Aug 26, 2019

ભાગવત રહસ્ય-૪૪

સૂતજી કહે છે-દ્વાપરયુગની સમાપ્તિનો સમય હતો.
બદ્રીનારાયણ જતાં રસ્તામાં કેશવ-પ્રયાગ આવે છે, ત્યાં વ્યાસજીનો-સમ્યપ્રાશ- આશ્રમ છે. ભાગવતની રચના ત્યાં થઇ છે.વ્યાસજીને કળિયુગના દર્શન થયાં. તેમને-તે વખતે-પાંચ હજાર વર્ષ પછી શું થશે?-તેના દર્શન થયાં.
(બારમાં સ્કંધમાં આનું વર્ણન કર્યું છે.વ્યાસજીએ જેવું (સમાધિમાં) જોયું તેવું લખ્યું છે.)

Aug 25, 2019

ભાગવત રહસ્ય-૪૩

ભગવાન વ્યાસે-ભગવત ચરિત્રોથી પરિપૂર્ણ –ભાગવત -નામનું પુરાણ બનાવ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણ, ધર્મ-જ્ઞાન વગેરે સાથે જયારે સ્વધામ પધાર્યા-ત્યારે –આ કળિયુગમાં અજ્ઞાનરૂપી –અંધકારથી –લોકો આંધળા બન્યા. એ સમયે ભાગવત પુરાણ પ્રગટ થયું છે. આ પુરાણ સૂર્યરૂપ(અજવાળા રૂપ) છે.

Aug 24, 2019

ભાગવત રહસ્ય-૪૨

શ્રીકૃષ્ણના સ્વ-રૂપનું જેને બરોબર જ્ઞાન થાય છે-તે ઈશ્વરથી જુદો રહી જ શકતો નથી. સર્વમાં ઈશ્વરને જોનારો-પોતે ઈશ્વરરૂપ બને છે.
શુદ્ધ -બ્રહ્મ- માયા- ના સંસર્ગ વિના અવતાર લઇ શકે નહિ. સો ટચનું સોનું એટલું પાતળું હોય છે કે-તેમાંથી દાગીના ઘડી શકાય નહિ. દાગીના બનાવવા તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે.તેવીજ રીતે પરમાત્મા પણ માયાનો આશ્રય-કરી-અવતાર લઇ પ્રગટ થાય છે.પણ ઈશ્વરને માયા બાધક થતી નથી-જીવને માયા બાધક થાય છે.