More Labels

May 4, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૬

નિત્ય (નૈમિતિક) કર્મો,જન્મ-બંધનના કારણભૂત હોઈને,તે કર્મોનું યુક્તિપૂર્વક આચરણ 
કરીને –કર્મોના બંધનમાંથી મુક્ત થવાય છે,આ કર્મનો મર્મ તામસિક પ્રકૃતિવાળો ભ્રમિત મનુષ્ય સમજી શકતો નથી અને નિત્ય કર્મોનો ત્યાગ કરે છે-આમ,અજ્ઞાનથી 
નિત્ય (નૈમિતિક) કર્મોને ત્યજવામાં આવે તો તેને “તામસ ત્યાગ” કહે છે. (૭)