Oct 9, 2020

ભાગવત રહસ્ય -૪૧૩

કહે છે કે-અંતર્ધાન થતી વખતે શ્રીકૃષ્ણે રાધાજીને સાથ માં લીધાં છે.આગળ ચાલતાં રાધાજી થાકી ગયાં છે,અને શ્રીકૃષ્ણને કહે છે કે –હું થાકી ગઈ છું,મારાથી ચલાય તેમ નથી,તમને મારી ગરજ હોય તો મને તમારા ખભા પર ચઢાવી અને લઇ જાવ.
શ્રીકૃષ્ણ કહે છે કે-ભલે,તો તમે મારા ખભા પર બેસો.રાધાજી ઝાડની ડાળી પકડીને શ્રીકૃષ્ણ ના ખભા પર બેસવા ગયા અને શ્રીકૃષ્ણ ત્યાંથી અંતર્ધાન થયા,
એટલે રાધાજી ઝાડની ડાળી પર લટકીને રહી ગયાં.

Oct 8, 2020

ભાગવત રહસ્ય -૪૧૨

જે સ્વરૂપ ને અંદર છુપાવી રાખે તે અંતર્હિત....
ગોપીઓને અંદરનો આનંદ આપવા-વિયોગનો આનંદ આપવા,પ્રભુ અંતર્હિત થયા છે.
વિયોગમાં થોડું દુઃખ થાય તો પછી સંયોગમાં આનંદ થાય છે.
શ્રીકૃષ્ણના આનંદ-સ્વ-રૂપનો આસ્વાદ લેનાર ગોપી છે.પ્રભુ અંદરથી,તો ગોપીઓનું  હિત કરવા તેમની સાથે રમતા હતા.પણ જ્યાં શ્રીકૃષ્ણે જોયું કે ગોપી હવે મને જોતી નથી,પણ પોતાને જુએ છે,તેને હવે ક્યાં મારી જરૂર છે ?

Oct 7, 2020

ભાગવત રહસ્ય -૪૧૧

દશ પંડિતો વિદ્યાભ્યાસ કરીને પાછા ફરતા હતા.રસ્તામાં નદી ઓળંગીને બીજે પાર આવ્યા.“આપણામાંથી કોઈ રહી તો ગયો નથી ને ?” એમ સમજી તેઓએ ગણત્રી શરુ કરી.એક પછી એક પંડિત સંખ્યા ગણે છે પણ પોતાને તેમાં ગણે નહિ.એટલે સંખ્યા દશ ને બદલે.નવની જ થાય છે.પોતાનામાંથી એક નદીમાં તણાઈ ગયો એમ સમજીને પંડિતો રડવા લાગ્યા.ત્યાં એક મહત્મા પસાર થતા હતા,તેમણે પંડિતોને રડવાનું કારણ પૂછ્યું.
પંડિતો એ પોતાની મૂંઝવણ રજુ કરી.મહાત્માએ દશની સંખ્યા પુરી કરી બતાવી-“દશમો તું છે”