Jan 4, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩

અધ્યાય-૨ -૨ (સાંખ્ય યોગ)
અર્જુન અતિ બળવાન યોદ્ધો છે. મહાભારત\ના યુદ્ધમાં તેના પર મોટી જવાબદારી છે.
પણ હજુ યુદ્ધ શરુ પણ નથી થયું અને અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે.
એવું કદીયે બન્યું નથી –કે-અંધકારે –સૂર્ય ને ગળ્યો હોય, દેડકાએ –અજગર ને ગળ્યો હોય કે 
શિયાળે –સિંહ ની સામે ટક્કર લીધી હોય.પણ આજે કંઈક એવું બન્યું છે.અશક્ય લાગતી વસ્તુ શક્ય બની છે.
ઘણાં બધાં યુદ્ધો કરીને અપરાજિત રહેનાર એક શુરવીર યોદ્ધા –અર્જુન-“મોહ” ને કારણે “દયા” થી
ભરપૂર થઇ એક નામર્દની જેમ યુદ્ધ કરવાનો ઇન્કાર કરી ઢીલો થઇ બેસી ગયો છે.

Jan 3, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨

આકાશમાં આવેલ છૂટાં છૂટાં વાદળો જયારે ભેગાં થાય છે
ત્યારે તેનામાં “શક્તિ” આવે છે.અને વરસાદ બને છે.
કોઈ એકલા-અટુલા  વાદળ માં વરસાદ બનાવવાની શક્તિ નથી.
પણ જો આ ભેગાં થયેલ વાદળ ફરીથી જો વધારે શક્તિશાળી પવન થી વિખરાઈ જાય 
તો વાદળ ની શક્તિ ઓછી થઇ જાય છે.વરસાદ બનાવી શકતાં નથી.