Aug 5, 2020

ભાગવત રહસ્ય -૩૫૨

દોરડા વડે પેટ (ઉદર) આગળથી બંધાણા –એટલે કૃષ્ણનું નામ પડ્યું દામોદર.અને એથી આ લીલાને દામોદર લીલા કહે છે.આ લીલાનું તાત્પર્ય એ છે કે-ઈશ્વર માત્ર પ્રેમથી વશ થાય છે - કૃપા કરે છે,અને બંધાય છે.જ્યાં સુધી મનુષ્ય પ્રેમથી પરમાત્માને ના બાંધે ત્યાં સુધી તે માયાના બંધનમાંથી છૂટી શકતો નથી. ત્યાં સુધી તે સંસારના બંધનમાં રહે છે.ઈશ્વરને બાંધે એ –જન્મ-મરણના બંધનમાંથી છૂટે.

Aug 4, 2020

ભાગવત રહસ્ય -૩૫૧

યશોદાજી,આજે લાલાને ખાંડણીયા સાથે દોરડાથી બાંધવા લાગ્યા છે.મહાત્માઓ આ દ્રશ્યની કલ્પના પણ કરી શકતા નથી,તેમને પણ યશોદાજી પર થોડો આવેશ આવ્યો છે અને યશોદાજી માટે લખે છે-કે-“આજે એક સાધારણ ગોવાલણ મારા પ્રભુને (મારા લાલાને) બાંધે છે” યશોદા દોરીથી શ્રીકૃષ્ણ ને બાંધવાનો પ્રયત્ન કરે છે,પણ જે દોરીથી તે બાંધે છે તે બે આંગળ ઓછી પડી,તે પહેલી દોરી સાથે બીજી દોરી જોડી તો તે પણ બે આંગળ ઓછી પડી.ત્રીજી દોરી જોડી,તો પણ તેવું જ થયું.ગોપીઓ યશોદાને કહે છે-કે- મા ગમે તે કર પણ લાલાના ભાગ્યમાં બંધન લખ્યું નથી,તે તો અમને સંસારના બંધનમાંથી છોડાવવા આવ્યો છે.

Aug 3, 2020

ભાગવત રહસ્ય -૩૫૦

ગ્વાલ-બાળ મિત્રો ના અધ્યક્ષ –લાલાજી,આજે ઘરમાં જ માખણ ની ચોરી કરતાં યશોદાના હાથમાં પકડાયા છે.કાળના યે કાળ ને આખી દુનિયાના માલિક આજે –થરથર કાંપે છે,આંખમાંથી આંસુ નીકળે છે.બાળમિત્રોએ જોયું કે આજે –લાલો પકડાયો છે.સદા હસતો અને કિલ્લોલ કરતો કનૈયો લાલો આજે ધ્રુજે છે,લાલાના આંખમાં આંસુ છે.!!!! એટલે બાળમિત્રો પણ રડવા લાગ્યા છે, (નજર સમક્ષ આ દૃશ્ય ની કલ્પના કરવા જેવી છે)