય છે.ભાગવત એટલે ભગવાન ને મેળવવાનું સાધન. સંત નો આશ્રય કરનાર સંત બને છે. ભાગવત નો આશ્રય
કરનાર ભગવાન જેવો બને છે.

ભક્તિ મંદિર મા નહિ પણ જ્યાં બેસો ત્યાં થઇ શકે છે.તેને માટે દેશ કે કાળ ની જરૂર નથી.ભક્તિ ચોવીસ કલાક કરવાની.
ભક્તિનો સમય અને ભોગ નો સમય –એવો ભેદભાવ રાખે તે ભક્તિ કરી શકતો નથી. ભક્તિ સતત કરો.
ચોવીસ કલાક બ્રહ્મ સંબંધ રાખો.સદા સાવધાન રહો કે માયા સાથે સંબંધ ના થાય.

જયારે વસુદેવજી એ કૃષ્ણ ને મસ્તક પર પધરાવ્યા ,ત્યારે બ્રહ્મસંબંધ થયો,એટલે હાથ-પગની બેડીઓ તૂટી,પરંતુ,
યોગમાયાને લઇ પરત આવ્યા,એટલે બંધન આવ્યું. વસુદેવજીને બ્રહ્મસંબંધ થયો પણ તે બ્રહ્મસંબંધ ટકાવી શક્યા નહિ.
બ્રહ્મ સંબંધ ને ટકાવી રાખજો.ઈશ્વરનું સ્મરણ છોડશો નહિ.
વૈષ્ણવો ભગવાન સાથે રમે છે,જીવ જે જે ક્રિયા કરે છે,તે ઈશ્વરને માટે કરે તો, તેની પ્રત્યેક- ક્રિયા -ભક્તિ બને છે.  


      PREVIOUS PAGE
       NEXT PAGE               
      INDEX PAGE