Mar 19, 2020

ભાગવત રહસ્ય -૨૧૯

નિર્દોષ એક ઈશ્વર છે. સંભવ છે કે ગુરુમાં કોઈ દોષ રહી જાય.પણ ગુરુના દોષનું શિષ્યે અનુકરણ કરવાનું નથી. વડીલોનું જે પવિત્ર –આચરણ છે-તેનું જ અનુકરણ કરવાનું છે,તેમની ભૂલનું નહિ.વડીલોના દોષનું અનુકરણ કરવું નહિ.
એક વખત-ચાર વેદ અને છ શાસ્ત્રનું અધ્યયન પૂરું કરીને શિષ્ય ગુરુ પાસે,ઘેર જવાની રજા માગવા આવ્યો-ત્યારે ગુરુજી છેલ્લો ઉપદેશ આપે છે-કે-

Mar 18, 2020

ભાગવત રહસ્ય -૨૧૮

શ્રી રામ-સેવાથી જીવન સફળ થાય છે.ચંદન અને પુષ્પ થી રામજીની સેવા કરીએ તેના કરતાં યે –રામજીની આજ્ઞાનું-મર્યાદાનું પાલન કરવું તે તેમની ઉત્તમ સેવા છે.
કોઈ પણ ધર્મમાં માનતા હોવ –કોઈ પણ સંપ્રદાયમાં હોવ,કોઈ પણ ઇષ્ટદેવ હોય-પણરામજીની ઉપર મુજબની ઉત્તમ સેવા (મર્યાદા-પાલન) તો કરવી જ પડશે.
રામજીની મર્યાદાઓ નું પાલન કર્યા વગર ભક્તિ થતી નથી.

Mar 17, 2020

ભાગવત રહસ્ય -૨૧૭

રામ જન્મોત્સવમાં સર્વ ને આનંદ થયો છે,બધા દેવો રાજી થયા છે,ફક્ત એક ચંદ્ર નારાજ થયા છે.રામજીના દર્શન કરી,સૂર્યનારાયણ સ્તબ્ધ બની સ્થિર થયા છે.”મારા વંશ માં ભગવાન આવ્યા છે!” અતિ આનંદમાં સૂર્ય ની ગતિ સ્થિર થઇ છે,સૂર્યનારાયણ આગળ વધતા જ નથી,તે અસ્ત તરફ જાય તો –ચંદ્રને દર્શન થાય ને ? ચંદ્રમાએ રામજીને પ્રાર્થના કરી કે-આ સૂર્યને આગળ જવાનું કહોને? મને તમારાં દર્શન કરવા દેતો નથી,