Jul 19, 2019

ભાગવત રહસ્ય-૧૧

શુકદેવજીની બ્રહ્મનિષ્ઠા,વૈરાગ્ય,અલૌકિક પ્રેમલક્ષણા ભક્તિ જોઈ વ્યાસજી પણ પુત્ર શુકદેવજીને માન આપે છે.જન્મ thથતાંવેંત શુકદેવજી ઘરનો ત્યાગ કરી વન તરફ જવા લાગ્યા. વ્યાસજીની પત્નીનું નામ વાટીકાજી છે.વાટીકાજીને તે વખતે ઘણું દુઃખ થયું છે.—ભલે એ લગ્ન ના કરે પણ ઘરમાં રહે.-તે રડવા લાગ્યા છે.
વાટીકાજીએ પ્રાર્થના કરી—મારો દીકરો નિર્વિકાર બ્રહ્મરૂપ છે-તે મારી પાસેથી દૂર ના જાય,તેને રોકો –તેને રોકો.

Jul 18, 2019

ભાગવત રહસ્ય-૧૦

વ્યાસાશ્રમમાં આરંભમાં વ્યાસજીએ ગણપતિ મહારાજનું આવાહન કર્યું એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા.વ્યાસજીએ કહ્યું-મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે. પણ લખે કોણ? ગણપતિ કહે-હું લખવા તૈયાર છું.પણ એક ક્ષણ પણ નવરો નહિ બેસું.ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉદ્યોગ. ઉદ્યોગ પર બેસે તેની સિદ્ધિ-બુદ્ધિ દાસી થાય છે.સતત ઈશ્વરના ચિંતનનો ઉદ્યોગ કરો તો –રિદ્ધિ-સિદ્ધિ –તમારી દાસી થશે. એક ક્ષણ પણ ઈશ્વરના ચિંતન વગર બેસશો નહિ.

Jul 17, 2019

ભાગવત રહસ્ય-૯

અંત કાળમાં મનુષ્યને પુણ્ય નું સ્મરણ થતું નથી, પાપનું સ્મરણ થાય છે.પુણ્યનું સ્મરણ થાય તો મુક્તિ મળે છે.અંતકાળે તીર્થ યાત્રામાં જે કઈ સત્કર્મ કર્યું હોય, ઘરમાં જે કઈ પુણ્ય કર્યું હોય તે યાદ આવતું નથી, તેનું કારણ એક જ છે કે-
પુણ્ય કરે ત્યારે મનુષ્ય ગાફેલ રહે છે, જયારે પાપ કરવામાં મનુષ્ય સાવધ રહેતો હોય છે.પુણ્યમાં પૈસાનું,વિદ્યાનું અભિમાન હોય છે.'ઠાકોરજી આપે છે, તમે આપતા નથી'-એ ભાવના સાથે તમે દાન કરો તો દાનનું હજાર ગણું પુણ્ય મળે છે.