More Labels

Apr 22, 2013

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-૧૦૬

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE      
અધ્યાય-૧૮-મોક્ષસંન્યાસયોગ-૨

નિત્ય (નૈમિતિક) કર્મો, જન્મ-બંધન ના કારણભૂત હોઈ ને,તે કર્મો નું યુક્તિપૂર્વક આચરણ કરી ને –કર્મો ના બંધન માંથી મુક્ત થવાય છે,  
આ કર્મ નો મર્મ તામસિક પ્રકૃતિ વાળો ભ્રમિત મનુષ્ય સમજી શકતો નથી અને નિત્ય કર્મો નો ત્યાગ કરે છે-
આવા અજ્ઞાન થી નિત્ય (નૈમિતિક) કર્મો ને ત્યજવામાં આવે તો તેને “તામસ ત્યાગ” કહે છે. (૭)

જે કોઈ કર્મ ને દુઃખકારક માની ને –શરીર ને કલેશ થવાના ભય થી, તે કર્મો નો ત્યાગ કરે છે-તો તેને-
“રાજસ ત્યાગ” કહેવામાં આવે છે.આવા રાજસ ત્યાગનું ફળ તેને પ્રાપ્ત થતું નથી.   (૮)

જે કોઈ –માત્ર કર્તવ્ય સમજી ને જ જે નિત્ય-નૈમિતિક કર્મો-
ફળ ની આકાંક્ષા (ફલાશા) વગર અને કર્તૃત્વાભિમાન  (હું કર્મ કરું છું-તેવું અભિમાન) ના ત્યાગ પૂર્વક  કરે છે-તે કર્મ ત્યાગ ને “સાત્વિક ત્યાગ” કહેવામાં આવે છે...(૯)

જે મનુષ્ય,કામ્ય-કર્મો નો (કામ ના ના બળથી પેદા થતાં કર્મોનો) દ્વેષ કરતો નથી, અને-
પુણ્યકર્મ માં (યજ્ઞ,તપ,દાન-ના કર્મ માં) આસક્ત થતો નથી,
તે શુદ્ધ ચિત્તવાળો (જ્ઞાની) બુદ્ધિમાન –ત્યાગી-સર્વ સંશયો વગર નો થઇ અને મુક્ત થાય છે.(૧૦)

જે દેહધારી છે,તેનાથી સર્વથા (દરેક વખતે) કર્મ નો ત્યાગ કરવો તો અશક્ય જ છે,
મનુષ્ય ઊંઘતો હોય ત્યારે પણ શ્વાસોચ્છવાસ રૂપે કર્મ  તો થયે જ જાય છે, નિત્યકર્મ પણ કરવાં જ પડે છે,
એટલે –આ શરીર ના નિમિત્ત થી,કર્મો તો આપણી પાછળ લાગ્યા જ છે, જીવીએ કે મરીએ –આનાથી
છૂટકો થનાર નથી જ.

આ કર્મો નો ત્યાગ કરવાનો માત્ર એક જ ઉપાય છે- અને –તે-
કર્મ કરવા છતાં ફળ ની આકાંક્ષા (ફલેચ્છા) ને આધીન થવું નહિ.આસક્ત થવું નહિ.

કર્મ ના ફળ ઈશ્વર ને અર્પણ કરવામાં આવ્યાં,એટલે તેના પ્રસાદ થી જ્ઞાન ઉત્પન્ન થાય છે.
જેમ રજ્જુ (દોરડી) નું યથાર્થ જ્ઞાન મળવાથી સર્પ ની શંકા દૂર થાય છે-તેમ-
આત્મ-જ્ઞાન આવવાથી અજ્ઞાન સહિત કર્મ નો નાશ થાય છે.

અને આ રીતે  (કર્મો નો) જે ત્યાગ કરવામાં આવે તે જ ખરો ત્યાગ છે.

કર્મફળ ના પણ ત્રણ પ્રકાર છે-ઇષ્ટ(અનુકૂળ),અનિષ્ટ (પ્રતિકૂળ) અને ઇષ્ટાનિષ્ટ (મિશ્ર)

કર્મફળ નો ત્યાગ જે મનુષ્યે નથી કર્યો તેને-મરણ પછી પણ એ કર્મફળો પ્રાપ્ત થાય છે,
(બીજો જન્મ લેવો પડે છે-બંધન થાય છે)-
જયારે કર્મફળનો જેને ત્યાગ કર્યો છે-એવા મુક્ત -સંન્યાસી ને -
ઉપરનાં ત્રણે પ્રકારના ફળો ની કદાપિ (જીવતા કે મરતાં) પ્રાપ્તિ થતી નથી.(૧૨)

સ્વ-ધર્મ ને માન આપી ને શાસ્ત્રોક્ત કર્મો (શુભ)કરનાર ને મરણ પછી-ઇન્દ્રાદિક દેવો નો દેહ પ્રાપ્ત થાય છે-
આવા પુણ્યકર્મ ના કર્મફળ ને “ઇષ્ટ-કર્મફળ” કહે છે.

વિષયાસક્ત મનુષ્ય વિધિ નો ત્યાગ કરી, શાસ્ત્રોએ જે નિષિદ્ધ કર્મો (અશુભ) કહ્યા છે-તે કર્મો માં પ્રવૃત્ત થઇ-
અધમ કોટિના દેહને (કૃમિ,કીટક –વગેરે) પ્રપાત થાય છે-આવા કર્મફળને-“અનિષ્ટ કર્મફળ” કહે છે.

શુભ અન અશુભ કર્મ –સમ ભાગે કરવામાં આવતા તેનું મિશ્ર ફળ –કે જે- મનુષ્ય દેહ ની પ્રાપ્તિ છે-
તેને  ઇષ્ટાનિષ્ટ કર્મફળ(મિશ્ર)  કહે છે.

પણ જેવી રીતે-બીજ માટે રાખેલું અનાજ (ધાન્ય) જો દરરોજ ના આહાર માટે વાપરી નાખવામાં આવે તો-
વાવવાનું કાર્ય બંધ પડે છે-તેવી રીતે-
ફળના ત્યાગથી –કર્મ ના યોગે-પ્રાપ્ત થનારાં જન્મ-મૃત્યુ ટળી જાય છે.(મુક્ત થવાય છે)


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE